________________
શ્રી દાદાસાહેબની શબ્દછબી
વડ તપગચ્છનાયક થવસું બહુ ગણવંત, જિનશાસનમાંહિ વરતે છે જયવંત; શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી શુધ્ધ પ્રકાશક સોય, જિણે દુષમ આરે માર્ગ ઠવ્યા બહુ લોય.
- શ્રી સમચંદ્રસૂરિ કિરિયા આદરે આકરી, ઉપદેશે નિધજી; સાંભળી ભવિજન આદરે, પામે તે શિવશર્મોજી.
- શ્રી રાજચંદ્રસૂરિ ગુજ્જર મરૂ માલવ દેશે, પ્રતિબોધ્યા ભવિયણ ઉપદેશે; કુમતિ મિથ્યાત ન રહે લેશે, જિનમારગ સૂધી સન્નિવેશે.
- શ્રી મેઘરાજ મુનિ બોલ અગિયાર પ્રગટ કર્યા, સૂત્ર શોધી બહુ મર્મ, મિથ્યા મત ઉથાપિઓ, સાધ્યો જિણવર ધર્મ.
- શ્રી વિમલચારિત્ર મુનિ ધન જિનશાસન સાયરે, પ્રગટ્યો અભિનવ ચંદો રે, નામ જપતાં જીભડી, પામે અધિક આનંદો રે.
- શ્રી પધચંદ્રસૂરિ શ્રી ગુરૂ રે પાર્થચંદ્રસૂરીસરૂ રે
અભિનવ ઉદયો ભાણ; વડ તપગચ્છ રે નાયક સહજે સુરતરૂ રે,
કરે જિન આણ પ્રમાણ.
- શ્રી માનચંદ્ર વાચક શુધ્ધ ક્રિયા જેણે ઉધ્ધરી રે, સ્વરૂપ સમાધિવંત; જિનમત પરમત જાણતા રે, ચૌદ વિદ્યા ગુણવંત.
- શ્રી સાગરચંદ્રસૂરિ
સંઘસૌરભ Jain Education International
For Private & Personal Use Only
S
ometrary.org