________________
(
સ્વરૂપ મંત્ર
પંડિત શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી આત્મામાં અહંકાર અને આસકિત એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતામાં રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને બુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત્ બને છે.
જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દઢતા વધુ. અર્થાત કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે.
મનનું બળ મંત્રથી વિકસે છે. મન એટલે વિચારવું અને ત્ર એટલે રક્ષણ કરવું. મન+ત્ર = મંત્ર. આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને – વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્વિક ભાવ સ્વરૂપ બનાવવા.
મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર નમસ્કાર મહામંત્ર છે. કેમકે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગૃત કરનારો તેમજ સત્ય સ્વરૂપમાં લાવનાર, મનને તે મય બનાવનારો મંત્ર છે, માટે જ તેને પરમ ઈષ્ટ મંત્ર યા તો સ્વરૂપ મંત્ર કહ્યો છે.
નમસ્કારરૂપી વજ, અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે.
નમસ્કાર શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભકિતયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે, કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું ફળ પુણ્યોદય (સુખ અનુકૂળતા) ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિશ્વાસાત્મક બુદ્ધિ (શ્રદ્ધા) તે સબુદ્ધિ જે શાંતિદાયક છે, અને એ નમસ્કારથી વિકસે છે. એટલુ જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે. જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે. બુદ્ધિનો વિકાસ અને હૃદયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયા, શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા, અને અભેદતાથી ચિત્ત (બુદ્ધિ) ની સ્થિરતા-એકાગ્રતા વધે છે. | નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પક્ષાર્થ છે, હૃદયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે અને ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને
૭૮
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org