________________
ખ્રિસ્તી લોકો નવા વર્ષની ખુશાલીમાં ગ્લાસ ફોડી નાખે છે! ગ્લાસ તૂટવો એ શુકનવંત લેખાય છે એવી પ્રચલિત માન્યતા છે. પણ તેથી જાણીબૂઝીને ગ્લાસ તોડી પરાણે શુકન ઊભા કરવા? આ કેવો તર્ક છે? પશુના બલિદાન કે નરબલિ પાછળ પણ આવી જ સ્વાર્થીવૃત્તિ રહેલી હોય છે.
ગાંધીજીને એક પત્ર આપ્યો. ગાંધીજીએ પત્રનાં બધા પાનાં વાંચી, એને લાગેલી પીન કાઢી એક ડબ્બીમાં સાચવીને મૂકી દીધી ! સમગ્ર પત્રમાં આ જ એક ઉપયોગી વસ્તુ હતી ! ગાંધીજી તો એક નાનકડી ચબરખી સુધ્ધા નકામી જવા દેતા નહિં. સંભાળીને રાખતાં. ઉપયોગમાં લેતા, એમને જે પત્ર આવે, તેનો જવાબ પણ હાંસિયામાં જ લખી એ પત્ર પાછો પાઠવતા.
‘જડ” ની સાથે પણ જડતાથી વ્યવહાર ન થાય. આણાભોગી: ઉપયોગરહિત શૂન્ય ચિને ક્રિયા કરવી તે આણાભોગી. ઉપયોગ વિનાની ક્રિયા તે પ્રમાદ શૂન્યચિત્ત તે પ્રમત્તદશા.
કશા પણ પ્રયોજન વિના કંઈક ને કંઈક કર્યા જ કરવું. જે આસન પર બેઠા હોઈએ તેનાં સૂતરનાં તાંતણા કે ચટાઈનાં તાંતણાં ખેંચીખેંચી તોડ્યા કરવાં. હાથમાં બોલપેન હોય, તેની ચાંપ ને દાબી સતત ઉઘાડ-બંધ કરતા રહેવું, કોઈ વસ્તુને નિષ્કારણ ફટકારતા રહેવું. આ તમામ ચેષ્ટાઓ વિક્ષિપ્ત અશાંત મન તેમજ દુર્ગાનનાં જ પ્રક્ષેપણ રૂપ છે.
આમ, જૈન ધર્મમાં વિવિધ દૃષ્ટિકોણથી પ્રમાદના સ્વરૂપની વિચારણા કરવામાં આવી છે એ વિચારમાં ઘણી સૂક્ષ્મ અને વિશદ છે. અપ્રમત દશા વિના જીવ કેવળજ્ઞાન તરફ, મોક્ષપ્રાપ્તિ તરફ ગતિ કરી શકતો નથી. માટે અધ્યાત્મરુચિવાળા જીવે ધૂળ કે સૂક્ષ્મ પ્રમાદ ન કરવા તરફ લક્ષ આપવું એ એનું કર્તવ્ય બની રહે છે.
. ૧૪૦
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org