________________
મળવા આવનાર યુવાનને એમની પાસેથી ખસવાનું મન ન થાય. દીક્ષાની શકયતા જણાય ત્યાં તેઓ વિલંબ કરતા નહિ. જ્યાં દીક્ષાર્થીની સંમતિ હોય, પરંતુ સ્વજનોનો વિરોધ હોય ત્યાં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ સાથે એવી યોજના કરી હતી કે ગુજરાતના એવા દીક્ષાર્થીઓને પંજાબ મોકલવામાં આવે અને ત્યાં આત્મારામજી મહારાજ દીક્ષા તેમને આપે અને પંજાબના એવા દીક્ષાર્થીઓ હોય તો તેમને ગુજરાતમાં મોકલવામાં આવે અને તેમને મૂળચંદજી મહારાજ દીક્ષા આપે. આ રીતે થોડાંક વર્ષોમાં જ સાધુઓની સંખ્યા જે ૨૫-૩૦ ની હતી તેમાંથી એકસો ઉપર થઈ ગઈ. આમ છતાં જોવાનું એ હતું કે મૂળચંદજી મહારાજ જેને પણ દીક્ષા આપે તેને પોતાનો ચેલો ન બનાવતાં બુટેરાયજી મહારાજનો અથવા વૃદ્ધિચંદ્રજી મહારાજનો ચેલો બનાવતા, એટલે કે પોતાના હાથે થનાર નવદીક્ષિત સાધુને પોતાના શિષ્ય તરીકે સ્થાપવાને બદલે પોતાના ગુરુભાઈ તરીકે સ્થાપીને પોતાનો આદર નવદીક્ષિત પ્રત્યે વ્યકત કરતા. પૂ. આત્મારામજી મહારાજે પોતાની ગામઠી હિંદી ભાષામાં એમને કહ્યું, “મેં તુમ્હારા શિષ્ય હોનેકું આયા હું.” પરંતુ આત્મારામજી મહારાજને પણ સંવેગી દીક્ષા આપ્યા પછી અને તેમનું નામ મુનિ આનંદવિજય રાખ્યા પછી તેમને પોતાના શિષ્ય ન બનાવતાં પોતાના ગુરુભાઈ બનાવ્યા એટલે કે બુટેરાયજી મહારાજના શિષ્ય બનાવ્યા. મૂળચંદજી મહારાજનો આ એક ઘણો મોટો ગુણ હતો. એટલા માટે આત્મારામજી મહારાજે પોતે રચેલી પૂજાની ઢાળમાં મુકિતવિજયજી મહારાજને સંપ્રતિ રાજા તરીકે બિરદાવતાં લખ્યું છે
मुक्ति गणि संप्रतिराजा,
મુક્તિ વં;
तस लघु भ्राता आनंदविजय. મૂળચંદજી મહારાજે ભાવનગર, પાલનપુર, વડોદરા, શિહોર, પાલિતાણા, અમદાવાદ એમ ગુજરાતમાં ઘણાં સ્થળે ચાતુર્માસ કર્યા. તેઓ જ્ઞાન-ધ્યાનમાં પણ એટલા જ મગ્ન રહેતા. તેઓ સાધુસાધ્વીઓને નિયમિત વાચના આપતા. તેઓ રોજ ઓછામાં ઓછા ત્રણ કલાક તો ધ્યાન ધરતા હતા. તેમણે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યું ત્યાંનાં સંઘો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. શિહોર જેવા નાના ક્ષેત્રમાં પણ તેમના ચાતુર્માસથી વાતાવરણ ઘણું પ્રોત્સાહિત થયું હતું. શિહોરમાં તેઓ ગામની પાસેની એક ટેકરી (જે શત્રુંજયની મરુદેવા ટુંક તરીકે ઓળખાય છે) ઉપર બપોરે ધ્યાન ધરવા જતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજના આગ્રહથી છેવટે મૂળચંદજી મહારાજને પોતાના કેટલાક શિષ્યો કરવા પડ્યા હતા, જેમાં હંસવિજય, ગુલાબવિજય, કમલવિજય, થોભણવિજય, દાનવિજય વગેરે મુખ્ય હતા. મૂળચંદજી મહારાજે સંઘની વારંવાર વિનંતી છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી અને જીવનના અંત સુધી ગણિ રહ્યા હતા. તે દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ હતી. અને આવા મહાન શાસનપ્રભાવકનો ફોટો લેવડાવવા માટે શેઠ પ્રેમાભાઈ અને બીજાઓએ બહુ આગ્રહ કર્યો હતો, પરંતુ
૨ ૩
પંજાબના ચાર ક્રાન્તિકારી મહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org