________________
: 39
અંતરાત્મદર્શન : પરિણામની રે’—જેથી તે વ્યક્તિ વર્તમાન અને ભાવી એ ઉભયની સાથે નિર્ભયપણે સામે મોઢે લડે છે અને આનંદપૂર્વક પરમાત્મપદ મેળવવાની અભિલાષાના મહાસાહસમાં પ્રગતિ કરે છે. અંતરાત્મ અવસ્થાનું આ સંક્ષિપ્ત દર્શન છે.
ઉપસંહારમાં અંતરાત્મપણાના નિચોડ રૂપે જણાવવાનું કે વાસ્તવિક રીતે ‘ આત્મા’ એ જ ‘સંસાર ’ છે અને ‘ આત્મા’ એ જ ‘મોક્ષ’ છે એ પ્રકારનું રહસ્ય અર્પતો પૂ॰ હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં નિરૂપણ કરેલો માંગલિક શ્લોક સાદર કરી વિરમું છું.
अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥
"6
કષાય અને ઇંદ્રિયોથી જિતાયલો આત્મા એ જ સંસાર છે, પરંતુ આત્મા જ્યારે તેમના ઉપર જય મેળવે છે ત્યારે તે જ આત્માને પંડિતજનો મોક્ષ કહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org