________________
૬૭
નગીન જી. શાહ
ભૂત-ભૌતિક તૈયપદાર્થો, વિજ્ઞાનધ એ નિવિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસ્ક ધ એ સવિચાર અને સ્મૃતિજન્ય જ્ઞાન છે. વેદનાસ્કંધ સુખ-દુ:ખનું વેદન છે. સંસ્કારસ્ક ધ એ વાસના છે. આ પાંચ સ્કધોને નિાધ એ મેાક્ષ છે. આને અથ એ થયા કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણુ છે. નિર્વાણમાં વિષયાકારો કે સુખદુ:ખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શાન્તિ હૈાય છે. તેને સુખ ગણુવું હોય તે ગણુા. એક વાર ચિત્ત આવી અવસ્થાને પામે છે પછી તે તેમાંથી શ્રુત થતુ' નથી. આ અર્થાંમાં નિર્વાણુને અચ્યુત અને નિત્ય ગણવામાં આવે છે.
રૂપાદિ પાંચ સ્કન્ધા જ સંસારી અવસ્થામાં એક ચિત્તને ખીન્ન ચિત્તથી ભેદ્દ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે ‘પુદ્ગલ' શબ્દના પ્રયે!ગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મ્હારુ છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમાવવા માટે જ નાગસેને રથનું પ્રસિદ્ધ દૃષ્ટાન્ત આપ્યું છે. રથના એક એક અવયવને લઈ નાગસેન પૂછે છે, “ આ રથ છે” ? દરેક વખતે મિલિન્દ “તા'' કહે છે. છેવટે કાઈ અવયવ કે કશું ખચતું નથી ત્યારે નાગસેન પૂછે છે, કે તેા પછી રથ કયાં ? ચક્ર આદિ અવયવાથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયવાથી ભિન્ન અવયવી નામની કઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહી` યાનમાં રાખીએ. સ્કંધા પાતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પુદ્ગલ કહેવામાં આવે છે.૪૪ નિર્વાણુમાં પાંચ સ્ક'ધાના અભાવ થતાં વ્યક્તિત્વના અર્થાત્ પુદ્ગલના અભાવ થાય છે. પરંતુ એનેા અર્થ એ નહિ કે ચિત્તને અભાવ થઈ જાય છે. વ્યક્તિવિહીન ચિત્ત તા નિર્વાણુમાં રહે છે જ.૪૫ અર્થાત, નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જાય છે. તેમની વચ્ચે કાઈ પણ પ્રકારને ભેદ હાતા નથી. દીપનિર્વાણુનુ દૃષ્ટાન્ત આ પુદ્ગનિર્વાણુને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવા જેમ હાલવાઈ જાય છે, તેને ઉચ્છેદ થાય છે,૪૬ તેમ પાંચ ધાન અભાવ થતાં વ્યક્તિત્વને (પુદ્ગલનેા) નાશ થાય છે. ‘આત્મા' શબ્દ ચિત્ત અને પુદ્ગલ બનેને માટે વપરાયા હોવાથી નિર્વાણુમાં ચિત્તનાય અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.
કેટલાકના મતે દીપનિર્વાણુનું દૃષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત કયાં જાય છે એવા પ્રશ્નના પેાતાના ઉત્તર સમજાવવા બૌદ્ધોએ આપેલ છે. દીવા ઝુઝાઈ જતાં કાં જાય છે? પૂ॰માં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ આવા પ્રશ્ન પૂછી ભોદ્દો સૂચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત કાં જાય છે એ પ્રશ્ન પૂછવા યાગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છેએમ *હેવુ ઉચિત નથી. સિદ્ધશિલા જેવી કલ્પનાને બૌદ્ધો યેાગ્ય ગણુતા નથી.
બૌદ્ધોએ નિર્વાણુના બે પ્રકાર માન્યા છે-સાપધિશેષ અને નિરુપધિશેષ, સેાધિશેષમાં રાગાદિના નાશ થઈ જાય છે પણ પાચકધો રહે છે. અહીં ચિત્તનુ પુદ્ગલ અર્થાત વ્યક્તિત્વ નિરાસ્રવ (રાગાદિ દેખરહિત ) ડેાય છે. આને જીવનમુક્તિ ગણી શકાય. નિરુપધિશેષમાં પાંચ સ્થાને પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુદ્ગલ અર્થાત્ વ્યક્તિત્વ પણ નાશ પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી શકાય.૪૭
ખૌદ્ધોનુ ચિત્ત ક્ષણિક છે, તેા પછી તેના મેાક્ષની વાત કરવાના શો અર્થ? આના ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હેાવા છતાં એવાં ચિત્તોની એક હારમાળાને (=સન્તતિને), જેમાં પૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org