________________
યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શચંદ્રસૂરીશ્વર : જીવન અને કવન
લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ ભારત ભૂમિ એ સંતોની ભૂમિ છે. આ દેશની ધરતીનો નાંખી નજર ન પહોંચે એટલો લાંબો ઇતિહાસ છે; અને એ ઇતિહાસના પૃષ્ઠ પૃષ્ઠ અનેક સંતો, મુનિઓ, મહાત્માઓના પવિત્ર નામ અંકિત થયેલા છે. માનવ સમાજને સમૃદ્ધ કરનાર સાચો વૈભવ કે વારસો કોઈ હોય તો તે આ મહામાનવોના જીવન છે. માનવને ઉચ્ચ જીવનનો આદર્શ આપતા, ચારિત્ર્યના સર્વોચ્ચ શિખર પ્રતિ આંગળી ચીંધતા, માનવને મહામાનવ બનવા સાદ પાડતા એ મહાપુરુષોના જીવન જુગ જુગ સુધી જનતાને જાગૃતિ સંદેશ આપતા રહે છે. જન્મીને મરી જનારા લોકોનો કોઈ હિસાબ નથી; જન્મીને જીવી જાણનારા અને મરીને અમર થઈ જનારા પુરુષો વિરલ હોય
છે. માનવજાત એવા માર્ગદર્શક મહાપુરુષોની ઋણી છે. જિનશાસન - એક મહાસાગરઃ
ધર્મક્ષેત્ર ભારતમાં અનેક ધર્મ-દર્શનો વચ્ચે જૈન શાસન અનોખું સ્થાન ધરાવે છે. જિનશાસન એક સમુદ્ર છે જેમાં મહાપુરુષોરૂપી અગણિત મોતીઓ પાક્યા છે અને પાકતા રહે છે. જૈન શાસનના આવા જ એક તેજસ્વી મોતી, દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી હતા. જ્યોતિર્ધર મહાપુરુષોની માળાના એક મૂલ્યવાન મણકા સમા પૂજ્ય દાદાસાહેબનું જીવન, ઉત્કૃષ્ટ ચારિત્ર્યનો નમૂનો પૂરો પાડે છે. વર્તમાન જૈન શ્વેતાંબર સંઘના ચાર મુખ્ય ગચ્છોમાં જે પાર્થચંદ્ર ગચ્છ છે, તે આ જ મહાપુરુષના નામથી ઓળખાય છે. બડભાગી માતા-પિતા :
અદ્ભુત ગિરિરાજ આબૂની તળેટીમાં હમીરપુર નામે એક પ્રખ્યાત નગર હતું. એમ કહેવાય છે કે વિ.સં. ૮૦૮ માં રાવ હમીરે આ નગર વસાવેલું. આજે તો એ હમીરપુરના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરનાર એક તૂટી ગયેલો કિલ્લો અને પાંચ પ્રાચીન જીર્ણ જિનાલય ઊભા છે. એ વૈભવશાળી નગર આજે એક ગામડારૂપે હમીરગઢ નામથી ઓળખાય છે.
એ હમીરપુરમાં પોરવાડવંશના વેલગશાહ નામે એક શ્રેષ્ઠિ રહેતા હતા. વિમલાદે નામના તેમનાં પત્ની હતાં. ભાવિક અને ભદ્રિક એવા આ દંપતીનું જીવન ધર્મ અને સદાચારથી સુવાસિત હતું.
એક મનોહર પ્રભાતે વિમલાદે વેલગશાહને કહે છે, “સ્વામી! આજે રાતે મેં સપનામાં એવું જોયું કે જાણે પૂનમનો ચંદ્ર નીચે ઊતરીને મારા પાસામાં બેઠો!
વેલગશાહ હરખાઈને કહે છે, “સુંદર સપનું! મને લાગે છે કે આપણે ચંદ્ર જેવો ચમકતો દીકરો પામશું.” જન્મદિવસ - રામનવમી :
પૂરા દિવસે વિમલાદેએ સોહામણા બાળકને જન્મ આપ્યો. એ દિવસ હતો – ચૈત્ર સુદ-નોમ, રામનવમી, શુક્રવાર અને એ સાલ હતી વિ. સં. ૧૫૩૭, આજથી પાંચસો બાવીસ વર્ષ પહેલાં. રામનવમીનો દિવસ જાણે સંઘસૌરભ
૨ ૧૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org