________________
૧૪૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
જેનોમાં મનુષ્ય મરણપથારીએ હોય ત્યારે ખાસ કરીને ધાર્મિક રિવાજોમાં “પુણ્ય-પ્રકાશ”નું સ્તવન સંભળાવાય છે. આ સ્તવનમાં દુર્લભ માનવદેહની સફળતા ક્યારે થાય, આપણે શું કર્યું, વગેરેની સરવાળા-બાદબાકી છે. જિંદગીના ધન્ય દિવસો ક્યા ? એના જવાબ માટે નીચેના ભાવવાહી સ્વર ગુજાવો :
ધન ધન તે દિન મારો
જિહાં કીધો ધર્મ..... તો શ્રીમદ્ રાજચંદ્ર આપણા જેવા માટે એવો ધન્ય દિવસ ક્યારે આવે એની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરે છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે ? સર્વ સંબંધનું બંધન તિર્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જે ? ઊર્મિ વસ્તુ જ એવી છે કે જે અનુભવ વિના સમજાતી નથી. જે લોકો ઊમિ-વિહીન હોય છે, જેમણે પ્રેમાનુભાવ કર્યો નથી હોતો, તેઓ સામી વ્યક્તિની લાગણી સમજી શકતા નથી એટલે લાગણી-વેડ કહી તિરસ્કારે છે, પણ ખરી વસ્તુ તો અનુભવે જ સમજાય છે. જુઓ :
રહસ્યોનો જ્ઞાતા અનુભવથી કયારે થઈશ હું? એટલે જ્ઞાતા પણ અનુભવથી થવાની ઈચ્છા વ્યક્ત કરી.
અનુભવથી જ્ઞાતા થવાની વાત રૂચિ; પરંતુ અનુભવ કોણ કરી શકે ? ચિદાનંદજી આપણને પ્રત્યુત્તર આપે છે :
પણ તુમ દરિશણુ યોગથી થયો હૃદયે હો અનુભવ પરકાશ, અનુભવ અભ્યાસ કરે દુઃખદાયી હો સવિ કર્મ વિનાશ,
પરમાતમ પૂરણ કળા. જેન કવિઓની વિશિષ્ટતા જોયા પછી જૈન અને અન્ય કવિઓ વચ્ચે સમાનતા જોઈએ. જૈન તેમ જ જૈનેતર કવિઓએ અમુક વિષયનું નિરૂપણ બહુ સ્પષ્ટતાથી કર્યું છે, છતાં એક જ હકીકતને જુદી જુદી ઢબથી સહુએ પોતપોતાની આગવી કવિતા-શક્તિથી આલેખી છે. મુસાફિર ઘોર નિદ્રામાં છે એ માટે જુઓ :
ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ ન કહાઁ જે સોવત હૈ ?
જે સોવત હૈ વહ ખોવત હૈ, જે જાગત હૈ વહ પાવત હૈ. ચિદાનંદજીનું પદ એની સાથે હવે સરખાવો :
રેન રહી અબ થોરી.૭ જાગ જાગ તું નિંદ ત્યાગી દે
હોત વસ્તુની ચોરી, મંજિલ દૂર ભય ભવસાગર,
ભાન ઉર, મતિ મોરી,
૭ થોડી. ૮ મારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org