________________
A
મધુરકંઠી પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મહારાજ
લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
ઉત્તમ નિમિત્તો અને ઉત્તમ સંગતિ મળતાં જીવને કેવો લાભ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણને પૂજ્યશ્રી મુક્તિચંદ્રજી મહારાજમાં જોવા મળે છે. પાટણ નજીકના કોઈ ગામે પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા પૂજ્યશ્રી યુવાનવયે નોકરી માટે અમદાવાદ આવ્યા. શામળાની પોળમાં પાર્થચંદ્રગચ્છના આગેવાન શ્રાવકને ત્યાં જ નોકરી મળી. ઘરે ગોચરી માટે પધારતા સાધુ-સાધ્વીજીઓનો પરિચય થયો ને પછી તો ઉપાશ્રયે જતા-આવતા થયા, સરળ જીવ જાણીને શ્રાવકો-સાધુસાધ્વી ભગવંતો તરફથી વૈરાગ્યની પ્રેરણા મળી હશે ને કંઈક તો ભજનભાવમાં સાંભળેલી વાતોએ અસર કરી હશે, તેથી આખરે તેમણે જૈન દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. શામળાની પોળમાં જ વાત્સલ્યમૂર્તિ પૂજ્ય મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે સં. ૨૦૦૬ અષાઢ સુદ ૯ના તેમની દીક્ષા થઈ.
ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ સાધી. સંસ્કૃત-પ્રાકૃતનો પણ અભ્યાસ કર્યો. અનુક્રમે સુંદર વ્યાખ્યાનકળા પણ સાધ્ય થઈ. તાત્ત્વિક વિષયોને હળવી શૈલીમાં તેઓશ્રી સમજાવતા. તેમનો કંઠ મીઠો અને પહાડી હતો. તેમના કંઠે સાંભળેલા સ્તવન-સન્ઝાયને લોકો હજી પણ યાદ કરે છે. ભજનો પણ ભાવપૂર્વક ગાતા જેને સાંભળવા જૈનેતરો પણ આવતા. જૈનેતરોમાં અને જૈનોમાં પણ તેઓશ્રી પટેલ મહારાજ એવા નામે ઓળખાતા થયા.
" દૃઢ મનોબળ, હસમુખો છતાં કડક સ્વભાવ, નિરાડંબરી વ્યવહાર, સ્પષ્ટ વસ્તૃત્વ અને મધુર કંઠ દ્વારા તેઓશ્રીએ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું. તેઓશ્રીના બે શિષ્યો છે : શ્રી વિજયચંદ્રજી મહારાજ અને શ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ.
મુંબઈ, મારવાડ, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં તેઓશ્રીનાં ચાતુર્માસ થયા. તેમના હસ્તે ઘણી સાધ્વી દીક્ષાઓ સંપન્ન થઈ.
સં. ૨૦૪૭ માહ સુદ ૨ના મુંબઈ મળે તેઓશ્રીનો કાળધર્મ થયો. પૂજ્યશ્રીની આત્મિક ઉન્નતિની અનુમોદના સાથે ભાવભરી વંદના!
- ૪૦ =
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org