________________
શાસન પ્રભાવક વાત્સલ્યમૂર્તિ પૂજ્ય સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ
લેખિકા : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી “સુતેજ'
કચ્છ – નવાવાસ (દુર્ગાપુર) ગામના વતની લાખણીબહેનને માતા-પિતાએ બાજુના ભારાપુર ગામે કોરશીભાઈ લધા નામે સદ્ગુહસ્થ સાથે લગ્નગ્રંથિથી જોડ્યાં હતાં પરંતુ એક જ વર્ષના ગૃહસ્થાશ્રમમાં કોરશીભાઈનું અકાળે, અચાનક અવસાન થતાં લાખણીબહેનનો જીવનમાર્ગ જુદી જ દિશામાં ફંટાયો. તેમને નાનપણમાં માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારો તો મળ્યા જ હતા, તેમાં આ આઘાતથી પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. પતિના અવસાનથી લાખણીબહેને સ્વસ્થતા જાળવી. સંસારમાં કોઈ કોઈનું નથી એવા ચિંતન-મનન દ્વારા દુ:ખદ સમયને સુખદ બનાવી દીધો. વળી ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યાં. ધાર્મિક વાંચન-મનનથી વૈરાગ્યવૃત્તિ જાગી અને ક્રમે ક્રમે દૃઢ બની અને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. કુટુંબીજનોની સંમતિ મેળવવામાં સફળ થયાં. એવામાં સં. ૧૯૪૮ના ફાગણ સુદ બીજે બીજી દીક્ષા થતી હતી, તેમાં પોતાનું નામ જોડી દીધું. પૂજ્ય શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી હસ્તક બે બહેનોની દીક્ષા થતી હતી, તેમાં પોતે પણ તૈયાર થઈ ગયાં. સંસારી વેશ ત્યજીને ચારિત્રવેશ ધારણ કર્યો. પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજના શિષ્યા તરીકે સાધ્વીજી લક્ષ્મીશ્રીજી નામથી જાહેર થયાં.
પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પંચમહાવ્રત અને પંચાચારનું પાલન કરતાં ગુરૂનિશ્રામાં ઘણો સમય વિચર્યા. અનુક્રમે પોતાનો પણ શિષ્યા-પરિવાર થતાં ગુર્વાજ્ઞાથી અલગ ચાતુર્માસ થતાં, ગ્રામ ગ્રામ વિચરતાં, સ્વ-પર કલ્યાણ સાધતાં અને શાસનપ્રભાવના કરતાં રહ્યાં અને નિજ કીર્તિધ્વજ ફરકાવતાં રહ્યાં.
પૂજ્યશ્રી સ્વાધ્યાય અને સાધનામાં નિમગ્ર રહેતા. બહેનો અને બાલિકાઓને પ્રેમથી અને ખંતથી ધાર્મિક અભ્યાસ કરાવતા. તેમનું વાત્સલ્યભર્યું વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તેમજ પ્રસન્નમધુર ચહેરો અન્ય પર પ્રથમ દૃષ્ટિએ જ પ્રભાવ પાથરતાં. જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં સૌના દિલ જીતી લેતાં. ઘર્મરાગી જનોને ધર્મભાવમાં સ્થિર કરતાં. વૈરાગ્યભાવી જનોને પ્રતિબોધી સંયમમાર્ગે સંચરવા પ્રેરણા આપતા. તેથી થોડા સમયમાં સૌમાં પ્રિય થઈ પડ્યાં સંઘસૌરભ
૧ ૫૫ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org