________________
સુવ્યાખ્યાતા, પંડિતરત્ના
પૂજ્ય સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી મહારાજ
૫૨મ વિદુષી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી નાનાબહેન અને શિષ્યા સાધ્વીશ્રી સુમંગળાશ્રીજીનો જન્મ વિ. સં. ૧૯૭૬માં થયો હતો. સાત વર્ષની વયે માતાની શીળી છાયા ગુમાવી. પિતા બબલદાસભાઈની વાત્સલ્યભરી હૂંફમાં જીવન જીવતાં ગુજરાતી ૭ ધોરણ સુધી અભ્યાસ કર્યો. યોગ્ય વયે શ્રી બોરિયાવીના વતની બાબુલાલ અમથાલાલ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં પરંતુ તેમનું મન તો પ્રથમથી જ મોટીબહેન જેમ વૈરાગ્યવાસિત હતું. નાનપણથી જ મોટીબહેન સાથે દીક્ષા લેવાની ભાવના હતી પણ ઉદયમાં ન આવતા સંસારી જીવનમાં સમય વિતાવવાનું લખ્યું હશે તે ૧૮ વર્ષ સંસારમાં રહીને સર્વને સંતોષ આપ્યો. પણ સંતાનયોગ હિ થવાથી વૈરાગ્યનો માર્ગ મોકળો થયો. બાર વર્ષના લગ્નજીવન પછી, પોતાના હાથે જ પતિના બીજા લગ્ન કરાવી, તેમની સાથે બીજા છ વર્ષ ગાળી, દીક્ષા અંગીકાર કરવાની ભાવનાને જાહેર કરી.
વિ. સં. ૨૦૦૭નું ચાતુર્માસ મોટાબહેન સાથે પાલીતાણા કર્યું. દરમ્યાન શ્વસુરગૃહે પત્ર લખીને જણાવ્યું કે, મને સત્વરે દીક્ષા આપો, નહિતર હું જાતે જ દીક્ષા લઈશ. પતિ ગભરાતાં ગભરાતાં પાલીતાણા આવ્યા. બાબુભાઈને શાંતિથી સમજાવવામાં આવ્યા. અંતે તેઓ માન્યા અને શાંતાબહેનને દીક્ષાની અનુમતિ મળી. ચોમાસું પૂર્ણ થતાં પૂજ્ય ગુરૂજી ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના બોરિયાવી ગામે પધાર્યા. ત્યાં પૂજ્ય શ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૮ના મહા સુદ વસંતપંચમીને શુભ દિને, અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધૂમથી શાંતાબહેનનો દીક્ષા મહોત્સવ ઉજવાયો. સંસારી મોટાબહેન પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના બીજા શિષ્યા તરીકે સાધ્વી શ્રી સુમંગળાશ્રીજી નામે ઘોષિત થયાં.
વડી દીક્ષા થયા બાદ, પૂજ્યશ્રી સાધુજીવનમાં અને સાધુ ક્રિયાઓમાં ઓતપ્રોત બની ગયાં. પ્રકરણજ્ઞાનનો તો પહેલાંથી અભ્યાસ હતો. સંસ્કૃતના બે પુસ્તકો એવા કડકડાટ કંઠસ્થ કર્યાં કે બીજાને ભણાવતાં જરા પણ થાકતાં નહીં. એવી જ રીતે, તેઓશ્રીએ વક્તૃત્વશક્તિનો પણ સારો એવો વિકાસ કર્યો. સમજૂતીપૂર્વક વ્યાખ્યાન આપવાની
૮૪
સંઘસૌરભ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only