SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રમણક શાહ જેમાં બોધક કથાઓ, ચરિત્ર આદિને સમાવેશ થાય છે. ૩. ગણિતાનુયોગ–જેમાં ગણિત-તિષ આદિ વિષયક સાહિત્યને સમાવેશ થાય છે અને ૪. દ્રવ્યાનુયોગ - જેમાં દર્શનવિષયક સાહિત્યને સમાવેશ થાય છે. આમ ધર્મકથાનુયોગરૂપે એક સમગ્ર વિભાગનું નિરૂપણ કર્યું છે જે દર્શાવે છે, કે જૈન સાહિત્યમાં ધર્મકથાનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. જ્ઞાતાધર્મ કથા અને ઉપાસકદશા આ અને ગ્રંથ ઉપરોક્ત ધર્મકથાનુયોગના પ્રાચીનતમ પ્રથા ગણી શકાય. વળી એ બને ભગવાન મહાવીરના ઉપદેશ અને જીવન સાથે સંકળાયેલા છે. બન્નેનું વિષયવસ્તુ ક્રમે જોઈએ નાયુધમ્મકહા (સં. જ્ઞાતાધર્મકથા અથવા જ્ઞાતૃધર્મકથા )ના નામની સમજૂતી બે રીતે આપી શકાય. એક તે જ્ઞાત એટલે દૃષ્ટાંતો કે ઉદાહરણે અને ધર્મકથાઓ – એ બને જેમાં છે તે જ્ઞાતધર્મ કથા. બીજી સમજૂતી પંડિતજી એ આપેલ નામ મુજબ જ્ઞાતૃ કે જ્ઞાતા એટલે મહાવીર અને તેમણે કહેલી ધર્મકથાઓ એટલે જ્ઞાતુ કે જ્ઞાતાધર્મકથા. બંને અહીં સરખી રીતે ઘટાડી શકાય છે. જ્ઞાતાધર્મકથા અથવા ભગવાન મહાવીરની ધર્મકથાઓના બે શ્રુતસ્કંધ એટલે કે ભાગ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનમાં નાની મોટી ૧૯ કથાઓ કે દષ્ટાંતો આપેલાં છે. આમાં શ્રમજીવનના આવશ્યક ગુણો જેવાં કે સમભાવ અને સહનશક્તિ કેળવવા શા માટે જરૂરી છે અને કેમ કેળવવા એને લગતી ત્રણ કથાઓ (૧લી પગ ઊંચો કર્યો, ૧૧ મી દાવદ્રવના ઝાડ અને ૧૭ મી ઘોડા), શ્રમણોએ સાવધાન રહી, અપ્રમત્તપણે માત્ર શરીરના પિષણને માટે જ આહાર-સેવન કરવું એને લગતી ત્રણ કથાઓ (રજી બે સાથે બાંધ્યા, ૪ થી બે કાચબા, ૧૮ મી સુસુમા), અહિંસા આદિ મૂળ ગુણેમાં શંકા ન કરવાને ઉપદેશ આપતી બે કથાઓ (૩ જી બે ઈંડા, મી માર્કદી), આચારની શિથિલતાથી થતા અનર્થ વિશે એક કથા (૫ મી શૈલક ઋષિ), આમાની ઉન્નતિ અને અધોગતિના કારણે આપતું દષ્ટાંત (૬ હું અધ્યયન-તુંબડું), શ્રમણને યોગ્ય ગુણોની સમજૂતી આપતી બે કથાઓ (૭ રેસહિણ, ૧૦ ચંદ્રમાં), સ્ત્રી જીવનમાં ચરમ આત્મોન્નતિની શકયતા દર્શાવતી મહિલાની કથા (૮ મહિલ), સદાચાર અને ગૃહસ્થ ધર્મ દર્શાવતી એક કથા ( ૧૨ પાણ૭), આસક્તિ અને અનાસક્તિ વિષે ૪ કથાઓ (૧૩ દેડકો, ૧૪ અમાત્ય તેલિ, ૧૫ નંદીફળ અને ૧૬-અવરકંકા-દ્રૌપદીની કથા). આમ મોટા ભાગે શ્રમણોના જીવનમાં ઉપયોગી ગુણે અને તે કેળવવા માટે બોધ આપતી કથાએ કોઈ રૂપક, દૃષ્ટાંત કે કથાનક દ્વારા આપવા ધારેલે બોધ સહજ રીતે આપી દે છે, બીજા શ્રુતસ્કંધમાં સ્ત્રીઓ દ્વારા સંયમપાલનની શિથિલતા અને તેના માઠાં પરિણામે વિશે એક જ સરખી અનેક કથાઓ આપવામાં આવી છે. “વાસદસાઓને અનુવાદ પંડિતજીએ “ભગવાન મહાવીરના દશ ઉપાસકો' એ શીર્ષક તળે આપ્યો છે. પ્રાકૃત ‘ઉવાસગ” એટલે “ઉપાસક'. પ્રાચીન સમયમાં ગૃહસ્થ ધર્માનુયાયીને માટે ઉપાસક શબ્દ વપરાતો. બૌદ્ધોમાં પણ એ જ શબ્દ એ જ અર્થમાં વપરાયેલ છે. પછીના સમયમાં ઉપાસકને માટે શ્રાવક શબ્દ પ્રચલિત થયો, જે અત્યારે પણ વપરાશમાં છે. ઉવાસગદસાઓ” અથવા “ભગવાન મહાવીરના દશ ઉપાસકે'માં ભગવાનના અનુયાયી એવા દશ ઉપાસકે (શ્રાવકે કે ગૃહથે)ના જીવનની ધાર્મિક બાજુની ઝાંખી કરાવવામાં આવી છે. પ્રવજિત થઈને જેઓ સંસાર ત્યાગી શકે નહીં અથવા જે ગૃહસ્થજીવન છોડયા વિના પણ ધર્મમય આચરણ કરવા માગતા હોય તેમને માટે જૈન ધર્મમાં સ્થૂળવતની યોજના છે. અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનું મર્યાદિત પાલન તે સ્થૂળવ્રત. આવાં પાંચ સ્થળવતાની સાથે જ ગૃહસ્થજીવનના ભેગપભોગને મર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy