________________
દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજ ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં.૧૯૪૫ ના માગસર વદ-૬ (મારવાડી મિતિ પોષ વદ ૬) ના દિવસે મૂળચંદજી મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પોતાનો અંતિમ સમય પારખી ગયા અને અનશન સ્વીકારી લીધું. તેઓ બોલ્યા भाई वृद्धिचन्द्रजी ! अब तो हम चले। सबको सम्हालना हम जिन शासनकी प्रभावना उपासना
जो कुछ बन पडी, सो कर ली अब तुम ही सब सम्हालना बस ! नमो अरिहंताणम् ॥ બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમાણે ૧૯ વર્ષની વયે દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરના અગ્નિસંસ્કાર કર્યો. જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સીધાવ્યા. દાદાસાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિસંસ્કારના સ્થળે ત્યારપછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું.
મુક્તિવિજયજી ગણિવર્યને એટલે કે મૂળચંદજી મહારાજને ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. એમના કાળધર્મ વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજ બોલી ઊઠયા કે મારું તો છત્ર ગયું છે. એ વખતે આત્મારામજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર સાંભળતાં જ તેમણે પોતાના સાધુઓને ગંભીર સ્વરે કહ્યું, साधुओ, शासन का सम्राट चला गया। वे बडे थे, बडे गंभीर गुणज्ञ और समयज्ञ थे।
इनमें शासनके नेता बनने के गुण थे और वो ही शासन के सच्चे शिरताज थे।
મુકિતવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં કેટલાંક ગીતો લખાયાં છે. એમાંથી થોડીક પંક્તિઓ જુઓ જય મુકિતવિજય ગણિ મહારાજા,
જય મૂળચંદ ગણિ મહારાજા, જય તપાગચ્છક નાયક તાજા,
શાસન સમ્રાટ ગુરુરાજા.
મહાવીર વચન કે સુભટ થે,
મલ્લાહ જિન શાસન નૈયાકા, ચારિત્ર સુદર્શન ગુણ બઢે એસે,
ગુરુદેવકો વંદન હો ! તેમને અંજલિ આપતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજે લખ્યું છે :
ગુરુ બ્રહ્મચારી ધર્મધારી મહાવતી ગુણપાવના પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના શ્રી જૈનશાસન એક છત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુકિતવિજય ગણીંદ્ર ગુરુનાં ચરણોમાં હો વંદના.'
પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ Jain Education International
૩૩ www.jainelibrary.org
For Private & Personal Use Only