________________
ગુજરાતનું લોકજીવનઃ રર૭ ખરા? જેમકે ખંભાયતી, બિલાવલ, મારુ, ગુર્જરી વગેરે. છતાં ગુજરાતનું સંગીત તથા ગુજરાતનું નાટ્ય મોટે ભાગે “લોકસંગીત” અને “લોકનાટ્ય' જ રહ્યાં છે. વિદ્યાસેવનમાં ઉદાસીન ગુજરાતીઓ
મધ્યકાલીન ગુજરાતનો વિદ્યાસેવકવર્ગ સોલંકીઓ અને વાઘેલાના સમયમાં વિદ્યાવ્યાસંગી બન્યો હતો, જે માટેની પ્રેરણા, પરમાર રાજા ભોજની હિન્દવ્યાપી સરસ્વતી-ઉપાસનામાંથી મળી હતી. પરંતુ તે પછીના સમયમાં, વિદ્યાનું સેવન મોટા પ્રમાણમાં અથવા તો ઉચ્ચ કક્ષાએ થયું જણાતું નથી. “વિદ્યા ખાતર વિદ્યાનું સેવન” ગુજરાતમાં અ૫–અત્ય૫ થયેલું જણાય છે. યજ્ઞયાગાદિ કરનાર બ્રાહ્મણોએ તથા ઉપાશ્રયોમાં વિદ્યાનું સેવન કરનાર જૈન મુનિઓએ જ્ઞાનની જ્યોતને ઝાંખી થતી અટકાવવામાં સારી સેવા બજાવી છે એ કબૂલ કરવા છતાં, આ વર્ગની ઉપાસના સમાજવ્યાપી બની હોય એમ કહી શકાય તેમ નથી. ગુજરાતમાં સંસ્કૃતને પ્રચાર
સંસ્કૃત સાહિત્યનું અવતરણ ગુજરાતમાં ઘણા સમય પહેલાનું થયું હતું તે ધ્યાનમાં લેવા જેવું છે. સંસ્કૃતમાં જે પહેલો લાંબો લેખ આ દેશમાં કોતરેલો મળ્યો છે તે, જૂનાગઢની ગિરનારની તળેટી આગળ અશોકના લેખવાળી શિલા ઉપરનો છે. આ લેખ ક્ષત્રપ મહારાજા રકાદામાનો ઈ. સ. ૧૫૦નો લેખ છે. આ લેખમાં “શબ્દાર્થ વિદ્યા” અથવા “ વ્યાકરણ વિદ્યાનો ઉલ્લેખ છે. તે પછી ભદ્દી અને માધ જેવા સંસ્કૃત કવિઓ થઈ ગયા છે ખરા.
પછી ઈસ્વીસનના બારમા શતકમાં હેમચંદ્રાચાર્ય અને તેમના રામચંદ્રસૂરિ જેવા શિષ્યોની સાહિત્યકૃતિઓથી અને તેરમા શતકમાં સોમેશ્વરદેવ, અરિસિંહ, નાનાક, શ્રીપાલ વગેરે વસ્તુપાલ–તેજપાલના આશ્રિત કવિઓની કૃતિઓ દ્વારા ગુજરાતે સંસ્કૃત સાહિત્યમાં ફાળો અપ્યો છે. પરંતુ ઉચ્ચ સાહિત્યકક્ષાની દષ્ટિએ પહેલા વર્ગનાં નહિ, પરંતુ બીજા-ત્રીજા વર્ગનાં કાવ્યો અને નાટકો ગુજરાતમાં ઠીક સંખ્યામાં રચાયાં છે. તે પછી, સંસ્કૃત વિદ્યાનું ગાઢ પરિશીલન ઘટી ગયું. જોકે સંસ્કૃત રચનાઓનો નાનો પ્રવાહ તો છેક ગયા સૈકા સુધી ચાલ્યો છે. વિદ્યાવ્યાસંગમાં પાછળ ગુજરાત
એટલે જ સ્વીકારવું પડે છે કે ગુજરાતીઓનો વિદ્યાનો વ્યાસંગ, મહારાષ્ટ્ર, બંગાળ કે દ્રવિડના પંડિતો સાથે સરખાવતાં નબળો જ કહેવો પડે તેવો છે. મહારાષ્ટ્રમાં તો “માધુકરી’ પ્રથાની મદદથી ગરીબ બ્રાહ્મણબહુઓને વિદ્યાર્થી અવસ્થામાં નિર્વાહનું સાધન સૈકાઓ સુધી અપાયું છે; જે એ પ્રાંતના વિદ્યાપ્રેમ બતાવે છે. ત્યારે ફક્ત પુરાણની કથા વાંચી, પોતાનો પાટલો સાચવી શકે તેથી વધારે સંસ્કૃત ભણનારા બ્રાહ્મણો, ગુજરાતમાં કોઈક જ નીકળ્યા છે. સંસ્કૃત મહાકાવ્યોમાંથી એકબે, અને થોડું વ્યાકરણ કૌમદી’ કે ‘સારસ્વત” એટલાથી જ સંતોષ માનનાર ઘણા હતા. કાશી જઈને વધારે ભણનારા તો વિરલ જ. વળી કાશીમાં શાસ્ત્રી અને શ્રેષ્ઠ અધ્યાપક તરીકે મહારાષ્ટ્રીઓ અને બંગાળીઓની, ગઈકાલ સુધી જે પ્રખ્યાતિ જોવામાં આવે છે તેવું કોઈ ગુજરાતીએ પોતાનું નામ કાશીમાં કાઢયું હોય એમ જાણવામાં નથી. આ હકીકત વિદ્યાવ્યાસંગમાં ગુજરાતીઓની ન્યૂનતા સચોટ રીતે બતાવે છે.
ધર્મમતાન્તરે પ્રત્યે સમભાવ
બીજે પક્ષે જોઈએ તે ગુજરાતમાં બ્રાહ્મણનું વિદ્યાબળ ઓછું હોવાથી, આપણામાં ધર્મનું ખૂની ઝનૂન પણ ઘણું ઓછું જોવામાં આવ્યું છે. બ્રાહ્મણ અને અ–બ્રાહ્મણના ઝઘડાથી ગુજરાત પર રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org