________________
સ્થલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો ઃ ૧૫૩
કવિત્વ કવિના સંપ્રજ્ઞાત પ્રયોજનથી સ્વતંત્ર વસ્તુ છે. કવિતાસર્જન સિવાયનો હેતુ હોય ત્યાં કવિતા ન જ સર્જય, કે કવિતાસર્જનનો હેતુ હોય તેથી કવિતા સર્જાય જ એવું કંઈ નથી. ખરી વસ્તુ તો અંદર પડેલી સર્જકતા છે. મધ્યકાળમાં કયો કવિ કાવ્ય સર્જવાના પ્રયોજનથી પ્રવૃત્ત થયો હતો ? છતાં એ અંદર પડેલી સર્જકતાએ જ એમની રચનાઓમાં કવિતા આણી છે. આ ત્રણે જૈન મુનિઓએ સ્યુલિભદ્રના વૃત્તાંતને ધાર્મિક હેતુથી જ હાથમાં લીધું હશે એમાં બહુ શંકા કરવા જેવું નથી, છતાં એથી એમની કૃતિઓમાં કવિતાની શોધ કરવી વૃથા છે એવા ભ્રમમાં પડવાની પણ જરૂર નથી.
વૃત્તાંતની પસંદગી અને એના સંયોજનમાં આ કવિઓ જે કંઈ સર્જકતા બતાવે છે એ આપણે જોયું, એટલે હવે કાવ્યમાં અભિવ્યક્તિની કલા એ કેવીક બતાવે છે તે જોઈએ.
મધ્યકાળના કવિઓ વસ્તુપસંદગીમાં, પ્રસંગવર્ણનમાં, અલંકારોમાં અને ભાવનિરૂપણની લઢણમાં પરંપરાનો ઘણો લાભ ઉઠાવે છે–એટલો બધો કે કેટલીકવાર એમની મૌલિકતા વિવાદાસ્પદ બની જાય છે. પણ પરંપરાનો ઉપયોગ કરવામાંયે વિવેકની અને રસદષ્ટિની જરૂર પડે છે અને પરંપરાનો ઉપયોગ કરવા છતાંયે સાચા કવિની કલ્પનાશકિત અછતી રહેતી નથી. આ કવિઓને પણ પરંપરાનો લાભ મલ્યો હોય એ પૂરતું સંભવિત છે. માલદેવનાં અને જિનપદ્મસૂરિનાં વર્ણનોમાં સંસ્કૃત કાવ્યની આલંકારિક છા દેખાય છે અને જયવંતસૂરિના કાવ્યમાં ક્યાંક “વસંતવિલાસ”ના તો કયાંક મીરાંની કવિતાના ભણકારા સંભળાય છે. છતાં આ ત્રણે કવિઓ પરંપરાને સ્વકીય બનાવીને પ્રગટ કરે છે, કેટલાક મૌલિક ઉન્મેષો પણ બતાવે છે. રસદૃષ્ટિએ એમની કૃતિઓને તપાસવાનો શ્રમ એળે જાય તેમ નથી.
માલદેવની પાસે કથનલા નથી, પણ કવિત્વ છે. વર્ષાઋતુનું ટૂંકું પણ સુરેખ અને સ્વચ્છ વર્ણન, કોશાના સૌન્દર્યવર્ણનમાં ઝબકતી કેટલીક રમણીય તાજગીભરી કલ્પનાઓ અને કોશાની પ્રીતિઝંખનાની કાવ્યમય અભિવ્યક્તિ આની સાક્ષી પૂરે છે. કોશાના સૌન્દર્યવર્ણનમાં રૂઢ ઉપમા-ઉપ્રેક્ષાઓ ઠીકઠીક છે; છતાં કલ્પનાનું અને ઉકિતનું જે વૈવિધ્ય કવિ લાવી શક્યા છે તે નોંધપાત્ર છે. કવિની ચિત્રશક્તિ અને વાગ્નિદગ્ધતાની પ્રતીતિ કેટલીક પંક્તિઓ કરાવે છે જ:
એના શ્યામ કેશ શોભી રહ્યા છે અને માંહી અપાર ફૂલો એણે ગૂંથ્યાં છે : જાણે કે શ્યામ રજનીમાં નાના તેજસ્વી તારકો ચમકી ન રહ્યા હોય ! એનો ચોટલો તો જાણે એના યૌવનધનની રખેવાળી કરતી કાળી નાગણ! આંખમાં એણે કાજળ સાર્યું અને ઉજજવળતાને અંધારઘેરી કરી નાખી : જે પારકાના ચિત્તને દુઃખ
આપે તેનું મોટું કાળું જ કરવું જોઈએ. ૭ પોતાનું હૃદય પ્રેમથી છલકી રહ્યું છે પણ સ્થલિભદ્ર તે પર્વત જેવા અચલ છે– આવા એકપક્ષી
૫ શ્યામ કેશ અતિ સોહતા, થે કુલ અપાર રે,
શ્યામ રયણમાહિ ચમકતા, યોત સહિત તનુ તારિ રે. ૩૬. ૬ શ્યામ ભુયંગ યૂ વેણી, યૌવનધન રખવાલી રે. ૪૦ ૭ નવનિહિં કાજલ સારીઉ, યાને અંધેર ઉજયાલો રે,
ચિત્ત પરાઈ જે દુખ દેવઈ, તિન્ય મુખ કીજિ કાલો રે. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org