________________
૫૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
મહાભારત એ વિશાળતાના ધર્મનો ગ્રન્થ હોઈ એમાં તત્કાલીન હિંદુસ્તાનમાં પ્રચલિત સર્વ મુખ્ય અનુગમો અને આચારની પરંપરાઓનું રહસ્ય સરળતાપૂર્વક પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અને જયાં જે કંઈ સારું હોય તે આત્મસાત્ કરવાની ઉચ્ચ પ્રણાલિનું તેજવી દર્શન કરાવવામાં આવ્યું છે. તેથી દેખીતી રીતે જ એમાં જૈન અનુગામની પરંપરાઓનું પણ બહુમાનપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે. તેમાંથી અહિંસાને સર્વશ્રેષ્ઠ ધર્મ તરીકે–પરમ ધર્મ તરીકે નિરૂપતાં કેટલાંક ઉદાહરણ જોઈએ. મહાભારત અહિંસાને “અહિંસા પરમો ધર્મ: ૨ ૨ કલ્થ પ્રતિતિઃ | – સત્યમાં પ્રતિષ્ઠિત એવો શ્રેષ્ઠ ધર્મ કહે છે..
(૧) જાજલિ નામનો એક બ્રાહ્મણ, આદિનાથના પુત્ર બાહુબલિની જેમ ઉગ્ર તપ તપતો હતો. થાંભલાની જેમ અવ્યગ્ર રહીને તપ કરતાં તેની જટામાં, એક ચકલા ચકલીના જોડાએ માળો બાંધ્યો. તેમાં ઈંડાં મૂક્યાં. તેમાંથી બચ્ચાં જન્મ્યાં! ધીરે ધીરે તે બચ્ચાં મોટાં થયાં અને સ્વાવલંબી થઈ ઊડી ગયાં ! જાજલિ તે પછી પણ એક મહિના સુધી દયાને લીધે સ્થિર બેસી રહ્યો. જ્યારે તેને ખાતરી થઈ કે ચકલાં પાછાં આવશે જ નહિ, ત્યારે ઊઠયો. ઊઠયા પછી તેને તરત અભિમાન થયું. એટલે ગર્વથી બોલ્યો, “મેં ધર્મ પ્રાપ્ત કર્યો છે.” ત્યારે અંતરીક્ષ વાણીએ કહ્યું કે, “તું મહાપ્રાજ્ઞ તુલાધારના જેટલો ધાર્મિક નથી. કાશીનો એ તુલાધાર પણ તું બોલે છે એવી ગવાણું ઉચ્ચારતો નથી જ. (તો તું બોલે તે કેમ છાજે?)”૪
આ સાંભળીને ચિડાયેલો જાજલિ વારાણસી ગયો. ત્યાં જઈને તેના વેપાર ઉપર આક્ષેપ કરતાં તુલાધારને પૂછયું, “હે મહામતિ વણિપુત્ર ! તું સર્વ રસો, ગધે, વનસ્પતિઓ, ઔષધિયો અને તેનાં મૂળ તથા ફળને વેચે છે; છતાં તને નૈછિકી બુદ્ધિ કેવી રીતે મળી છે?” |
' ત્યારે બાર વ્રતો પૈકી ત્રીજા વ્રતના અતિચાર તુઢ વૃદમાળેથી વિરામ પામેલા, ત્રાજવાથી નિપક્ષ રીતે પ્રામાણિકતાથી સમાન તોલનાર, અને પ્રાણીમાત્ર પ્રત્યે સમદષ્ટિથી જોનાર કોઈ સાચા જૈન શ્રાવકની યાદ આપતાં, આ વૈશ્ય તુલાધારે જવાબ આપતાં કહ્યું, “ગુજરાનની જે વૃત્તિ પ્રાણીઓના તદ્દન અદ્રોહથી—સંપૂર્ણ અહિંસાથી, અથવા અપકોહથી–ઓછામાં ઓછી હિંસાથી, ચાલે છે તે શ્રેષ્ઠ ધર્મ છે, અને તે પ્રમાણે હું આજીવિકા કરું છું. હું નાનામોટા સુગંધી પદાર્થો અને મદ્ય સિવાયના રસોનો નિષ્કપટપણે વેપાર કરું છું.૭ (શાસ્ત્રો કહે છે કે જે મન, કર્મ, વચનથી સદેવ સર્વનો સુદ છે, અને સર્વના હિતમાં રત છે, તે ધર્મને જાણે છે. તેથી હું કોઈની નિન્દા, પ્રશંસા, ઠેષ કે કામના રાખ્યા
૨. (૧) મહાભારત ( ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટની વાચના ), આરણ્યકપર્વ ૧૯૮-૬૯. () સર૦ સત્યનાં દર્શન અહિંસા વગર થઈ જ ન શકે. તેથી જ કહ્યું છે કે હિંસા પરમો ધર્મઃ”
–ગાંધીજી (“ નિત્યમનન ” પૃ૦ ૪) ૩. મહાભારત, શાન્તિપર્વ, . ૨૫૩ થી ૨૫૬. ૪. મહાભારત, શાતિપર્વ, ૨૫૩-૪૧, ૪૨, ૪૩.
મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪–૧થી ૩. अद्रोहेणैव भूतानामल्पद्रोहेण वा पुनः । या वृत्तिः स परो धर्मस्तेन जीवामि जाजले ।
મહાભારત, શાંતિપર્વ, ૨૪-૬. ७. रसांश्च तास्तान्विप्रर्षे मद्यवर्जानहं बहून् ।
શ્રીદવા છે ગતિવિત્રીને પરહરતામાયા છે. મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૮ સર૦ સાતમા વ્રતમાં પંદર જાતના ધંધાનો પ્રતિબંધ આવે છે. તેમાં રસવાણિજ્યના અતિચારનો ઉલ્લેખ છે. મધને તેમાં સમાવેશ થાય.
વન્દિત્તા સૂત્ર’ ૨૨, ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org