________________
પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂજ્ય શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી જીતશ્રીજી મહારાજ, તેમના શિષ્યા પૂજ્ય શ્રી જંબૂશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યા પૂજ્ય શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ. કચ્છ–ભુજપુરના વતની અને પૂજ્ય શ્રી જંબૂશ્રીજી મહારાજના સંસારી ભાણેજ અને પછી શિષ્યા છે. પ્રાયઃ સં.૨૦૦૩માં તેઓશ્રીની દીક્ષા થઈ. ગચ્છના વધુ ઠાણાં કોઈ પ્રસંગે ભેગાં થાય ત્યારે તેમની અજોડ વૈયાવચ્ચશક્તિ અલગ તરી આવે. ગોચરી માટે દોડાદોડ કરતાં હોય. કોઈના કોઈ કામ માટે જરા પણ આળસ ન દર્શાવે. વાણીની મધુરતા અને વર્તનની સાલસતા સામાને એટલી સ્પર્શી જાય કે એક વખત પરિચયમાં આવનાર વરસો સુધી એ વ્યક્તિત્વને વીસરી શકે નહીં. હાલમાં તેઓશ્રી પોતાનાં છ શિષ્યાઓ અને પ્રશિષ્યાઓ સાથે કચ્છમાં વિચરી રહ્યાં
છે.
વૈયાવચ્ચમાં સદા ઉધમશીલ
પૂજ્ય સાધ્વીશ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ
પૂજ્યશ્રી કાર્યકુશળ અને વત્સલમૂર્તિ છે. પોતાની શિષ્યાઓને સાધના–સ્વાધ્યાયમાં આગળ વધારવાની સખત ખેવના રાખતાં રહે છે. તેમનાં પ્રથમ શિષ્યા સાધ્વી શ્રી સુવર્ણલતાશ્રીજી સારા વ્યાખ્યાતા છે. સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજી વગેરે સાત તેમના શિષ્યા-પ્રશિષ્યાઓ છે. પૂજ્યશ્રીને વાનું દર્દ હોવાથી હવે વિહાર માટે અસમર્થ બની ગયાં છે. તેમ છતાં, પોતાના અભ્યાસ અને તપ-ત્યાગના પ્રભાવે ઉત્તમ શાસન-પ્રભાવના કરી રહ્યાં છે. પૂજ્ય શાસનદેવ તેઓશ્રીને સદાય સહાયક બનો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કોટિ વંદના!
૯૨
Jain Education International
For Private & Personal Use Only
સંઘસૌરભ
www.jainelibrary.org