________________
કરી. એથી પિતાજી તથા મોટા ભાઈઓ એમને વારંવાર ધમકાવવા લાગ્યા. ક્યારેક મારવા લાગ્યા. તેમ છતાં તેની કોઈ અસર ન થઈ. કૃપારામ માન્યા નહિ. આથી ક્રોધે ભરાયેલા ભાઈઓએ શહેરના તહસિલદાર હાકિમ પાસે જઈને ફરિયાદ કરી. શહેરના શ્રીમંત વેપારી એટલે તરત ફરિયાદની અસર થઈ. તહસિલદાર શેખ જાતિનો મુસલમાન હતો. એણે સિપાઈઓને મોકલ્યા. કૃપારામને પકડી લાવીને કચેરીમાં પૂરવામાં આવ્યા. તહસિલદારે પણ કૃપારામને ધમકાવ્યા, સતાવ્યા, પણ કૃપારામે એમની સાથે સંસારની અસારતાની જ વાત કરી અને પોતે દીક્ષા લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે એમ કહ્યું. છેવટે તહસિલદાર પણ થાક્યા. એમણે લાલા ધર્મયશજીને બોલાવીને કહ્યું કે તમારો દીકરો કોઈ પણ રીતે માનશે નહિ. સંસારની અસારતા એને સમજાઈ છે. વૈરાગ્ય એના દિલમાં સાચી રીતે વરસ્યો છે. દીક્ષા લેવાનો એનો નિર્ધાર છે. એ લગ્ન નહિ જ કરે. માટે તમે એને દીક્ષા લેવાની રજા આપો એ જ બરાબર છે.
આ રીતે સમજાવવામાં, ધાકધમકી આપવામાં, હેરાન કરવામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. છેવટે માતાપિતાને લાગ્યું કે દીકરાને દીક્ષા આપવી જ પડશે એટલે તેઓએ નાછૂટકે સંમતિ આપી.
તે વખતે બુટેરાયજી મહારાજ વિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમનું ચાતુર્માસ દિલહીમાં હતું.
કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે માતાપિતા પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી. પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં. બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ થતો. કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોકલ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપજો.
કૃપારામ અને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજ પાસે અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઈ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્યા એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો, કારણ કે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ. વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાઈ જાય એની શી ખબર પડે ? એટલે અવસર બરાબર જાણી લઈ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩, સં. ૧૯૦૮ ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું.
ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું, કારણ કે દીક્ષા પછી થોડા દિવસે
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
૩૫ www.jainelibrary.org