________________
આ આરોહણ ક્રમમાં પ્રમાદની કેટલી પ્રબળતા છે, તે અસંદિગ્ધપણે અનેક રીતે દર્શાવેલી છે, જેને હળવી રીતે લેવાની નથી.
અપ્રમત્ત સંયમ ગુણસ્થાનક પછી બે શ્રેણીઓનો પ્રારંભ થાય છે, ઉપશમ અને પક.
ઉપશમ શ્રેણીવાળા તપસ્વી મોહનીય કર્મના ઉપશમ કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચડ્યા પછી ફરી મોહનીય કર્મનો ઉદય થવાથી નીચે પડી જાય છે. ક્ષપક શ્રેણીવાળા મોહનીય કર્મના સમૂળગા ક્ષય કરતાં આગળ વધતા જાય છે અને પરિણામે મોક્ષ પ્રાપ્ત કરે છે.
ગુણસ્થાનકો મોક્ષના લક્ષ્ય સુધી પહોંચવા માટેની નિસરણી છે. આ શ્રેણી ચઢતાં જરા પણ ગાફેલ રહે, તો નીચે પડતાં પડતાં પહેલું પગથિયે પણ જઈ પડાય. અગિયારમાં પગથિયે પહોંચેલાને પણ મોહનો ફટકો લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલે જરા પાણ પ્રમાદ ન કરવાનો આદેશ આપ્યો છે. બારમેં પગથિયે પહોંચ્યા પછી પડવાનો ભય રહેતો નથી. આઠમે-નવમે પગથિયે મોહનો ક્ષય શરૂ થયા પછી પડવાનો ભય બિલકુલ ટળી જાય છે.
૧૧મે પહોંચેલાને પાગ નીચે પડવાનું થાય છે, તે મોહનો ક્ષય નહિ, પણ ઉપશમ કર્યો હોવાને કારણે. પણ જો આઠમે-નવમે મોહનો ઉપશમ નહિં, પણ ક્ષય કરવાની પ્રક્રિયા પ્રારંભ થઈ જાય, તો પછી નીચે પડવાનું અસંભવિત બની જાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ત્રણ યોગોનું પ્રતિપાદન કરેલું છે.
(૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ (૩) સામર્થ્ય યોગ. (૧) ઈચ્છાયોગનું વર્ણન કરતાં આચાર્ય કહે છે :
कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः।
विकलो धर्मयोगो यः स इच्छायोग: उच्यते॥ જ્ઞાની પુરુષો શાસ્ત્રાનુસાર અનુષ્ઠાનની ઈચ્છા ધરાવે છે... પણ પ્રમાદથી, અસાધનાથી.... એમના ધર્માનુષ્ઠાન વિકલ, અર્થાત દોષયુકત થાય છે, હોય છે. આ પણ ઈચ્છવાયોગ્ય છે ! સદિચ્છાને પણ પ્રાથમિક, પ્રારંભિક અવસ્થામાં એમણે યોગને પ્રવેશ આપ્યો છે ! (૨) બીજો છે : શાસ્ત્રયોગ. ગ્રંથકાર કહે છે :
शास्त्रायोगास्तिह ज्ञेयो
यथा शकत्यऽप्रमादिनः। श्राधस्य तीव्रबोधेन
वचसाऽविकलस्तथा।
- - - -
- અપ્રમાદ - Jain Education International
૧૩૩ www.jainelibrary.org
For Private & Personal Use Only