________________
લેવા તૈયાર થતા અને કેટલાક ગૃહસ્થો એમની પાસે આજીવન ચતુર્થ વતની-બ્રહ્મચર્યની બાધા લેતા.
આ વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજની ગુરુભકિતનો એક વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલો છે. ભાવનગરથી પોતાના ગુરુ મહારાજ શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુ બંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે તેઓ સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા હતા. પાલિતાણામાં મુકામ કર્યો હતો. એક દિવસ મૂલચંદજી મહારાજ ગુરુદેવને માટે દૂધ વહોરવા ગયા. કોઈક શ્રાવિકાને ઘરે જઈ દૂધ વહોર્યું. પરંતુ એ શ્રાવિકાએ ભૂલથી દળેલી ખાંડને બદલે દળેલું મીઠું નાખી દીધેલું. આ ભૂલની ખબર નહોતી શ્રાવિકાને કે નહોતી મૂલચંદજી મહારાજને. ઉપાશ્રયમાં આવ્યા પછી જ્યારે તેઓ ગોચરી વાપરવા બેઠા ત્યારે બુટેરાયજી મહારાજે દૂધનો ઘૂંટડો પીતાં જ કહ્યું, “મૂલા! મારી જીભ ખરાબ થઈ ગઈ લાગે છે. દૂધનો સ્વાદ કડવો લાગે છે.'
તરત ગુરુદેવના હાથમાંથી પાત્ર લઈને મૂલચંદજી મહારાજે દૂધ ચાખ્યું તો ખબર પડી કે દૂધમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયું છે. એટલે એમણે કહ્યું, ‘ગુરુદેવ, આપ એ દૂધ પીવું રહેવા દો. હું એ દૂધ પી જઈશ.'
ત્યાં વૃદ્ધિચંદ્રજી મહારાજે દૂધનું પાત્ર લઈ લીધું અને કહ્યું, આ દૂધ તમારા બંનેને પીવાને યોગ્ય નથી. વળી પરડવાથી જીવહાનિ થવાનો સંભવ છે. માટે હું જ આ દૂધ પી જાઉં છું. એમ કહી તેઓ બધું દૂધ પી ગયા. બુટેરાયજી મહારાજ તથા મૂળચંદજી મહારાજ તો એ જોતા જ રહી ગયા.
વૃદ્ધિચંદ્રજી મહારાજે અપધ્ય દૂધ પી તો લીધું, પરંતુ એથી એમને ઝાડા થઈ ગયા. એમાંથી આગળ જતાં એમને સંગ્રહણીનો રોગ થયો, જે ઘણા ઔષધોપચાર કરવા છતાં જીવન પર્યત મટયો નહિ. એથી એમનું શરીર ક્ષીણ અને અશક્ત થઈ ગયું હતું.
સં. ૧૯૧૪ના વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસારી પિતા લાલા ધર્મયશજીના અવસાનના સમાચાર આવ્યા. મહારાજશ્રીએ એમના ઉપકારોનું સ્મરણ કર્યું. પરંતુ બધી સાંસારિક માયા હવે એમાણે ઉતારી નાખી હતી.
સં. ૧૯૧૫નું ચોમાસું વૃદ્ધિચંદ્રજી મહારાજે કેટલાક શ્રાવકોની વિનંતીથી ઘોઘામાં કર્યું. ત્યાં યતિઓનું જોર હતું. એટલે ઉપાશ્રયમાં ઊતરવા ન મળ્યું. તેઓ એક ગૃહસ્થને ઘરે ઊતર્યા. ત્યાંના યતિ દલીચંદજીએ એમને વ્યાખ્યાન વાંચવાની મનાઈ ફરમાવી. આવી પરિસ્થિતિ ઊભી થશે એ તેઓ જાણતા જ હતા. એનો સરળતાથી એમણે સ્વીકાર કરી લીધો. પણ દિવસે દિવસે શ્રાવકો વૃદ્ધિચંદ્રજીના રાગી થતા ગયા. વ્યાખ્યાન પણ ચાલુ થયું. અને પર્યપણમાં એમણે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચ્યું. ત્યારથી ઘોઘામાંથી યતિનો મહિમા ઓછો થઈ ગયો.
સં. ૧૯૧૬નું ચાતુર્માસ ભાવનગરમાં કરી તેઓ સં. ૧૯૧૭માં અમદાવાદ આવ્યા, કારણ કે ગુરુદેવ બુટેરાયજી મહારાજે હવે પંજાબ બાજુ વિહાર કર્યો હતો. અમદાવાદમાં વૃદ્ધિચંદ્રજી મહારાજે
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org