________________
મેટેફર (Metapoor)–ઉપચાર
- આ વિધાનનું મૂળ એ હકીકતમાં છે કે ભાવસભરતાનું રહસ્ય ક્યાં અને શું છે તે પશ્ચિમને માટે મહાંશે વણઉકલી સમસ્યા છે. અને તેના સાઈનએસ્થેસિયાના ખ્યાલમાં પણ આવી સ્પષ્ટતાને પ્રયત્ન છે. માનવભાવનોના વિલક્ષણ નિરૂપણ વિના શ્રેષ્ઠ કાવ્ય સંભવતું નથી તેવું પ્રતિપાદન રોમેન્ટિક કવિઓ ઉપરાન્ત બીજાઓનું પણ છે. છતાં આ વિષયમાં જે સ્પષ્ટતા ભારતીઓ કરી શકયા છે તે તેમની પોતાની આગવી સિદ્ધિ છે. ભાષા દ્વારા જ્યારે માનવભાવ વ્યક્ત થાય છે, ત્યારે ભાષા એ તો સાધન કે માધ્યમ માત્ર છે. માધ્યમ તરીકેના તેના કાર્યમાં ક્યાંક એ રહસ્ય છુપાયેલું છે. ક્યાંક આ રહસ્ય ઉપચાર થકી પણ અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચારના સામર્થ્યથી તે ભાવાભિવ્યક્તિ, કોશેના શબદોમાં કહીએ તો ભાવાભિવ્યંજનાથી કાવ્યને મંડિત કરે છે.
અને ઉપચારને ખ્યાલ કેટલે વ્યાપક બની ગયો છે તેની પ્રતીતિ વિશેષતઃ હર્બટ રીડ આપણને આ રીતે આપે છે–
"Metaphor is the synthesis of several units of observation into one commanding image; it is the expression of a complex idea, not by analysis, nor by direct statement, but by a sudden perception of an objective relation.?
અને આથી જ શાપે યોગ્ય જ કહે છે કે –
"Words both reveal and conceal thought and emotion ......Metaphor fuses sense-experience and thought in language. The artist fuses them in a material medium or in sounds with or without words... My sound theory is that metaphor can only evolve in language or in the arts when the bodily artifices become controlled."
રાજર્સ તેના Metaphor એ નામના પુસ્તકમાં મેફરની મને વૈજ્ઞાનિક મીમાંસા સૂક્ષ્મ સ્વરૂપે આપીને તેને કાવ્યગત પ્રભાવ સર્જક કવિ તથા આસ્વાદક વાચકની દષ્ટિએ મીમાંસે છે. અને તેમાં ખાસ અનુભવની દશામાં primary અને secondary મેટેફરને ઉલ્લેખ કરે છે. તે આપણને આનંદે લક્ષણામૂલા વ્યંજના અને શાબ્દી વ્યંજનાના પ્રકારે આપ્યા છે તેનું સહેજે મરણ કરાવે છે.
ઉપચારને લગતાં અને આને સમાન અન્ય વિધાને સપષ્ટ રીતે સિદ્ધ કરે છે કે ઉપચારના કાવ્યગત અર્થ, કાર્ય અને કલાપ બાબત પશ્ચિમમાં અનેકવિધ મત પ્રવર્તમાન છે. એક
અર્થાલંકારથી શરૂ કરીને કાવ્યર્થના મૂળ આધાર રૂપ, કાવ્યમાં સૌન્દર્યનું આદાન કરનાર કાવ્યાલંકાર તરીકે તે સ્વીકારાયેલ છે. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે સાદસ્થને અનેકવિધ અનંત એવો પ્રયોગ કવિએ તેમના ગ્રંથમાં કરે છે, અને તેનાથી કાવ્યનું સૌંદર્યમંડન થાય છે. કવિઓ વિરોધને પણ આધાર લે છે, તેના સુભગ પ્રયોગો પણ આપણને મળી આવે છે. છતાં, જગતનાં જાણીતાં ભાષાસાહિત્યોમાં, સંસ્કૃતમાં તો ખાસ ખાસ, આ સાદસ્થ અને ઉપચારને આશ્રય ખૂબ ખૂબ લેવામાં આવ્યા છે. અને કાવ્યર્થ, કાવ્યચારુત્વને સાકાર કરવામાં આ ઉપચાર અપાર રીતે સફળ અને સાર્થક બન્યો છે. દષ્ટાન્ત રૂપે કહી શકાય કે વિલક્ષણ ઉપચારપ્રવેગ રસપ્રધાન વનિકાવ્યની નિષ્પત્તિ ઉપરાન્ત અલંકાર વિનિના સુંદર પ્રયોગમાં અત્યન્ત ઉપયોગી થાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org