________________
વિર્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
ભારતભૂષણ પૂજ્ય આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીનું જીવન એકનિષ્ઠ શાસન સેવકનું જીવન કહી શકાય. તેઓશ્રી જૈન-શાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાતા હોવા સાથે સ્પષ્ટવક્તા અને જિનાજ્ઞાના ચુસ્ત સમર્થક હતા.
જન્મભૂમિ : નાના ભાડિયા (કચ્છ). પિતા : ધારશીભાઈ. જ્ઞાતિ : વિસા ઓશવાળ. જન્મ : સં. ૧૯૪૩માં. સંસારી નામ શામજી. દીક્ષા : ૧૫ વર્ષની વયે ખંભાતમાં સં. ૧૯૫૮માં. દીક્ષા ગ્રહણ કરીને તીવ્ર મેધાવી શ્રી સાગરચંદ્રજીએ કેટલાંક વર્ષ અધ્યયનમાં ગાળી સુંદર વિદ્વત્તા પ્રાપ્ત કરી. સાહિત્ય અને ઇતિહાસના પ્રેમી આચાર્યશ્રીએ પાર્થચંદ્રગચ્છના ઇતિહાસ અને સાહિત્યને લગતાં વિવિધ પુસ્તકો બહાર પાડ્યાં હતાં.
સં. ૧૯૯૦ના ફાગણ વદિ ત્રીજે અમદાવાદમાં શ્વેતામ્બર સંપ્રદાયનું મુનિ સંમેલન મળ્યું. જેમાં જૈન સમાજના નાયકો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ એક સાથે મળ્યા અને વિચાર-વિનિમય થયો. આ સંમેલનમાં કોઈ અધ્યક્ષ હતું નહિ અને સર્વ સંમતિથી કામ થયું. પહેલાં બોતેર મુનિ મહારાજોની સમિતિ રચાઈ, તે પછી ત્રીસની સમિતિ રચાઈ, પછી ચારની સમિતિ રચાઈ અને છેવટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી, આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી અને મુનિરાજ શ્રી સાગરચંદ્રજી એમ નવની સમિતિ નિર્ણય કરવા માટે નીમવામાં આવી. આ સંમેલનમાં અનેક પ્રકારના નિર્ણયો થયા, પરંતુ તેનો પૂર્ણ અમલ થયો નહિ. જો આ નિર્ણયો અમલમાં મૂકાયા હોત તો આજે જૈન સંઘની જુદી દશા હોત!
આ ઐતિહાસિક મુનિ સંમેલનમાં શ્રી સાગરચંદ્રજીની વિદ્વત્તા, શાસ્ત્રીય વિષયોની ઊંડી સમજ અને નિર્ભયતા વગેરે ગુણોની બૃહત્ જૈન જગતને પહેલ વહેલી ખબર પડી. અંતિમ નિર્ણય લેનારી નવ સભ્યોની સમિતિમાં આઠ તો આચાર્ય હતા, જ્યારે સાગરચંદ્રજી મહારાજ તો માત્ર મુનિ હતા, એ તથ્ય જ તેમની વિદ્વત્તા અને સજ્જતા કેટલી હશે તેનો સંકેત આપી જાય છે. આ સંમેલનમાં તેમની કામગિરી જોઈને અન્ય ગચ્છના આચાર્ય આદિએ તેમને યોગ્ય પદ આપવાની સૂચના કરી. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સંઘે સં. ૧૯૯૩માં તેમને આચાર્યપદે બિરાજમાન કર્યા. પદ
સંઘસૌરભ
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org