________________
જીવદયાના જ્યોતિર્ધર શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી
લેખક : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ – વર્તમાન શ્રી પાર્શ્વચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૭૨ માં સ્થાને આવતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના નામ સાથે એક ઘર્મશૌર્યભરી ઘટના જોડાયેલી છે. આજથી સો વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટિશ રાજ્યનું સંસ્થાન માત્ર હતું ને હિંદી પ્રજા ગુલામી માનસનો ભોગ બની અંગ્રેજોની જોહુકમી મૂંગા મોઢે સહી લેતી હતી, સ્વાતંત્ર્યની ઝંખના યે હજી જાગી ન હતી તેવા સમયે જીવદયાના પ્રશ્ન અંગ્રેજ અમલદારની સામે મુકાબલો કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને આકરી સતામણીમાં મૂકાવું પડયું. એ કસોટીમાંથી ગૌરવભેર બહાર આવતાં સમસ્ત હિંદના પ્રેમ અને પ્રશંસા તેમણે પ્રાપ્ત કર્યા. જૈન શાસનની પ્રભાવનાનો એ પ્રસંગ, શ્રી કાલકસૂરિના ધર્મયુદ્ધની સ્મૃતિ કરાવે એવો છે.
- શ્રી હેમચંદ્રસૂરિજી “શ્રી પૂજ્ય' એટલે કે યતિ આચાર્ય હતા. તેમની જન્મભૂમિ કચ્છમાં આવેલ કોડાય ગામ હતું. વિ. સં. ૧૯૧૪ માં તેમણે દીક્ષા લીધી. થોડાક જ દિવસમાં તેમને “શ્રી પૂજ્ય'ની પદવી મળી. શ્રી પૂજ્યોનો ઠાઠ-માઠ તે વખતમાં કોઈ રાજવી જેવો રહેતો. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે તેમની પદવીના માન રૂપે છડીદાર અને બંદૂકધારી સિપાઈ રહેતા. આ માટે રાજવીઓ તરફથી અને વાઈસરોય તરફથી રીતસર પરવાના મળતા. અલબત્ત, આ સંરજામ શોભા અને સન્માનના પ્રતીકરૂપે જ હતો.
વીરમગામમાં ગંગાસર અને મુનસર નામના બે વિશાળ ઐતિહાસિક તળાવ હતાં, આજે પણ છે. એમાં માછલાં અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતાં. વીરમગામ રાજ્ય તરફથી આ તળાવ પર માછલાં પકડવાનો અને શિકાર કરવાનો મનાઈ હુકમ હતો. (આ તાવમાં માછલાં પકડવાની મનાઈ ફરમાવતો અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલો વીરમગામ મ્યુનિસીપાલીટીનો શિલાલેખ આજે પણ છે કે ગુલામ દેશના આવા નિયમો અંગ્રેજ બાદુરો શા માટે પાળે? એવા જ કોઈ ખ્યાલથી હર્ટ શી વિઝાર્ડ નામનો મીઠાખાતાનો એક અંગ્રેજ ઈન્સ્પેકટર ગંગાસર તળાવ પર સરેઆમ પક્ષીઓનો શિકાર કરતો અને માછલાં પકડતો. અંગ્રેજોની જોહુકમીથી ભયભીત રહેતા લોકો ન તો એને કંઈ કહી શકતા કે ન ફરિયાદ કરી શકતા.
શ્રી હેમચંદ્રસૂરિ વિરમગામ આવ્યા અને અંગ્રેજ અમલદાની આ હરકતની તેમને ખબર પડી ત્યારે તેમણે એનો ઈલાજ કરવાનો નિશ્ચય કર્યો. ઈ.સ. ૧૮૮૨ (વિ.સં. ૧૯૩૮)ના જૂનની ૨૭મી એ ઈવઝાર્ડ પક્ષીઓનો શિકાર કરવા અને માછલાં પકડવા માટે પોતાના માણસોને લઈને ગંગાસરને કાંઠે ગયો ત્યારે અગાઉથી ત્યાં હાજર રહેલા શ્રી પૂજ્યજીએ પોતાની સાથેના માણસ દ્વારા બંદૂકનો ખાલી ભડાકો કરાવી બધા પક્ષીઓને ઉડાડી દીધા. પોતાને ફાવે તેમ વર્તવાના અંગ્રેજોના વણલખ્યા હક્ક પર તરાપ મારવાની એક સાધુની આ હિંમત જોઈ પેલો અમલદાર ચીડાયો. તેણે શ્રી પૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવો'. તેને શ્રી હેમચંદ્રસૂરિએ પરખાવ્યું : “પરવાનો જોનાર તમે કોણ છો? તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ.” ઈવિઝાર્ડે કહ્યું : “હું સરકારી નોકર છું ને મને બધી સત્તા છે.” શ્રી પૂજ્યજીએ કહ્યું : “મારી પાસે લાટ (લોર્ડ) સાહેબનો પરવાનો છે.” ઈવિઝાર્ડે ધમકી આપી : ‘તમે પરવાનો નહીં બતાડો તો મારે બંદૂક આંચકી લેવી પડશે.” તે પછી બંદૂક ઝૂંટવવાનો એણે પ્રયાસ કર્યો પણ શ્રી પૂજ્યજીએ એક ઝટકા સાથે બંદૂક પાછી લઈ લીધી.
સંઘસૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org