SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રસમીમાંસામાં અનુગદ્વાર સૂત્રકારનું પ્રદાન હિંસા વગેરે દોષોથી રહિત થયેલ મનની એકાગ્રતાથી જેની ઉત્પત્તિ થયેલ છે તેમ જ વિકાર૨હિતતા જેનું લક્ષણ છે એવા પ્રશાન્ત ભાવને સત્રકારે પ્રશાંત સ કહ્યો છે. ટીકાકારે ઉપશમની પ્રકર્ષતારૂપ રસને પ્રશાન્ત રસ કહ્યો છે. આની તુલના શાંતરસના સ્વીકૃત સ્થાયીભાવ નિવેદ સાથે થઈ શકે તેમ છે. ઉપસંહારઃ સૂત્રકારે નવરસોની ચર્ચા પછી ઉપસંહારમાં એક નવીન અને નેધપાત્ર વાત કરી છે કે આ રસોની ઉત્પત્તિ ૩૨ સૂત્ર (અલીક, ઉપઘાતજનક, નિરર્થક આદિ ૩૨ સૂત્રદોષ માટે જઓ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૯૯૯)માંથી થાય છે. આ વાતને ટીકાકારે નીચે મુજબ ઉદાહરણ આપીને સમજાવી છે. અલીતાના દોષથી અદભુત રસ ઉત્પન્ન થાય છે. જેમ કે, “તેના હાથીઓના કપોલતટ પરથી ઝરતા મદના બિંદુએથી હાથી, ઘોડા અને રથને વહાવનારી ઘોર નદી ઉત્પન્ન થઈ તેષાં તિટનાનાં નત્િમક કાવર્તિત નવી ઘોડા દુશ્વરથવાની છે (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૯-૧૪૦) આ સ્થળે વાસ્તવમાં અદ્ભુત રસ છે. પણ આ વાત જીવનમાં કયારેય સત્ય ન હોઈ શકે. એટલે અહીં અલીતાને દેષ રહેલો છે. (વિશેષાવશ્યકસૂત્રમાં આ ઉદાહરણને અઘટિતાર્થ કથન બતાવી અયુક્તદોષ કહેલ છે.) એવી જ રીતે ટીકાકારે ઉપઘાત દોષથી ઉત્પન્ન થતા રસનું ઉદાહરણ આપ્યું છે કે–“એ જ માણસ જીવે છે કે જેણે પોતાના ધનથી પ્રેમપૂર્વક માંગનારને ખુશ કર્યા છે અને કેધથી દુશ્મનના લોહીથી પિતાના બાણોને પ્રસન્ન કર્યા છે.” સ કાતિ પ્રાળી કિર્તન સુપિૉન રા વિવિપક્ષૌ પ્રીણિતાન માળા || (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦): અહીં છે તે વીરરસ, પણ એ ઉપઘાત દેષને કારણે ઉત્પન્ન થયેલ છે. ઉપરાંત ટીકાકારે એક વાત સુંદર જણાવી છે કે જે ૩૨ દોષમાંથી રસ ઉત્પન્ન થવાની વાત કરી છે તેને પ્રાયોવૃત્તિ-પ્રાયવાદ ગણવો જોઈએ, કારણ કે તપ અને દાન જેને વિષય છે તે વીરરસ કે પ્રશાંત વગેરે રસે અમૃત વગેરે દેશે વિના પણ સંભવી શકે છેઃ તપોવાનવિષયસ્થ વચ પ્રાન્તાહિરાનાં વિતાવિલોપાન્તપિ નિ પરિતિ ! (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૪૦) આમ સૂત્રકાર અને ટીકાકાર બને એ રસેના બે વિભાગ કર્યા છે.–૧ અનૃત, ઉપઘાત જેવા સૂત્રદોષોથી ઉતપન્ન થતા અને ૨. સૂત્રદોષો સિવાય ઉત્પન્ન થતા. યુદ્ધવીર પરોપધાતથી ઉત્પન્ન થાય છે. અદ્દભુત અનૂતદોષથી ઉત્પન્ન થાય છે. પણ તપાવીર અને દાનવીર પ્રશાન્તરસની જેમ સૂત્રદોષથી પર હોઈ શકે. રસની બાબતમાં એક બીજી સેંધપાત્ર હકીકત અહીં એ છે કે સૂત્રકારે “શુદ્ધ અને “મિશ્ર' એમ બે પ્રકારના રસની નિષ્પત્તિની વાત કરી છે. જે ગ્રંથમાં કેવળ એક જ રસ આવે તો તે શુદ્ધ અને જ્યાં એકથી વધુ રસોની નિષ્પત્તિ થાય તે “મિશ્ર” એમ ટીકાકાર જણાવે છે : क्वचित्काव्ये शुद्ध एक एव रसो निबध्यते, क्वचित्तु द्वथादिरससंयोग इति भाव इति गाथार्थः । (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦) સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પણ પ્રબંધના અંગ એટલે ગૌણ અને અંગી એટલે મુખ્ય એવા રસની વાત કરેલી જ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અંગી રસ-કલ્પના પોતે એક અત્યંત રોચક પ્રસંગ છે. પ્રબંધકાવ્યના આસ્વાદનું સ્વરૂપ-વિશ્લેષણ કરવા માટે કદાચ આ કલ્પના કરવામાં આવી હતી. એ દૃષ્ટિએ એનું મહત્વ અસંદિડધ છે. આવી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મહત્ત્વની કલ્પનાને ટીકાકારે નિર્દેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy