________________
૧૨૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ રથ છે. ત્યાંના સોમેશ્વર નામના વિપ્ર પાસે સર્વાર્થશંકર નામનો જાદૂઈ દંડ છે, તે તું લઈ આવ. અંબડે પોતાના ધ્યેયની સિદ્ધિ માટે પ્રવાસ આદર્યો. રસ્તામાં તે એક યોગીના સમાગમમાં આવ્યો. યોગી પાસે બે કંબા હતી—એક રક્ત કંબા અને બીજી શ્વેત કંબા. રક્ત કંબાના પ્રહારથી હરિણી હોય તે સ્ત્રી બની જતી અને શ્વેત કંબાના પ્રહારથી, સ્ત્રી હોય તે હરિણી બની જતી. યોગી ધૂર્ત હતો. તેણે ઊંચા પ્રકારની સિદ્ધવિદ્યા પ્રાપ્ત કરવા કલિંગ દેશના ભોજકટ નગરના રાજાનું યજ્ઞમાં બલિદાન આપ્યું હતું અને તે રાજાની પુત્રીને હરી ગયો હતો. તે રાજપુત્રીને યોગી હંમેશાં હરિણીના સ્વરૂપમાં રાખતો. અંબડે યોગીને હણી, રાજપુત્રીને છોડાવી અને રક્ત કંબા તેમ જ શ્વેત કંબા પ્રાપ્ત કરી.
આગળ પ્રવાસ કરતાં, અંબડ કૂર્મકારો િનગરમાં આવી પહોંચ્યો. ત્યાં આવી તેણે સોમેશ્વર વિપ્રનું ઘર શોધ્યું, પણ કોઈએ તેને તેનું ઘર બતાવ્યું નહિ. રાત્રે તે નગર બહાર એક કામદેવના મંદિરમાં સૂતો હતો, ત્યાં મોડી રાત્રે, સોમેશ્વરની પુત્રી ચંદ્રકાન્તા આવી. જેવી તે મંદિરમાં પ્રવેશી કે તરત જ કયાંકથી બીજી ત્રણ પૂતળીઓ પ્રગટ થઈ. એ ચારેય સખીઓ પાતાળમાં જવા વાતચીત કરતી હતી તેવામાં અંબડે છુપાઈને મોટી બૂમ પાડી. સર્વ સખીઓએ તપાસ કરી તો અંબઇ મળી આવ્યો. સખીઓએ પંચશીર્થ એ નામથી સંબડને એક મજૂર તરીકે લીધો. બધાં બળદ વિનાની ગાડીમાં બેઠાં અને ગાડી આપોઆપ ચાલવા લાગી. અંબડે પોતાના પ્રભાવથી રસ્તામાં વચ્ચે ગાડી અટકાવી. છેવટે, ચંદ્રકાન્તા આદિ સખીઓએ પોતાની જાદૂઈ વિદ્યા તેને શીખવી ત્યારે ગાડી આગળ ચાલી. સર્વ પાતાળમાં ગયાં. ત્યાં નાગશ્રી અને વાસવદત્તા નામની બે સખીઓએ સર્વનું સ્વાગત કર્યું, પણ ધૂર્ત બડે પોતાની પાસેના જાદૂઈ ફચૂિર્ણથી નાગશ્રીને રાસભી બનાવી, અને જાદૂઈ શ્વેત કંબાના પ્રહારથી અન્ય સર્વ સખીઓને હરિણી બનાવી દીધી; અને અંબડ પોતે છાનોમાનો ગાડી લઈ નાસી છૂટ્યો. સર્વ સખીઓ બેબાકળી બની પંચશીર્ષ(અંબડ)ને શોધવા લાગી, પણ અંબડ મળ્યો નહિ. છેવટે, રસભી બનેલી સખી પાતાળમાં રહી અને બીજી સર્વ કૂર્મકરોડિમાં આવી પહોંચી. ચન્દ્રકાન્તા છાની રીતે સોમેશ્વરના ઘરમાં પેસી ગઈ અને બાકીની સખીઓ કામદેવના મંદિરમાં ગઈ. વગર બળદે પોળમાં ગાડી હાંકતા અંબાને રાજાએ બોલાવી, ચન્દ્રકાન્તાને સ્ત્રીસ્વરૂપમાં લાવવા વિનંતી કરી. એટલે અંડે શરત કરી કે, હે રાજા, તમારી પુત્રી અને પરણાવો અને તમારું અર્ધ રાજ્ય આપો તેમ જ ચંદ્રકાન્તા તેની પાસેની સર્વાર્થશંકર દંડ મને આપે તો જ હું ચન્દ્રકાન્તા અને તેની સખીઓને સ્ત્રીસ્વરૂપમાં લાવું. રાજાએ તેમ જ ચન્દ્રકાન્તાએ અંબાની શરત કબૂલ કરી; એટલે અંડે રકત કંબાના પ્રહારથી ચન્દ્રકાન્તા અને અન્ય ત્રણ સખીઓને સ્ત્રી બનાવી. રાજાએ પોતાની પુત્રી અંબાને પરણાવી અને પોતાનું અર્થે રાજ્ય તેને આપ્યું. ચન્દ્રકાન્તા અને તેની ત્રણ સખીઓ અંબાને પરણી અને ચન્દ્રકાન્તાએ તેને પોતાનો સર્વાર્થશંકર દંડ આપ્યો. ચન્દ્રકાન્તાની વિનંતીથી અંબડે નાગશ્રીને રાસભામાંથી સ્ત્રી બનાવી, એટલે નાગશ્રી અંબાને પરણી અને પોતાની પાસેનો હર્ષદંડ તેણે અંબડને આપ્યો.
આ આખી વાર્તા “પંચદંડછત્રીની વિવાપહાર દંડની વાર્તાને ઘણી રીતે મળતી છે. “વિષાહાર દંડની વાર્તામાં પણ વિક્રમ ચાર સખીઓના દૂત તરીકે પાતાળમાં જાય છે, સ્નાન કરવા સરોવરમાં પડેલી સખીઓનાં વસ્ત્ર લઈ નાસી જાય છે, અને નાગકન્યાને પરણવા આવેલા વરરાજાનું હરણ કરે છે. છેવટે સર્વ સખીઓ વિક્રમને પરણે છે અને નાગકન્યા પોતાનો વિપાપહાર દેડ વિક્રમને આપે છે. અંબકથાનું ઉપર્યુકત વસ્તુ “પંચદંડની આ વાર્તાના વસ્તુ સાથે સારા પ્રમાણમાં સામ્ય ધરાવે છે.
સાતમા આદેશમાં ગોરખયોગિની અબડને સોપારાના રાજા ચંડેશ્વરનો મહામુકુટ લાવવાનો આદેશ આપે છે. અંબડ સોપારા જઈ મોહક રૂ૫ ધારણ કરી, રાજા ચડેશ્વરની પુત્રીને મોહિત કરે છે. મોહ પામેલી રાજકુંવરી સુરસુંદરી અબડને પરણવાનો નિશ્ચય કરે છે. રાજા આવા વટેમાર્ગુને પોતાની પુત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org