________________
પણ અનુરાગી હતા. ગંગારામજીએ બુટેરાયજીને સમજાવવા માટે મોહોરસિંહને મોકલ્યા. મોહોરસિંહ બુટેરાયજી પાસે આવ્યા અને મુહપત્તીની ચર્ચા કરી. બુટેરાયજીએ કહ્યું, ‘ભાઇ મોહોરસિંહ તમે સૂત્રસિદ્ધાંતના અભ્યાસી છો. તમે એમાંથી મુહપત્તી મોઢે બાંધવાનો પાઠ બતાવો તો હું મુહપત્તી મોઢે બાંધી લઇશ.'
તેઓ બંને વચ્ચે મુહપત્તી વિશે શાસ્ત્રનાં વચનોની ચર્ચાવિચારણા થઇ. એથી મોહોરિસંહને ખાત્રી થઇ કે મુહપત્તીની મોઢે બાંધવાની વાત જિનાગમમાં કયાંય આવતી નથી. એટલે એમણે કહ્યું ‘ગુરુદેવ, આપની વાત સત્ય છે. હું સ્વીકારું છું. પરંતુ અહીંનું વાતાવરણ પ્રતિકૂળ છે. અહીં આપનું અપમાન થવાના સંજોગો છે. જો અમે આપના પક્ષે રહીએ તો અમારે પણ તકલીફ ભોગવવાની આવે, માટે આપ મુહપત્તી મોઢે બાંધી લો તે સારી વાત છે.' પરંતુ બુટેરાયજીએ તેમ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
મોહરસિંહે આવીને ગંગારામજીને કહ્યું કે બુટેરાયજી મુહપત્તી મોઢે બાંધવાની સ્પષ્ટ ના કહે છે. તેઓ પોતાની શ્રદ્ધામાં અને પોતાના નિશ્ચયમાં બિલકુલ અડગ છે.
બીજે દિવસે અંબાલા શહેરમાં એક સ્થાનકમાં બધાં સાધુ-સાધ્વી એકત્ર થયાં અને તેઓએ શ્રાવકોની સભા ભરીને કહ્યું, બુટેરાયજી જો આવતી કાલે સવારે પતિક્રમણ કરતી વખતે મોઢે મુહપત્તી ન બાંધી લે તો તે જ વખતે એમનો વેશ છીનવી લઇને, એમને નગ્ન કરીને અને મારીને સ્થાનક બહાર કાઢી મૂકીશું.
સભાનો આવો નિર્ણય જાણીને બુટેરાયજીના અનુરાગી શ્રાવકો મોહોરસિંહ, સરસ્વતીદાસ વગેરેને લાગ્યું કે આ બરાબર નહિ થાય. એમાં શાસનની અવહેલના થશે. જૈન સાધુ-સમાજની કોઇ શોભા નહિ રહે. માટે તેઓ રાતને વખતે બુટેરાયજી પાસે પહોંચ્યા, તેઓએ કહ્યું, ‘ગુરુદેવ, આપને માથે ભયંકર સંકટ છે. માટે આપ સૂર્યોદય પહેલાં શહેરમાંથી વિહાર કરી જજો અને પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ પછી ત્યાં કરજો.’
બુટેરાયજીએ તેમને કહ્યું, ‘ભાઇઓ, આવી રીતે ગભરાઇને હું કેટલા દિવસ રહી શકું? મને કોઇનો ડર નથી. માટે સવારે જયારે બધા લોકો મારો વેશ ઉતારવા આવે ત્યારે તમે મને બચાવવા આવશો નહિ. હું મારું સંભાળી લઇશ. હું જાટનો દીકરો છું. મને કોઇ હાથ અડાડશે તો હું જોઇ લઇશ. હું તો એકલો છું. મારી પાછળ કોઇ રોવાવાળું નથી. જે શ્રાવકો મારો વેશ ઉતારવવા આવે તેઓને કહેજો કે પોતાની બેરીનાં બલોયાં ફોડીને મારી પાસે આવે. અહીં રાજ અંગ્રેજનું છે. મારો વેશ કોઇ ઉતારશે તો તેને પૂછનાર પણ કોઇ સત્તાવાળા હશે ને? મારે કાંઇ ડરી જવાનું કારણ નથી. હું મારા નિર્ણયમાં અડગ છું. જેઓ વેશ છીનવી લેવા આવે તેઓને કહેજો કે તેઓ પોતાનું ઘર સંભાળીને આવે. વગર લેવેદેવે સરકાર તરફથી તેમને કંઇ તકલીફ ન થાય.’
પંપના થઇ ચિારી પા વાટો
Jain Education International
For Private & Personal Use Only
૧૩ www.jainelibrary.org