________________
એ પંથના રંગે રંગાયાં અને અન્ય દીક્ષાર્થી બહેનોને પણ એ સંપ્રદાય પ્રત્યે દોરવા માંડ્યાં. એને લીધે તેમનાં નાનાં ગુરુબહેન પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ તેમનાથી અલગ વિચર્યા. પૂજ્ય શ્રી લાભશ્રીજી મહારાજ વાંકાનેર મુકામે કાળધર્મ પામતાં ગુણશ્રીજી મહારાજ સોનગઢવાસી બની ગયાં; સાધુવેશ ત્યજીને સફેદ વસ્ત્રો ધારણ કરીને ત્યાં જ સ્થિર વસવાટ કર્યો. હાલ પૂજ્ય શ્રી સુશીલાશ્રીજી સોનગઢ વસે છે.
પૂજ્ય લાભશ્રીજી મહારાજ પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના સંસારી સંબંધે સગાં ફુઈ હતાં. એ સંબંધે તેમણે તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. તેમનો પરિવાર વટવૃક્ષ માફક વિસ્તર્યો. આ પરિવારમાં શિષ્યા-પ્રશિષ્યા અને તેમની પણ શિષ્યાઓ થઈ. જેમાં કોઈ સમર્થ લેખિકા બની, વક્તા બની; બે પ્રશિષ્યાઓએ ૫૧ ઉપવાસની પ્રખર તપસ્યા કરી, ઘણાંએ માસક્ષમણ, અઠ્ઠાઈ, સોળ, વશ, એકવીશ, વરસીતપ, વીશસ્થાનક તપસ્યાઓ કરી, ઘણાં શિખરજી સુધી, ઘણાં રાજસ્થાન-આબૂ સુધી, ઘણાં જેસલમેર સુધી, ઘણાં મહારાષ્ટ્રમાં જુન્નર-મંચર-પૂના-આંબે ગામ સુધી દીર્ઘ અને ઉગ્ર વિહાર કરનારાં સાધ્વીજીઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહરતો આ પરિવાર શ્રી પાર્શ્વચંદ્રગચ્છનું નામ રોશન કરી રહ્યો છે અને શાસનની સતત અને અનેકવિધ પ્રભાવના કરી રહ્યો છે!
એવાં એ સમૃદ્ધ પરિવારના પ્રવર્તક સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના!
મહાતપસ્વી શ્રી પંજાષિ
શ્રી પાર્વચંદ્રગચ્છના આચાર્ય શ્રી વિમલચંદ્ર સૂરિના શિષ્ય શ્રી પૂંજાષિએ ૩૮ વર્ષના દીક્ષા-પર્યાયમાં કુલ ૧૧૩૨૧ (બીજી ગણતરી પ્રમાણે ૧૨૩૨૨) ઉપવાસ કર્યા હતા. શ્રી પાર્શ્વયંદ્રગચ્છના શ્રી લભટમુનિ થિત 'પૂંજાત્રાષિ શાસ’ અને ખરતરગચ્છના શ્રી સમયસુંદર ગણિ થિત પૂંજરાજ વાર્ષિ શસ'માં આ તપથાની વિગતો મળે છે.
ગુજરાતના રાંતેજ (ભોયણી પાસે) ગામમાં કડવા પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. વિ.સં. 1980માં દીક્ષા લીધી. સં. ૧૦0૮માં તેમનો સ્વર્ગવાસ થયો. અમદાવાદની શામળાની પોળમાં શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં શ્રી પૂંજાવદષિની પ્રતિમા છે અને તેના ઉપરના લેખમાં પણ તેમની ઉગ્ર તપથાનો ઉલ્લેખ છે.
૬૦
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only