________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથાઃ ગોરબદલ પદમનકથા-ચાઈઃ ૩૦૧
૫દમિણિ મણિ પગ દીઉ, પવિત્ર હઉ મુઝ ગેહા મહલિ પધારજે માઉલી, દુખ મ ધરઉ નિજ દેહિ || ૪૧૦ છે. આલિમ ભાંજે એકલઉ, જઉ વૉસઈ જગદીસ | તઉ હું બાદિલ બહસીઉ, જઉ આણું અવની સ” || ૪૧ || .
ખંડ નવમો. બાદલની માતા અને પત્ની બાદલના યુદ્ધે ચડવાના સમાચારથી ચિંતિત થઈને એને યુદ્ધ ન ચડવા સમજાવે છે. પણ દૃઢનિશ્ચયી બાદલ છેવટે પોતાની પત્નીને સમજાવી લે છે, અને યુદ્ધ ચડવા સજજ થાય છે. પછી પોતાનો જીવ બચાવવા ઈચ્છતા સુસ્ટને એ સમજાવે છે :
કાયા-માયા બે કારિમી, ઘડી એક વૉકી ઘડી એક સમી | કાયર હુઉ અથવા હુઈ સૂર, મરણ કિઈથી ન લઇ દુ૨ || ૪૮૭ ||. તઉ તે મરણ સમારી મ૨ઉ, ઢૉઠા હોઈ કિસ્ ઊગર | ‘પદમિણિ દીધી' કહીઈ કેમ, પતિ ૨ાખણનું જઉ છઈ પ્રેમ” || ૪૮૮ ||
વીરભણ અને બાદલ વચ્ચે વાતચીત; બાદલની રવાનગી : વીરભાણુ ઈમ નિસુથી ભણઈ–“બાદિલ! બોલિઉ તું બલિ ઘણુઈ ભાષી સહુ ભલી તડેં વાત, પણ નવિ પ્રીછઈ તું તિલ માત્ર | ૪૮૯ ||. આલિમ ઈસ તણુઉ અવતાર, લસકર લાખ સતાવીસ લારી યવની સુભટ વડા ઝુઝાર, હણુઈ હે કીક હેલિ હાર | ૪૯૦ | ' સાહી લીધઉ વલિ સિરદાર, ઝૂઝતા આવઈ તસુ ભારી કોઈ પરિ હિલ પહચઈ નહી, નહિ તરિ મહે વલિ ઝૂઝત સહી” || ૪૯૧ || બાદિલ બોલ ઈ–“કુંઅર સુણુઉ, એ આલોચ નહી આપણુઉ| કિસા આલોચ કરઈ કેસરી? માર મયગલ માથઈ ધરી” | ૪૯૨ || વીરભાણુ હિલ બોલઈ વલી- બદિલ ! તુઝ મતિ અતિનિમિલી | અરજણ તે જે વાલઈ ગાઈ, કરિ જિમ હિલ તુઝ આવઈ દાઈ || ૪૫ . રાજ છુટાઈ ૫દમિણિ રહઈ, ઇણિ વાતાઁ કુણુ નવિ ગહગઈ ” બાદિલ બોલ ઈ–“કુંઅર ! સુણ! કો ઉપર વાંસઠે ઘણુઉ || ૪૯૬ || હું જાઉં છું લસકર માહિ, આવું વાત સહુ અવગાહિ”]. કાર જુહાર બાદિલ અસિ ચડિલે, સાહસિ સુરપતિ સાંસદું પડઉ | ૪૯૭ |
ખંડ દસમો જેમ અલાઉદીને પ્રપંચ રચીને રતનસેનને કેદ પકડ્યો હતો તે રીતે બાદલ અલાઉદીનને ગીને રતનસેનને છોડાવવાની યોજના ઘડે છે. તે બાદશાહ પાસે જઈને એને કહે છે કે તમને મહેલમાં જોયા ત્યારથી પદ્મિની તો તમારા ઉપર આસક્ત થઈ છે. તમે કહો તો એની બે હજાર દાસીઓના રસાલા સાથે એને અહીં લઈ આવું. કામાંધ બાદશાહ કબૂલ થાય છે, અને બાલને કીમતી ભેટો આપીને એનું બહુમાન કરે છે. બાદલ આવીને વીરભાણને અને સૌને બધી વાત કહે છે અને પોતાની યોજના સમજાવે છે. પછી બે હજાર પાલખીઓમાં દરેકમાં બે-બે સુભટોને અને પદ્મિનીની પાલખીમાં ગોરા રાવતને બેસાડી બાદલ એ બધું લઈને બાદશાહની છાવણીમાં જાય છે; બાદશાહને સમજાવી એના લકરને આધ મોકલાવી દે છે અને સિકતથી રતનસેનને છોડાવી ગઢમાં મોકલી દે છે. રતનસેન સકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org