________________
ગુરુદેવની નિશ્રામાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી જૈન આગમશાસ્ત્રોનું અધ્યયન મનન કર્યું. દીક્ષા દિવસથી હમેંશ એકાસણા ચાલુ છે. અને તેમાં પણ છેલ્લા ૯ વર્ષથી ફક્ત ચાર દ્રવ્યથી એકાસણું કરે છેઃ દાળ-રોટી–પાણી ને દૂધ. ૨સેન્દ્રિયને સંયમીત બનાવી દીધી છે, ધન્ય છે એમના રસ વિજયીપણાને. દીક્ષા લીધી છે ત્યારથી ચાતુર્માસ પ્રારંભથી પર્યુષણ સુધી સંપૂર્ણ મૌન અને ત્યારબાદ દર્શનાર્થીઓ માટે ફક્ત ૧ કલાક જેટલી જ છૂટ રાખી મૌનવ્રત આરાધે છે. આપશ્રીજીની વાણી ખૂબજ તેજસ્વી અને ઓજસ્વી છે. એકવાર જે એમનું પ્રવચન સાંભળે તે એમનાથી આકર્ષાયા વિના રહે નહીં. સ્વયં અંતર્મુખી સાધનાના સ્વામી હોવાથી પ્રવચનમાં પણ અધ્યાત્મનો આસ્વાદ આવ્યા વિના નથી રહેતો.
પૂજ્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ આદિ વિવિધ પ્રાંતોમાં યશસ્વી ચાતુર્માસો કરીને ધર્મનો સંદેશ ફેલાવ્યો છે. છેલ્લે કલકત્તા હાવડામાં ચાતુર્માસ ક૨ી મોટી ખાખર શ્રીસંઘની વિનંતીનો સ્વીકાર કરી બંગાલથી ઉગ્રવિહાર કરી કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરતાં કચ્છની ધરતી પર પ્રથમવાર પધારી મોટી ખાખર પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી અને મોટી ખાખરમાં જ પ્રથમ ચાતુર્માસ કરી જનતાને ધર્મલાભ આપ્યો. કચ્છના દરેક સંઘોની પૂજ્યશ્રીને પોત-પોતાના ગામમાં ચાતુર્માસ કરવાની વિનંતીઓ થઈ રહી છે. પૂજ્યશ્રી આત્મસાધનામાં આગળ વધતા રહી શ્રીસંઘને ધમસંદેશનો લાભ દીર્ઘકાલ સુધી આપતા રહે એવી શાસનદેવોને પ્રાર્થના.
૫૨
પાર્શ્વચંદ્રગચ્છના ચમકતા સિતારાઓમાંના એક છે પૂ. મુનિ શ્રી પુન્યરત્નચંદ્રજી મહારાજ. खुशियों की रवानी हरपल मुबारक हो आपको,
कामयाबी की नेमत रहे हर कदम पर आपको; बहारों की बुलन्दी रहे हर फिजां में आपको,
साधना का सितारा चमके हर अर्श में आपका. જય હો સાધનાનો, વિજય હો આરાધનાનો.
Jain Education International
સમકિતી જીવ વ્રત–પચ્ચક્ખાણ-ક્રિયા જે કરે તે અલ્પ કરે નિર્જા બહુ નીપજે, સહેજે સુખને પામે અને સમક્તિ વિના વ્રતપચ્ચક્ખાણ-ક્રિયા-તપથ્થા ઘણી કરે તે અલ્પ નિર્જા-તુચ્છ પુન્યનું કારણ થાય. તે થકી ઈન્દ્રિયના સુખ પામે પણ સંસારૂપ ભવપ્રપંચથી ન છૂટે. તે માટે શુદ્ધ ધર્મની શ્રદ્ધા સહિત વ્રત-પચ્ચક્ખાણ-તપા–ક્રિક્શાની થાહના ઘણી રાખવી. કારણ કે આયુષ્યનું ચંચલપણું છે અને જો ઘર્મ વિના આ તક હાથથી છૂટી તો ફરી ફરી મળવી ઘણી જ દુર્લભ છે. તેથી ધર્મણીને વિષે સમયમાત્ર પ્રમાદ ન કરવો. એજ શિખામણ. – મુનિમંડલાથાર્થ શ્રી કુશલચંદ્રજી મ.
For Private & Personal Use Only
સંઘસૌરભ
www.jainelibrary.org