________________
ર૮ર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી
અને આમ છતાં એમ નથી જણાતું કે આપણી તમામ ભાષાઓમાં તેની રજૂઆત એક વિશિષ્ટ અને સમાન નિરૂપણરીતિથી ઉઠાવ પામી છે ? કંઈક નવીન કાવ્યાત્મક-ચમત્કૃતિ સહિત એ જ અંગ. અંગસંચાલન કે એવી તેની કોઈ દશાથી વિરહભાવ વ્યકત થયો છે? ઉપર્યુક્ત ઉદાહરણ તેનો પુરાવો છે. આ પ્રમાણે એકસરખી નિરૂપણપરંપરા પાછળ કંઈ કારણ? આગળ કહ્યું તેમ સમાન સંસ્કૃતિથી તે મુદ્રાંતિ છે. - ભારતવર્ષ જેવા વિશાલ દેશની એક સમાન સંસ્કૃતિ પાછળ, સૈકાઓ લગી તેનું સમાન પ્રકારનું સમાજજીવન એકધારું ચાલુ રહ્યું હતું, જે આપણને ખબર છે. મુસલમાનોનાં આક્રમણ છતાં તેના હાડમાંથી તે કદી હચમચી ઊઠયું નહોતું. છેક અંગ્રેજોના-પશ્ચિમના સંપર્ક પછી જ તેમાં ઊથલો આવ્યો. ત્યાં લગી દેશ, વ્યાપક એવા રૂઢિનિયંત્રિત અને ધર્મશાસ્ત્રબદ્ધ જીવનાચારવડે ટકી રહ્યો હતો, ટકી રહેવા મચ્યો હતો. અને છાપખાનાંના પ્રચારની શક્યતા ન હોવાથી સમાજની એ રૂઢિપરસ્તી ને શાસ્ત્રપરસ્તીને પોષણ મળ્યું. જે કંઈ નવો ઉન્મેષ સમાજજીવનમાં ઉત્પન્ન થતો તે ધીમી, પણ સ્થિર ગતિએ પ્રસરતો. તેને રૂઢ બનતાં સારો એવો સમય પસાર થતો. એટલે તે જે પ્રાણબળવાળો હોય તો ભલે ધીરે ધીરે પણ એકથી બીજે સ્થળે પ્રચાર પામી પ્રસરતો ને જીવતો; ને સંસ્કૃતિના બળરૂપે સચવાતો. એટલે શરૂ થયેલી કોઈ પણ લઢણ પ્રમાણે ચાલવામાં મહિમા ગણાતો. વળી મુદ્રણયંત્રની નીપજરૂપ મુદ્રા જેટલી નિશ્ચિત
થઈ. પછી અપને પડી લોક રચિમાંથી ઊતરી જાય તેવું બનવા પામતું નહિ, આ રૂઢિમહિમાને કારણે કવિને ય કોઈનું લઈને ચાલવામાં, આજે લાગે છે તેવી, નાનમ જણાતી નહિ. કોઈ સભર નદી જેમ સ્થળે સ્થળેથી એકઠા થતા ભરપદે કાંપ સાથે આગળ ચાલે, તેવું જીવનકવનની રસમની બાબતમાં બનતું. આ રૂટ પરંપરાનું આત્યંતિક સ્વરૂપ તે જૂનાં કાવ્યોમાં આવતાં–મુકાતાં રૂઢ યાદીરૂપ વર્ણનો છે; જે આપણી મધ્યકાલીન સાહિત્યની અનેક કૃતિઓમાં બેઠાં ને બેઠાં મૂકી દેવાતાં, અને તેમાં શિષ્ટમાન્ય વિદ્વત્તા લેખાતી. પ્રેમાનંદ જેવો પણ અમુક સહ્ય ને હૃદ્ય અંશે તેમ કરવામાંથી બાકાત રહ્યો નથી. આ જ કારણે વિરસાહિત્યની, આપણે જોઈ તેવી નિરૂપણપરંપરાને ટકાવી રાખી હતી. પણ તેવું સાચું સાહિત્ય રૂઢ છતાં નિર્જીવ નથી તેની પ્રતીતિ આપણને અહીંનાં અવતરણોથી થઈ છે અને તે જ આપણી સંસ્કૃતિની જીવંત મુદ્રા છે.
આ પૂરું કરીએ તે પહેલાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રના નાયિકાભેદના વર્ગીકરણ અંગે એક સંશયપ્રશ્ન, અભ્યાસી સમક્ષ વિશેષ નિરીક્ષણપરીક્ષણ માટે મૂકી જેવો આવશ્યક જણાય છે. તે પહેલાં, આપણા કાવ્યશાસ્ત્ર વિશે એક બાબત કહી દેવી જોઈએ કે તેની એકંદર યોજનામાં જે સૂક્ષ્મ તેમ જ સારી એવી માનસશાસ્ત્રીય–સમાજશાસ્ત્રીય સૂઝ રહેલી છે તે તેની તત્ત્વવિમર્શ શક્તિને આભારી છે. આપણાં કાવ્યશાસ્ત્રકારો પડદર્શન અને તેમાંના ન્યાય વગેરેના અઠંગ અભ્યાસી હોઈ પ્રબળ એવી પ્રમાણુશાસ્ત્રની શિસ્તમાં પલોટાયેલા હતા. ને તેથી તેમની કાવ્યશાસ્ત્રપ્રવૃત્તિ સહર હોઈ નિઃશંક ટકી રહેશે. પ્રશ્ન છે પ્રોષિતભર્તકા અથવા પ્રોષિત પતિક નાયિકા અંગેનો.
આગળ જોઈ ગયા તેમ ભરતે વર્ણવેલા અષ્ટ નાયિકા પ્રકારો ઉપરાંત નાયિકાના અન્ય પ્રકારના ભેદો પાછળથી ઉમેરાયા અને તેને લાગુ કરાયા છે, કારણ, સમાજજીવનની ઘટનાઓ કાવ્યમાં ઝિલાતી, તો કાવ્ય પરથી શાસ્ત્ર તેવાં નવાં નવાં વર્ગીકરણ જેમજેમ સૂઝતાં જાય તેમ રચવા માંડ્યાં. આમ, વીયા કે સ્વકીયા, પરકીયા અને સામાન્યાના પ્રકારનું એક વર્ગીકરણ ભારતના વર્ગીકરણબાદ જોવા મળે છે. અને ભરતના પ્રત્યેક પ્રકારને પેલા “લાલ પીળો ને વાદળી જેવા ત્રણે પ્રકાર લાગુ પાડેલા છે. આપણા મુદ્દાપૂરતું સ્પષ્ટ કરીએ તો, કાવ્યશાસ્ત્ર સ્વીકારેલ છે તે મુજબ પ્રોષિતભર્તૃકાને સ્વકીયા, પરકીયા ને સામાન્યા–એવા ત્રણ પ્રકારના વર્ગીકરણ હેઠળ મૂકી શકાય એવું એને વિવક્ષિત જણાય છે. પણ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org