________________
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસ ક્રમની દૃષ્ટિએ સાધુ અને ઉપાધ્યાય વચ્ચે અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય ઘણી બધી દષ્ટિએ સમાન હોય છે.
કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેયલાક ઉપાધ્યાય જીવન પર્યંત ઉપાધ્યાય જ રહે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી પંચપરમેષ્ટિ ગીતા માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે :
જેહ આચાર્ય પદ યોગ્ય ધીર,
સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર; “સૂત્ર ભાણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાવે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.”
શ્રીપાલ રાસના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગ૭-વ્યવસ્થાની દૃષ્ટિએ ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે :
રાજકુંવર સરીખા ગાગચિંતક આચારિજ પદ જેગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.
રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજાની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણી-ગચ્છની ચિંતા કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભયરૂપી રોગ આવતો નથી.
શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ નવકાર ભાસના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં
કહ્યું છે :
ચોથે પદે વિઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે, જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે, જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ, પણિ નવિ ધરે અભિમાન રે વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે. દિગંબર પરંપરાના ધવલા ગ્રંથમાં પણ કહ્યું છે
૧૫૦
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org