________________
અર્થાત્ હે ભારત ! અજ્ઞાનથી ઉપજેલો તમોગુણ સૌ જીવોને મોહમાં નાખે છે, અને બદ્ધ જીવને પ્રમાદ, આળસ તથા નિદ્રાનાં બંધનથી બાંધે છે.
सत्वं सुखे संजयति रज : कर्मणि भारत।
ज्ञानमावृत्य तु तम : प्रमादे संजयत्युत॥९॥ અર્થાત્ હે ભારત ! સત્ત્વગુણ જીવને સુખ સાથે બાંધે છે, રજોગુણ કર્મ સાથે બાંધે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી ગાંડપણ સાથે બાંધે છે.
___अप्रकाशोप्रवृतिश्च प्रमादो मोह एवं च।
तपस्येतानि जायन्ते विवृद्धे कुरुनंदन ॥१३॥ અર્થાત હે કરુનંદન! જ્યારે અજ્ઞાનરૂપી અંધકાર, અપ્રવૃતિ, નિષ્ક્રિયતા અને પ્રમાદ, ગાંડપણ, મોહ, મૂઢતા બધા તમોગુણની વૃદ્ધિ થતાં ઉત્પન્ન થાય છે.
એટલે તમોગુણની વૃદ્ધિ સાથે અજ્ઞાન, જડતા, ઉન્માદ અને મૂઢતા આ બધા જ ઉત્પન્ન થાય છે.
कर्मण : सुकृतस्याहु : सात्बिकं निर्मलं फलम्।
रजमस्तु फलं दुःखमज्ञानं तमस : फलंम् ॥१६॥ અર્થાત્ સાત્વિક કર્મનું ફળ સાત્વિકતાં અને શુદ્ધિ છે, રાજસી કર્મનું ફળ દુઃખ છે અને તાપસી કર્મનું ફળ અજ્ઞાન છે.
સમ નીયમ મ પમાયા સર્વજ્ઞ ભગવાન મહાવીરે ઉચ્ચારેલા આ શબ્દો છે ગૌતમ! ક્ષણ માત્રનો પ્રમાદ ન કર ! શાવતીને પામી, કાળને અતિક્રમી કાળાતીત બની ગયાં. અનેક શબ્દોનાં ધ્વનિ પળમાત્રમાં કાળમાં વિલય થઈ ગરક થઈ જાય છે. પરંતુ આ ચાર અભુત શબ્દો અઢી હજાર વર્ષથી હજી પૃથ્વી પર ગુંજે છે. લોકહૈયામાં આત્મસાત્ થઈ ગયાં છે. મંત્ર સ્વરૂપ થઈ ગયાં.
કોઈપણ શબ્દની શકિત બોલનારનાં સાર્થ અને પ્રજ્ઞા પર આધારિત છે.
યુગપુરુષ મહાવરે આ યુગપ્રવર્તક શબ્દો લબ્ધિધારી ગૌતમસ્વામીને ઉદેશીને કહેલાં છે, પરંતુ એક અપેક્ષાએ આ શબ્દો સમસ્ત માનવજાતને ઉદેશીને કહેલાં છે. દીર્ઘતપસ્વી, કેવળજ્ઞાની તીર્થકંર ભગવાન મહાવીરનાં હૃદયનાં અતલ ઊંડાણમાંથી સર્વ જીવોના હિત અર્થે, જ્ઞાનનાં, અનુભૂતિનાં નિચોડરૂપ મંત્રસ્વરૂપ શબ્દો દિવ્ય, પારસમણિ જેવા પારલૌકિક શબ્દો છે.
આ શબ્દો આગમ ગ્રંથોમાં અનેક વાર આવે છે. ઉત્તરાધ્યનના દસમાં અધ્યયનમાં તો પ્રત્યેક ગાથાનું આ છેલ્લું ચરણ છે.
ભાગમાત્રનો પ્રમાદ ન કરે એમાં ભગવાન મહાવીરે પ્રમાદ આળસ નો સર્વથા નિષેધ ફરમાવી અપ્રમાદ જાગરૂકતા, અપ્રમત્ત અવસ્થાને ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા અર્પી.
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org