________________
૨૦૨ શ્રી મહાવીર જન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ ગયો હતો ત્યાં જ તે ગયો. અને વધારે આશ્ચર્ય તો એ થયું કે એના ગુરુ જ એના સસરા નીકળ્યા. તેને ગુણસુંદરીનો રાજા સાથેનો વ્યવહાર યાદ આવ્યો અને દુ:ખી થયો. ગુરુના મોઢાની શરમે પત્નીને સાથે તેડી ગયો. પત્ની તેની સેવાપૂજા કરતી, પરંતુ તેને તો ચીડ જ ચડતી. તેણે પત્નીનું નામ ગુણસુંદરીને બદલે શુદ્ધસુંદરી રાખ્યું અને એ નામે જ બોલાવતો. ગુણસુંદરી પતિના આચરણનો ભેદ પામી ગઈ. તેને લાગ્યું કે હું મારી પવિત્રતા માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો પણ પતિ માનશે નહિ, માટે કોઈ બીજી યુક્તિથી કામ સાધવું પડશે.
પછી એક વાર તેણે પતિને કહ્યું: “પિયરથી પત્ર આવ્યો છે અને મને તેડાવે છે, રજા આપો તો જાઉં.” પતિને તો તેનું મોટુંય ગમતું ન હતું એટલે તેણે તુરત રજા આપી. સ્ત્રી થોડાં લૂગડાં લઈ ચાલી નીકળી અને ગામને બીજે દરવાજેથી શહેરમાં પાછી આવી. વાણિયાને ત્યાં ઘરેણાં મૂકી રૂપિયા પચાસ ઉપાડ્યાં. એક ઘર ભાડે રાખ્યું. એ દાસીઓ રાખી. બ્રાહ્મણને ત્યાંથી શ્રીમદ્ ભાગવતનું પુસ્તક લીધું. ભસ્મ લગાવી. રુદ્રાક્ષની માળા પહેરી, સફેદ વસ્ત્ર ધારણ કરીને જોગણી બની કથા વાંચવા લાગી. ધીમે ધીમે કરતાં હજારો માણસો તેની કથા સાંભળવા આવવા લાગ્યાં. તેનો પતિ પણ એક વાર કથા સાંભળવા ગયો. જોગણીના પ્રભાવથી પ્રભાવિત થયો અને એક વાર તેને મળ્યો પણ ખરો. મળીને કહ્યું : “ હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું. આપ જે વિવાદ કરવા એકાંતમાં બોલાવશો તો ઉપકાર થશે.” જોગણીએ કહ્યું: “હું કોઈ પરપુરુષને એકાંતમાં મળતી નથી.” નનુભટે બહુ વિનતિ કરી ત્યારે બીજે દિવસે આવવા કહ્યું. બીજે દિવસે નનુભટ જોગણીને ત્યાં ગયો ત્યારે દાસીએ તેને અંદર આવવા દીધો. ગુણસુંદરીએ કહ્યું : “મારે નિત્ય એક બ્રાહ્મણ જમાડવાનો નિયમ છે, તો આજ આ૫ પ્રસાદ લેશો ?” બ્રાહ્મણે તુરત જ હા કહી, એટલે તેને ચોખા આપ્યા અને થોડી વારમાં જ દૂધ અને સાકર પણ આપ્યાં. રસોઈ તૈયાર થઈ એટલે ગણીએ કહ્યું : “મહારાજ, પ્રથમ મારા હાથના બે કોળિયા જમો.” બ્રાહ્મણ ચમક્યો. તેણે કહ્યું : “બ્રાહ્મણ જોગણીના હાથનું કેમ જમે?” જોગણીએ ઉત્તર આપ્યો : “તમે વિદ્વાન જ નથી. વેદમાં સર્વ જગત સરખું ગયું છે, તે તમે જાણતા નથી ?” બ્રાહ્મણ તેના હાવભાવથી મોહી પડ્યો. તે જોગણીના હાથનું જમ્યો. કોમની લાલચે ભ્રષ્ટ થયો. જોગણીએ દાસીને કહી રાખ્યું કે બ્રાહ્મણ જમી રહે એટલે એને દક્ષિણ આપી કાઢી મૂકજે. બ્રાહ્મણ જમીને વસ્ત્રો પહેરી બેસવા જતો હતો ત્યાં દાસીએ એક રૂપિયો તથા પાનસોપારી આપ્યાં અને જવાનું કહ્યું. મહારાજની એકદમ જવાની ઇચ્છા ન હતી, પણ દાસીએ જોગણીનો સૂવાનો સમય થયો છે માટે જાવ, કહી ધક્કો મારી બહાર કાઢ્યા. વટલાયા પણ કામ થયું નહિ, તેથી બ્રાહ્મણ પસ્તાવા લાગ્યો.
બે દિવસ પછી જોગણે જે છોડી દીધો અને પોતાનાં મૂળ વસ્ત્ર પહેરી ગામને બીજે દરવાજેથી પોતાને ઘેર ગઈ. બ્રાહ્મણ તેને આવતી જોઈ ચીડાયો અને કટાક્ષમાં કહ્યું: “આવો શુદ્ધસુંદરી.” બાઈ તો કાંઈ બોલી જ નહિ. બીજે દિવસે પાણી ભરી આવી અને ઉંબરા પર બેડું પછાડી પતિ સાથે લડવા માંડી. કહેવા માંડીઃ “મારા ગયા પછી તમે આચારવિચાર છોડી કેવું વર્તન કર્યું તેની ગામમાં હોહા થાય છે અને હવે તમને કોઈ ભિક્ષા માટે ઘરમાં પગ મૂકવા દેવાનું નથી.” અને વધુમાં કહેવા લાગીઃ “તમે કોણ જાણે કેવીય જાતની ગણના હાથનું ખાધું તેની આખા ગામને જાણ છે અને નાતપટેલ તો તમને નાતબહાર મૂકવાની વાત કરે છે.” ગભરાઈને નનુભટે તેને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો. તેને પચાસ રૂપિયા આપી નાત પટેલને સમજાવી આવવા મોકલી. ગુણસુંદરી રૂપિયા લઈ પોતાનાં કડલાં (ધરેણાં) લઈ આવી અને પતિને કહેવા માંડી: “બધું સમું કરી આવી છું. નાતપટેલ પચાસ રૂપિયામાં નહોતા માનતા પણ મારા પિયરના નીકળ્યા તે માનવી લીધા છે. હવે આપણું નામ નહિ દે.” થોડા દિવસ તો ગુણસુંદરીએ પોતાનાં રસોઈપાણી જુદાં રાખ્યાં. પછી બ્રાહ્મણ આગળ પડદો ખોલ્યો. પોતે જ જોગણી હતી તે કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org