________________
સંપા, કનુભાઈ વ. શેઠ
૧૫૫ “ અવગુણ તે દેખનઈ, મુઝ સો ત્રાડ્યો નેહ,
પ્રત પાલતાં દોહિલી રે, છેલે દાખે છે ૯૧ પ્રિ. પિતાને પ્રિય એવા નેમિનાથ વિનાની પિતાની શી દશા થશે એનું વર્ણન રાજીમતી ઉપમા વડે સચોટ રીતે વ્યક્ત કરે છે.
વિણ આધારઈ વેલડી રે, જલ-વિણ મછલી જેમ પ્રિ.
તુત્ર વિણ હું તિમ તિમ રહું રે, કહો હિવ કીજે કેમ? પ્રિ. ૨ વળી અકાટય દલીલ રજુ કરતા કહે છે પશુઓને પિકાર સાંભળી એના પર આપને દયા આવી અને મને નિરાધાર તથા આંખમાં આંસુ સારતી દુઃખી થતી એવી મને છોડી ચાલ્યા ગયા, એમાં આપે કેવી રીતે જીવદયા બતાવી કહેવાય? કેમકે તમે મારા જીવને તો દુઃખ આપ્યું જ છે.
પસૂઅ–પુકાર સુણી કરી રે, મુઝ છોડી નિરધાર રે, પ્રિ.
જીવ–દયા કહે કિહાં રહી, મુઝ આંખે આંસૂધાર ૯૩ પ્રિય વળી રામતી નેમિનાથના આચારને કાયરને આચાર ગણાવી ઉપાલંભ આપે છે તે નોંધપાત્ર છે.
પ્રીત પતી પાલતાં રે, ખરે કઠન વ્યવહાર,
લીધાં મૂડી જે કરે છે, એ કાયર આચાર.” ૯૪ પ્રિ. સખીઓ રાજી મતીને સમજાવતા જણુવે છે “તું નેમિકુમારને ત્યજી દે, તને એવા અન્ય સાથે પરણાવવામાં આવશે ત્યારે સખીઓને તે કહે છે મારી અને નેમિકુમાર વચ્ચેની પ્રીત તે આઠ ભવની છે. એકદમ કેમ છેડી દઉં?' આ ઉક્તિ નેમિકુમાર સાથેના ઉત્કટ અનુરાગને અભિવ્યક્ત કરે છે.
આઠ ભવાની પ્રીતડી રે, નવમે દાખે છે,
મે જાણે ઈમ નહીં કરે રે, નિર્મોહી નિસનેહ” ૯ પ્રિ. આ બાજુ સગાં-સ્નેહીઓ નેમિકુમારને પણ આમ કરવાદ' ન કરવા અને પરણવા માટે રથ પાછો વાળવા વિનવે છે પણ નેમિકુમાર તે સંયમ ગ્રહણ કરવા અથે દઢ છે અને ધર્મધ્યાન કરતા અંતે એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
પાંચમી ઢાલમાં કવિ ગિરનાર પર્વત પર સાધુ બનેલ નેમિનાથ અને સાધવી બનેલ રામતીને મેળાપ થાય છે તે પ્રસંગ વર્ણવે છે.
એક સમયે “વર્ષ દરમ્યાન રાજીમતી પોતાના ભીંજાયેલા વસ્ત્રો એક ગુફામાં જઈને સુકવે છે તે વખતે નેમિનાથને ભાઈ રહનેમી એને આ દશા માં જોઈને ચલાયમાન થાય છે. રામતી એને ઉપદેશ આપી સાચા પથ પર લાવી એને ઉદ્ધાર કરે છે તે પ્રસંગને કવિ સંક્ષિપ્તમાં વર્ણવે છે.
ભીંજાયેલા વસ્ત્રો સૂક્વતા સાધી રામતીનું સુરેખ ચિત્ર કવિએ સુંદર રવાનુસારી શબ્દ પસંદગી વડે આલેખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org