________________
વિરહિણનો એક અનુભાવવિશેષ: ૨૭૫ તેનો ગુજરાતી અનુવાદ
“હાલાં કંકણ નીસર્યો, વહી રહ્યાં ચોધાર આંસુ, ઘડી બેસી ના રહી ધીર, આગળ જવા ચિત્ત થયું આકળું; જાવાનો કરતાં વિચાર પિયુજી સાથે બધાં નીકળ્યાં, જાવું છે જીવ! તો પછી ક્યમ જવા દે સાથ હાલાંતણે?”
–કાવ્યપ્રકાશ, ગુજરાતી અનુવાદ, ગુજઃ પુરાતત્વ મંદિર ગ્રંથાવલિ. અહીં એ પ્રોષિતભર્તૃકા બને તે પહેલાં જ, એને “હૈડે તે શેષ ન માય રે” એવી વિરહદશા અને તેને અંગેના અનુભાવો ઉદભવ્યા. તેમાં નાયિકાનો હાથ દબળો પડતાં ને વલય મોટાં પડતાં ઊતરી જવા લાગ્યાં; એવો, હાથને લગતો અનુભવ છે. અહીં વલયવડે નાયિકાનું ફીણવ–ક્ષામપણું સૂચવાયું છે. આપણે આગળ જોઈશું કે આ વલયડે સૂચવાતી ક્ષીણતાનું પરિમાણ ઠેરઠેર–બધા સાહિત્યમાં હોવાનું માલમ પડે છે. સાથે સાથે આપણને મેધદૂતનો નાયક યક્ષ, પત્નીવિરહને કારણે નવચંખ્રશરિત્તાપ્રોઝ: અવસ્થા અનુભવતો બતાવાયો છે, તેનું સ્મરણ થાય; અથવા વિરહોત્કંઠિત રાજા દુષ્યન્તના
સંતાનવ”નું પણ સ્મરણ થાય. તેમ છતાં એકંદર વિરહિણીના નિરૂપણની તુલનાએ નાયકના વિરહનું નિરૂપણ જૂજ હોય એ સહજ છે.
આ વલયો પણ બે સ્થાનના નિર્દેશક બનીને આવે છે. એક, બાવડા પરનું, જેને આપણે બાજુબંધ તથા કડું કહીએ છીએ. બીજું, કાંડા પર રમતું-કંકણસ્વરૂપનું. બાવડા પરના વલય અંગેનું એક કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું સુંદર અવતરણ એ સંદર્ભગ્રંથમાં છે, અને તે પ્રોષિતભર્તૃકા ગોપીની કૃશતાનું
અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાયેલું. કેવળ ગુજરાતી ભાષાન્તર જોઈએ–શક્ય તેટલા મૂળ સંસ્કૃત શબ્દની રજૂઆતથી, તેની કાવ્યસુવાસ જળવાઈ રહે તે રીતે જોઈએ :
હરિના પ્રયાણથી, એ સુશ્વની કમળની કળીઓની પાંખડીઓથી બનાવેલી માળા અને મોતીના હારનો કંદોરો નીચે સરી પડ્યાં. અને વધુમાં કહીએ તો...” જુઓ મૂળ સંસ્કૃતમાં–
“ અન્ય જ્ઞાન દિન ધનની વર્તત વા ન તિ
જ્ઞાનું વરદ વ૮ચે વાળમૂä પ્રથાતિ ” એટલે કે, “એની નાડી ચાલે છે કે નહિ તે જોવાને માટે (બાવડા પરનું) વલય છેક પાણિમૂલ-કાંડા સુધી પહોંચી ગયું.”
–“સુભાષિતરત્નભાંડાગારમ', પ્રોષિતભર્તૃકા ખં, શ્લોક ૮૪. અહીં વલય, બાહુ-બાવડા પરનું છે; અને તો જ ચમત્કૃતિવાળી અતિશયોક્તિ નીપજી શકી છે, કેમકે, કવિનો આશય એમ કહેવાનો છે કે એક બાવડેથી સરતુસરતું તે કાંડાલગી ઊતરી આવ્યું એટલી તે કૃશ થઈ ગઈ! અહીં અતિશયોક્તિ સંગે સજીવારોપણ સુભગપણે સંયોજાયો છે, જે કવિતાની માત્રાને દુહરાવી આપે છે.
બીજે એક સ્થળે ખેદસૂચક હસ્તમુખવિન્યાસવડે કાયિક અનુભાવ વર્ણવાયો છે, અને સાથે સાથે ત્યાં, હાથ પરના અલંકારરૂપે મૃણાલના વલયનું નિરૂપણ છે.
મોતીઓની સાથે હરીફાઈ કરતાં એવાં પાપમાંથી ગરતાં આંસુઓનાં બિન્દુસમૂહથી મહાદેવના અટ્ટહાસ્યનું અનુકરણ કરતા હારાવલિરૂપ ભૂષણને હૃદય પર રાખી, કુમળા મૃણાલના વલયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org