________________
તેઓશ્રી પૂજ્ય ગુરૂનિશ્રામાં ભણતર થોડું ભણ્યાં; પણ ગણતર વિશેષ ભણ્યાં. એ જમાનામાં પણ તેમણે દૃઢ મનોબળ અને સાચી સમજણથી આત્મબળ વિકસાવીને વ્યવહાર ચલાવતાં. પરિણામે તેમની છાપ પડતી. શાસન પ્રત્યેની અજબ શ્રદ્ધાના બળથી સમજી શક્યાં હતાં કે ‘મહાવીર કરતાં કોઈ મોટું નથી.' તેમનાં ગુરૂણી પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ તો સરલ સ્વભાવી અને આત્માર્થી જીવ હતાં. મોટાં શિષ્યાઓને છોડી શકે તેમ ન હતા. મોટાં ગુરૂબહેન પૂજ્ય શ્રી ગુણશ્રીજી મહારાજ સારા વિદ્વાન હતાં. બીજા ગુરૂબહેનો એમને અનુસરે એવી એમની છાપ હતી. તેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકો વાંચતા તેથી આગમગ્રંથોનું વાંચન છૂટી ગયું. તેઓ વ્યક્તિરાગમાં આવી ગયાં. નાનકડાં ખાંતિશ્રીજીને આ વાતનો વાંધો હતો. ‘મહાવીર કરતાં કોઈ મોટું નથી.' એ ભાવમાં રમતાં પૂજ્યશ્રી ખાંતિશ્રીજી મહારાજ ગુરૂપરિવારથી અલગ વિચરવા લાગ્યાં. પૂજ્યશ્રી ધનશ્રીજી નામનાં એક સાધ્વીજી તેમને શિષ્યા રૂપે સમર્થ સહાયક મળી ગયાં. સ્વયં ક્ષયોપશમથી વ્યાખ્યાન આપવાની કળા કેળવી લીધી. એમનાં બોધક વચનો, સાંભળનારના મનમાં પ્રબોધક બની જતાં. વિ.સં. ૧૯૯૦માં ફાગણ સુદ ત્રીજને દિવસે ઉનાવાસી ધર્મપરાયણ શ્રી બબલદાસ ન્યાલચંદની સુપુત્રી શક૨ીબહેન ૧૬ વર્ષની વયે દીક્ષિત બની તેમનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રીએ એ શિષ્યાને સાધુધર્મની સારી કેળવણી આપી. આગમજ્ઞાન ભણાવી વિદ્વાન બનાવ્યાં. પંડિતો રોકીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ભણાવી ઊંડું શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એ શિષ્યા એટલે સાધ્વી સુનંદાશ્રીજી.
આ ગુરૂશિષ્યાની જોડીએ વિરલ વ્યક્તિ ઉપસાવી, પ્રખર વક્તૃત્વશક્તિથી ધર્મસભાઓ ગજાવવાનો આરંભ કર્યો. બંને એકબીજાના પૂરક અને પ્રેરક બની જૈનશાસનની અને શ્રી પાર્શ્વચંદ્રગચ્છની શોભા વધા૨વા માટે સમુત્સુક બન્યાં, જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં તેઓશ્રીની નિશ્રામાં ધર્મની અજબ છાયા ફરી વળવા માંડી.
તેઓશ્રીએ ઘણાં પુસ્તકો લખ્યાં અને વાંચન દ્વારા સંગ્રહીત ઘણી પુસ્તિકાઓ-પત્રિકાઓ બહાર પાડી. સંશોધન-બુદ્ધિથી ઘણા પ્રશ્નો ઉઠાવીને ‘સાધ્વી-વ્યાખ્યાન-નિર્ણય' નામે પુસ્તકની રચના કરી, એમાં ધર્મધુરંધર જ્ઞાની ગુરૂભગવંતોને ઘણા પ્રશ્નો પૂછ્યા. કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, ગુજરાતમાં અનેક આત્માઓને પ્રતિબોધ આપી ધર્મભાવમાં સ્થિર કર્યા. વિ.સં. ૨૦૧૦માં બે કુમારિકાના દીક્ષા પ્રસંગે ધ્રાંગધ્રા શહેરમાં વિશાળ સંઘની તેમજ ગામોગામનાં આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂજ્ય મુનિપ્રવર શ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજને પ્રવર્તિની પદથી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્ય પ્રવર્તિનીશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધર્મધજા લહેરાઈ ઊઠતી. એક એકથી ચડિયાતાં ચાતુર્માસોમાં કચ્છ–ભુજનું ચાતુર્માસ ખૂબ જ ધર્મપ્રભાવક રહ્યું હતું. તેમના બંનેના વ્યાખ્યાનોના વખાણ સમસ્ત શહેરમાં વ્યાપી વળી, અંતે રાજદરબાર સુધી પહોંચી ગયા. પરિણામે, રાજા સિવાય સર્વે રાજપરિવાર તેમની ધર્મવાણીનો લાભ લેવા આવી ગયેલ. એવી જ રીતે, નલિયા ગામનું ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક રહ્યું હતું. શેઠાણી બાંયાબાઈ આદિ સમસ્ત પરિવાર પૂજ્યશ્રીનું નામ સાંભળતાં આર્દિત બની શિર ઝુકાવી જતાં એવો પૂજ્યશ્રીનો પ્રભાવ હતો. માળિયા આદિ ગામોમાં માનનીય અને વંદનીય ગુરૂ તરીકે છવાઈ ગયેલાં. પૂજ્ય ગુરૂવર્યા ખાંતિશ્રીજી મહારાજને રાણીવાસમાં ધર્મોપદેશ માટે નિમંત્રણવામાં આવતાં. માળિયાના સમસ્ત રાજપરિવાર તેમને ગુરૂસ્થાને માને છે. ત્યાંનાં મહારાણી શ્રી દિલહરકુંવરબા તેમજ તેમનાં સાસુ અને અન્ય રાજપરિવારને વન્ય પ્રાણીઓના શિકાર ન કરવાના નિયમો આપી ૫૨મ ઉપકારી બનાવ્યા છે. સૌ ગુરૂમહારાજનો ઉપદેશ યાદ કરીને નિયમ પાળવામાં પ્રતિજ્ઞાબદ્ધ છે. આમ, એક એક ચાતુર્માસની વિગતો આપવામાં આવે તો મોટા મોટા ગ્રંથો લખાય તેમ છે! એવી આ ગુરૂશિષ્યાની અજોડ શાસનપ્રભાવના છે.!
૭૪
Jain Education International
For Private & Personal Use Only
સંઘસૌરભ www.jainelibrary.org