________________
ભારતીય દિશામાં વિચાર ભેદ છે કે મીમાંસકો મોક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માને છે જ્યારે વૈશેષિક મેક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માનતા નથી. આનું કારણ એ છે કે મીમાંસકે દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે ઉપરાંત પદાર્થોમાં શક્તિને એક પદાર્થ તરીકે સ્વીકારે છે, જ્યારે ન્યાય-વૈશેષિકે શક્તિપદાર્થને
સ્વીકારતા નથી. આત્માને મોક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુઃખ, ઈરછા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ તથા સંસ્કાર પણ નથી. મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ તૃષ્ણા પ્રેરિત પ્રવૃત્તિને જ દુઃખનું અને કર્મબંધનનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત અને નિત્ય નૈમિત્તિક કર્મે દુઃખ કે કર્મબંધનું કારણ નથી. એટલે દુઃખમાંથી મુક્ત થવા કામ્ય કર્મોને તેમ નિષિદ્ધ કર્મોને છોડવાં જોઈએ. આ કર્મોને છોડવા તૃષ્ણા યા કામને છેડવો જોઈએ, તૃષ્ણને જીતવા આત્માને બરાબર જાણે જોઈએ. આત્માને અર્થાત બ્રહ્મને જાણવા વેદાન્તને અભ્યાસ કરવો જોઈએ. આત્મજ્ઞાન મેક્ષાભિગમી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મેક્ષનું સાક્ષાત કારણ નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ આત્મજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ છે – કમ છે. મેક્ષમાં જ્ઞાન નથી. મોક્ષમાં સુખ નથી. નિદાન મોક્ષ: ૨૩ મેક્ષમાં દુઃખાભાવ માત્ર છે. મેક્ષમાં જ્ઞાનશક્તિ માની છે.૮૪ શાંકર વેરાતીઓના મતે મોક્ષ:
બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાન્તીને મત જગતની બધી વસ્તુઓની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનું અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે.
જ્ઞાન થતાં તેમનું અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનું ( = પુરુષનું) પ્રતિબિંબ. સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે. ચિત્તોને ભેદ સંસ્કારભેદે અને લેશભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન કલેશ ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિબ ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રતિબિંબ (છો) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનું અસ્તિત્વ કદી બિબનિરપેક્ષ સ્વતંત્ર હોઈ શકે ? ના. પરંતુ તેઓ તો પિતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા માને છે. આ તેમનું અજ્ઞાન છે.૮૫ “ તું બ્રહ્મ જ છે” એ મહાવાકયનું શ્રવણ, આચાર્યોપદેશ, વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હું બ્રહ્મ છું, ત્યાર બાદ તે “હું બ્રહ્મ છું.” એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને નાશ કરે છે.*
અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નાશ થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લેપ થઈ જાય છે, ચિત્તને લેપ થતાં ચિત્તમાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ પિતાના બિંબમાં (= બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ છવ-બ્રહ્મનું એક્ય થાય છે. આજ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં દુ:ખમુક્તિની વાત કયાં આવી ? એક જીવ પિતાને બીજ છાથી અને બ્રહ્મથી જ માને છે એટલે મોહ, શોક, વગેરે જન્મે છે, જે દુઃખનાં કારણ છે. એટલે જીવે બધે એકત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુઃખનો સંભવ જ ન રહે. તત્ર છે મો: રાઃ શરદ પવારમનપરચતી એકત્વ હેાય ત્યાં ભય પણ કેનો રહે ? બે હેય ત્યાં એક બીજાથી ભય પામે. દ્વિતીયા હૈ અર્થ મવતિ છે એટલે અતસાક્ષાત્કાર જ દુઃખમુક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org