________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૫ ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તે સમજાય છે જઃ “સંવત ૧૨૧૫ (ઈ. સ. ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવાર(ના દિને) (અઘેડ) ઉજજયન્તતીર્થ (નેમિનાથના મન્દિર)ની જગતી (૫૨) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) છાઘ (‘છાજ', છજજા), કપોતાલિ (કુવાલિ', કેવાળ) અને સંવરણ ('સંવિરણું', સામરણ) સમેત સંઘવિ (સંધપતિ) ઠકકુર શાલિવાહન (“સાલવાહણ')ની નિગાહમાં સૂત્રધાર યશભટ (જસડ')ના (પુત્ર) સર્વદેવે (“સાવદેવે') પૂરું કર્યું. (તથા) ઠકકુર ભરત (‘ભરથ')ના પુત્ર (ઉપર્યુક્ત) ઠકકુર પંડિત શાલિવાહને (“સાલવાહણે') નાગોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નીપજવી (‘નિપાદિતા', કરાવી).” મૂળ સંપાદક બજેસ-કઝિન્સે તે વાસ્તુના પારિભાષિક શબ્દ અનુવાદમાં છેડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા બ્રાન્તિમૂલક છે.૧૫ (સ્વ.) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે, પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ” ઈત્યાદિને અર્થ સમજી શક્યા નથી. જયારે અન્ય સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્યો બજે સાદિની જૂની બ્રાન્તિઓને યથાતથા જાળવી રાખી છે.૧ ૭ લેખમાં આવતા “નાઝરાને ઉલેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસનના પંદરમાં શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, ૧૮ અને ત્યાં તેનું સ્થાન ગજેન્દ્રપદ-કુંડ” (હાથી પગલાના કુંડ) સમીપ હતું.
પ્રસ્તુત લેખને પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલે. આ નિવેદિકા પરના લેખની વાચના શ્રી. છે. મ. અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે૧૯ પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમજ અર્થધટનમાં સારું એવું અત્તર છે. સાત પક્તિમાં કરેલ લેખ નીચે (ચિત્ર “૨') મુજબ છેઃ
सं[.] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभान दसूरयः सपादलक्षात् सहोदरसंघः सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । तन(म ? भृ?) + ચો ”
સેનાપતિ દૂધ સાથે સપાદલસ(ચાહમાના શાકંભરી દેશ)ના સંઘ સહિત (૩જજયનગિરિની) યાત્રાર્થ આવેલ, વાદીન્દ્ર આનન્દસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (ારસન્ન થયુ), તેમનું (આ મૃત્યુ-સ્મારક છે ?”
લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સોનામાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગરછ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનન્દસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગ૭માં થયેલા પ્રસિદ્ધ “વાદી આનન્દસૂરિ” હેવા ઘટે. આનન્દસરિતે (અને તેમના સતીશ્ય અમરચન્દ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં પણ જબરી નિયાવિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાધ્ર શિશુક” (અમરસૂરિને “સિંશિશુક”)નું બિરૂદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનન્દસૂરિના ગુરુ વાદીન્દ્ર આનન્દસૂરિને સંભવ્ય સમય, અને નાગેન્દ્રગરીય વાદી આનન્દસૂરિની સમયસ્થિતિ જોતાં એ બંને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રમાનન્દસૂરિની મરણતિથિ (ઈ. સ. ૧૧૮૮)- ચૌલુક્ય ભીમદેવ દ્વિતીય - ના શાસનકાળ અંતર્ગત આવે છે. જે “સુરધારા” સ્થાન પર પ્રભાનન્દસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારને આકરે ચઢાવ, અને એથી થાકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org