________________
૧૯૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ચર્થી
ઘણુ અનુકૂળ શીલસ્પે, વિદ્યા વય ધન દેહ, ગુણ સાતે જઈ કરી, વર લીજે નિસંદેહ. એવો વર જોઈ કરી, માતા પિતા દિયે ધૂય, પાછે ધોરણ કર્મનું, ઈમ જંપે જગ સય.
જે સુખણું થઈ બેટડી, તો કહે કર્મ પ્રમાણ,
ઊણી તો માવિત્રને, ગાળ દિયે નિર્વાણ. સ્વયંવરમાં આવેલા રાજા કૃષ્ણરાજનું અભિમાન નળ ઉતારે છે એ પ્રસંગે કવિ લખે છે :
પર સંપત્તિ જિકો સહે, પરગુણ બોલે મીઠ, વિણ સ્વારથે ઉપગારીઆ, તે મેં વિરલા દીઠ. થોડે પણ નિજ મહાને. મનમાં વહે ગુમાન. ટીટોડીના પાઉ જિમ, ફોકટિયું અભિમાન. બળ અવિચારી આપણું, માંડે અધિક પરાણ, મોટા સાથે માંડતા, નિશ્ચે મૂકે પ્રાણ. રાજા દુર્જન દરસણ, ધારાળુ મર્મ જાણ, વૈદ્ય, ધની, અહિ યાચકો, મત કોપવસ્યો જાણું. નિબળ થિ મડે કિક, અતિ મોટાછું આળ,
ગર્દભ સિંહ શિયાળ જિમ, પામે મરણ અકાળ. નિવધ રાજા પોતાની ગાદી નળને સોંપી સંયમ લેવાની ઈચ્છા કરે તે પ્રસંગે તેઓ જે વિચારે છે તે વિશે કવિ લખે છે :
છતે સંયોગે ધર્મને, આળસ કરે ગમાર, કાણી કોડી કારણે, હારે સહસ દિનાર. વ્યાધિ ન પડે ત્યાં લગે, જરા ન આવે અંગ, ઈન્દ્રીશક્તિ ફુરંતડાં, કરવો ધર્મ સુયંગ. લાલચી લોભ ને લીલરી, લાલ વિશેષે થાય, ગરઢપણે આપડે, લક્ષણ દૂર ૫લાય. વચન ન માને છોકરાં નારી ન ધરે પ્રેમ, ખૂણે નાખી મેહલિયે, જે નહિ ગાંઠે હેમ. તપ, સંયમ, દાને કરી, વિદ્યા વિનય વિચાર,
પ્રગટો ન થયો જેહ તે, શું આવ્યો સંસાર ? કદંબ રાજા નળની આજ્ઞા માનતો નથી તે પ્રસંગે કવિ લખે છે :
તેજ હોય તો સહુ નમે, એહવો જગત સુભાવ, પાવક ઉપર કર ધરે, ભસમી ઉપર પાય. તેજે કરી સહુએ બિહે, નામે ન બિહ કોય, સિંહ સર્ષ ભીંતે લખ્યા, હાથ વાહીને જોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org