________________
યતિશ્રીએ જ્યારે એ વિદ્યાઓ શ્રી આત્મારામજી મહારાજને આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહિ કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. શ્રી શાંતિવિજય ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિને એમણે એ વિદ્યાઓ આપી હતી એવું મનાય છે.
આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાનને એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરંતુ માતાપિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાંસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ નકકી થઈ ગયો હતો. પરંતુ માતા-પિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં અને વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતા ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ હતી. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. યિતની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, ભલે તમારી જો એવી ઇચ્છા હોય તો હવે નિર્ધારિત થયેલા સમયે દીક્ષા અપાશે જ. એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશકિતની યતિશ્રીને પ્રતીતિ થઈ હતી.
આત્મારામજી મહારાજ કેટલાંક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઇચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી. પરંતુ વિ. સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે) માં નક્કી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્ર વિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો,હાંફ ચઢતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ ના જેઠ સુદી સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચડ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભક્તો એમની પાસે દોડી આવ્યા. આસન પર બેસી અર્હત્, અર્હત્, એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યા ‘લો ભાઈ, અબ હમ ચલતે હૈં, સબકો ખમાતે હૈં.’ આટલું વાક્ય બોલી તેમણે આંખ મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા.
શ્રી આત્મારામજી મહારાજના બધા શિષ્યોમાં વડોદરાના શિષ્યો પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, શ્રી હર્ષવિજયજી વગેરેનું સ્થાન મહત્ત્વનું હતું અને તેમાં પણ પ્રશિષ્ય વલ્લભસૂરિ મહારાજનું નામ
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org