________________
પૂજ્ય
પરમ તપસ્વિની
સાધ્વી શ્રી લબ્ધિશ્રીજી મહારાજ
Jain Education International
લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી ‘સુતેજ’
ચૌયાર્શી લાખ યોનિમાં આવાગમન પછી મનુષ્ય-અવતાર પ્રાપ્ત થવો દુર્લભ છે; અને મનુષ્યજીવનમાંય ધર્મમય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કોઈ ભાગ્યશાળી આત્માને જ આ યોગાનુયોગ પ્રાપ્ત થાય છે. પૂજ્ય શ્રી લબ્ધિીશ્રીજી મહારાજનું જીવન એનું જ્વલંત દૃષ્ટાંત છે. કારણ કે વિ. સં. ૧૯૨૪માં પૂજ્યશ્રીનો જન્મ કચ્છના ડોણ ગામમાં થયો હતો. પિતાનું નામ દેશરભાઈ અને માતાનું નામ ખીમઈબાઈ હતું. માતાપિતાએ લાડલી પુત્રીનું નામ લાધીબાઈ પાડયું હતું. માતા-પિતાના લાડકોડ વચ્ચે ઊછરતી લાધીબાઈને બાલ્યકાળમાં જ છોડીને માતા સ્વર્ગે સિધાવ્યા. તેથી લાધીબાઈને પોતાના મોસાળ નવાવાસ ગામે રહેવા મોકલ્યા. ત્યાં સુધર્મી શ્રાવિકાઓના સંપર્કમાં રહેવાથી તેમની ધર્મભાવના ખૂબ વિકાસ પામી.
લાધીબાઈ વયમાં આવતાં નવાવાસના જ નિવાસી વેલજીભાઈ ભીમાભાઈ સાથે તેમને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા પરંતુ અહીં પણ વિધિસંકેત કંઈક જુદો જ નિર્માણ થયો હતો. સંસારજીવનના થોડા જ સમયમાં અચાનક વેલજીભાઈનું અવસાન થયું. આ આઘાતથી લાધીબહેનના પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. ધર્મરાગી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા જીવન વિશેની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંસારને સફળ બનાવવા માટે ધર્મનું આરાધન જ શક્તિ આપે છે એની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંયમભાવના સુદૃઢ થતા દીક્ષા લેવાની ભાવના જાગી. યોગાનુયોગે સં. ૨૦૪૭માં જામનગર મુકામે કોડાયની ત્રણ બહેનોનો દીક્ષા-મહોત્સવ નિશ્ચિત થયો હતો. એની જાણ થતાં લાધીબહેન પોતાની બહેનપણી લાડુબહેન સાથે જામનગર પહોંચ્યા. આ દીક્ષા-મહોત્સવ નજરે જોતાં જ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. જામનગરથી કચ્છ સુધી ગુરૂદેવ સાથે વિહાર કર્યો. અને બીજી પણ બહેનો સાથે, આ બંને બહેનોનો દીક્ષા-મહોત્સવ કોડાય ગામે ઊજવાયો. પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યની નિશ્રામાં, પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા પૂજ્ય શ્રી લબ્ધિશ્રીજી અને પૂજ્ય શ્રી લાભશ્રીજી નામે ઉદ્ઘોષિત થયા. ત્યારબાદ યોગવહનપૂર્વક વડી દીક્ષા આપવામાં આવી.
સંઘસૌરભ
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org