________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૯૫ પવનંજય નૃપગહિની, હનુમંતની જે માય, સતી શિરોમણી અંજના, દુખણી વનમાં થાય.
જીવતાં પામે જગ, સુખ સબળાં સંસાર,
યથા ભાનુ મંત્રીસરે, પામી સરસતી નાર. આમ, આ રાસમાં કવિએ સ્થળે સ્થળે સરળ ભાષામાં, સદાન્ત, સાલંકાર આવા દૂહાઓ મૂક્યા છે. એમ કરવાથી અલબત્ત, રાસ વધુ રસિક બન્યો છે અને રાસના સ્વરૂપની એક વિશિષ્ટ છાપ આપણું મન ઉપર પડે છે. તેમ છતાં, અગાઉ બતાવ્યું તેમ, કેટલીક વાર આવા દૂહાઓમાં પ્રમાણભાન જળવાયું નથી. કેટલીક વાર એક વિચારમાંથી બીજા વિચારમાં વિષયાંતર પણ થતું ગયું છે. અને વિયોગ પછી નળ-દવદંતીના મિલનપ્રસંગે સ્ત્રી વિશે કવિએ નીચેની જે પંકિતઓ લખી છે તેમાં ઔચિત્યભંગ પણ થતો હોય એમ જણાય છે :
નારી વયણે કોણ ન ચૂકે, સુભટ શિરોમણી ધીરજ મૂકે, સ્ત્રી ફરસે વિહસે તરૂધાત, તો માણસની કેણી વાત. શસ્ત્ર શાસ્ત્ર પૂરા જિકે, કેહજો ના નામે શીશ, તે પણ નારી બોલડે, ચૂકે વિસાવીસ. માતપિતાને વંચિયે, સગાં સણેજા ભાય, નારી નેહે વશ કર્યા, માહા તે ગહિલા થાય. તાં લગે મતિ બુધિ સાંભરે, જો લગે શાસ્ત્ર વિચાર.
નારી સાથે ગોઠડી, જા નહુ કરે અપાર. આમ, વસ્તુ, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન ઇત્યાદિની દષ્ટિએ એકંદરે જોતાં નયસુંદર, સમયસુંદર કે મહીરાજના નલદવદંતી વિશેના રાસની કક્ષા સુધી આ રાસ પહોંચી શકે એવો નથી, અને ઋષિવર્ધનના રાસ પ્રત્યેનું એનું ઋણ ઘણું મોટું છે. તેમ છતાં કવિએ બતાવેલી પોતાની મૌલિક શક્તિની દષ્ટિએ જોતાં આપણા મધ્યકાલીન રાસસાહિત્યમાં આ રાસ નોંધપાત્ર સ્થાન ધરાવે છે એમ અવશ્ય કહી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org