________________
કોઈ માટે રહેલી વાસનાઓનો પરિચય થતો. તેઓ ઘરે આવીને પોતાની માતાને દરેકના અનુભવની વાત કરતા. માતા તેમને આશ્વાસન આપતાં કહેતી કે “બેટા, ભલે મોડું થાય, ભલે જવા-આવવાનો ખર્ચ વધુ થાય, પણ તું ફિકર કરતો નહિ. આ ઘર તારું જ છે. માટે સદ્ગુરુની શોધમાં ઉતાવળે નિર્ણય લેતો નહિ.'
આ રીતે બુટાસિંહે પંજાબમાં ઠેઠ કાંગડા અને કુલુમનાલી સુધી અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર સુધી સાત-આઠ વર્ષ સુધી ઘણી રખડપટ્ટી કરી, કેટલાય સંન્યાસી, ફકીર, લિંગિયા, નાથ, જોગી વગેરેનો સંપર્ક કર્યો, પરંતુ ક્યાંય એમનું મન ઠરતું નહિ. ઘણાખરા તો ગાંજો, ચરસ, અફીણ, ભાંગ વગેરેના વ્યસની હતા. કેટલાક તો ધન-દોલત અને પરિવારવાળા હતા. એમનું અંગત જીવન જોઈને એમની પાસે સંન્યાસ લેવાનું મન થતું નહિ. એમ કરતાં બુટાસિંહની ઉમર ચોવીસ વર્ષની થવા આવી.
એક દિવસ કોઈની પાસે બુટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઉંચી કોટિના છે. બુટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાવાળા તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ટોળા કે ટોળી શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ કે રીખ શબ્દ વપરાતો. પંજાબમાં ત્યારે સ્થાનકવાસી સાધુઓના મુખ્ય બે સમુદાય હતા- બીસ તોલા અને બાઈસ તોલા. ઋષિ મલકચંદજીના ટોળાના ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બુટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બુટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બુટાસિંહનો સંયમની રુચિ અને શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને મુનિ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી.
ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બુટાસિંહ દિલહી ગયા. દિલ્હીમાં ગુરુ મહારાજ નાગરમલજીએ એમને વિ.સં. ૧૮૮૮માં ૨૫ વર્ષની ઉમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બુટેરાયજી મહારાજ રાખવામાં આવ્યું.
બુટેરાયજી મહારાજે પોતાના ગુરુ મહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરિમયાન નાગરમલજી આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાન આપતા હતા. એ વ્યાખ્યાન બુટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુ મહારાજ
શ્રી વિજયાનંદિ સ્વર્ગાએiાગ શતાબ્દી વંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org