________________
હતા. મૂળચંદજી મહારાજ આજ્ઞાપાલનમાં કેટલા ચુસ્ત હતા તે આ ઉપરથી જણાઈ આવે છે. પોતે પાણ ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો બોલ આજ્ઞાની જેમ ઉઠાવતા. ગુરુમહારાજનો અમદાવાદથી એક વખત ભાવનગર પત્ર આવ્યો કે તરત જ ઉનાળામાં ભરબપોરે પોતે અમદાવાદ તરફ વિહાર ચાલુ કરી દીધો હતો.
મુક્તિવિજય ગણિ-મૂળચંદજી મહારાજ વિશે કેટલાક પ્રસંગો મુનિ દર્શનવિજયજીકૃત “આદર્શ ગચ્છાધિરાજ'માં નોંધાયા છે. કેટલાક પ્રસંગો અનુશ્રુતિથી પ્રાપ્ત છે. અહીં એવા કેટલાક પ્રસંગો આપ્યા છે.
મૂળચંદજી મહારાજ યુવાનોને દીક્ષા આપી સમુદાયની વૃદ્ધિ કરતા હતા. તેની સામે અમદાવાદમાં કેટલાકે વિરોધ વ્યકત કર્યો અને નગરશેઠ પાસે સંઘ ભેગો કરાવી તેમાં પં. દયાવિમળજી, પં. રત્નવિજયજી ગણિ અને ગણિવર્ય મૂળચંદજી મહારાજ વગેરે બધા મહાત્માઓને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું હતું. તે સભામાં એક વૃદ્ધ શેઠે ઊભા થઈ હિંમતપૂર્વક ફરિયાદ કરી કે, મુક્તિવિજયજી મહારાજ માતા-પિતાની રજા વગર જેને-તેને મૂંડી નાખે છે તે બરાબર નથી. સભામાં આ રીતે કેટલોય ઊહાપોહ થયો, એટલે મૂળચંદજી મહારાજે ઊભા થઇ કહ્યું કે સંઘ જે નિર્ણય કરશે તે આજ્ઞા તરીકે હું માથે ચડાવીશ. પરંતુ આ બાબતમાં ઉતાવળો નિર્ણય ન થાય તે જોવા વિનંતી છે. પાટ ઉપર બિરાજમાન સર્વ મહાત્માઓ પ્રત્યે તમને બધાને અત્યંત પૂજ્યભાવ છે એ હું જાણું છું. તમારી હાજરીમાં જ હું એ બધાને પૂછું છું કે તેમાંથી કોણે કોણે પોતાનાં માતાપિતાની રજા લઈને દીક્ષા લીધી હતી ? એક પછી એક સાધુ ભગવંતોને સંઘ સમક્ષ પૂછવામાં આવ્યું અને એ બધામાંથી એક પણ સાધુ ભગવંતે એમ કહ્યું નહિ કે પોતે માતા-પિતાની રજા લઈને દીક્ષા લીધી છે. એ જાણી સંઘના આગેવાનોને પણ આશ્ચર્ય થયું. મૂળચંદજી મહારાજે પોતાના પંજાબી બુલંદ અવાજથી પછી સંઘને કહ્યું, તમે બધા જોઈ શકો છો કે તમને જેમના તરફ અત્યંત પૂજ્યભાવ છે અને જેમના વડે શાસનની શોભા છે એવા આપણા આ બધા જ બિરાજમાન પૂજ્ય સાધુ ભગવંતોએ દરેકે પોતાનાં માતાપિતાની રજા વગર દીક્ષા લીધી છે. તેઓએ ભલે એવી રીતે દીક્ષા લીધી હોય પરંતુ આજે તેઓ સંઘના પૂજ્ય બન્યા છે અને તેમને જોઈને તેમનાં માતા-પિતા પણ આજે તો બહુ રાજી થાય છે. દીક્ષા માટે રજા જરૂરી છે પરંતુ આ વિષમ કાળમાં એવાં વિવેકી અને જ્ઞાની માતા-પિતા ક્યાં છે કે જે પોતાના પુત્રને દીક્ષા માટે સહર્ષ રજા આપે. આપણને સારા સારા સાધુઓ જોઈએ છે, શાસનના સૂત્રધારો જોઈએ છે, પરંતુ ચેલાઓ ઝાડ ઉપર કંઈ ઊગતા નથી, કે હલાવીને પાડી લેવાય. એ તો તમારામાંથી જ આવવાના છે, અને તમે જો એને આવવા નહિ દો તો પરિસ્થિતિ કેવી થશે તેનો વિચાર કરે. માટે રજા સિવાય દીક્ષા આપવી નહિ એવો ઠરાવ કરવા કરતાં જેને દીક્ષા લેવાની ભાવના હોય તેને માતા-પિતા માટે નહિ, ત્રાસ ન આપે, સાધુ પાસે આવતાં ન અટકાવે એવો ઠરાવ કરવો જોઈએ.
-
-
-
-
1 -
પંજાબના ચાર ક્રાંતિકારી મહાત્માઓ Jain Education International
૨૫ www.jainelibrary.org
For Private & Personal Use Only