________________
૧૦૦: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ સૂચિ ઉપરથી પણ તે હકીક્તને પુષ્ટિ મળે છે, જેની યથાલભ્ય નોંધ અત્રે રજૂ કરવામાં આવી છે. જૈનસંપ્રદાયમાં તો તેમણે લાખો-કરોડોનાં દાન કરી, દેવમંદિરો, જેન ઉત્સવો, જૈનાચાર્યોના ધર્મોત્સવો, વાવો. કવાઓ. તલાવો તેમ જ દેવપ્રતિષ્ઠાઓ વગેરે પૂર્ણ ભક્તિભાવે કરી. છ હાથે પોતાની લક્ષ્મી વાપરી હોવાના સંખ્યાબંધ વર્ણનો, પ્રશરિતઓ, પ્રબંધો, રાસાઓ અને શિલાલેખોમાંથી મળે છે. અહીં તો તેમણે જૈનેતર ધર્મો પ્રત્યે સભાવનાથી કરેલ ધર્મકાર્યોની નોંધ, તેમની સાર્વત્રિક ધર્મભાવના દર્શાવવા રજૂ કરવાની હોવાથી, જૈન સંપ્રદાયનાં સુકૃત કાર્યોના ઉલ્લેખો આપ્યા નથી.
વસ્તુપાલનાં દાનકાર્યો ફક્ત ગુજરાત પૂરતાં જ મર્યાદિત ન હતાં, પણ સારાએ ભારતનાં અનેક તીર્થોમાં તેમણે દાનનો પ્રવાહ વહેવરાવ્યો હતો. દાનનો આ પ્રવાહ દક્ષિણમાં શ્રીલ, પશ્ચિમમાં પ્રભ ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં કાશી સુધી ફેલાયો હોવાનું સમજાય છે. સોમનાથ મહાદેવના મંદિરને દર વર્ષે દસ લાખ, કાશીમાં વિશ્વનાથને એક લાખ; તેવી જ રીતે દ્વારિકા, પ્રયાગરાજ, ગંગાતીર્થ અને આબુ ઉપર અચલેશ્વરને એક લાખ દર વર્ષે આપવામાં આવતા હોવાનું જણાવેલ છે. જો કે આમાં કદાચ અતિશયોક્તિ હશે, છતાં, તેમના તરફથી આ બધાં પ્રસિદ્ધ મંદિરોને થોડીઘણી મદદ આપવામાં આવતી હશે એમ ચોકકસ લાગે છે. તેમનાં સત્કાર્યોની નોંધ સંખ્યાબંધ ગ્રંથોમાંથી મળે છે, પરંતુ કેટલાકે તો એકબીજાને અનુકરણ કર્યું હોય તેમ કેટલાક ગુજરાતી રાસાઓ ઉપરથી જણાય છે; જ્યારે પ્રાચીન કાવ્યોમાં જે જે નોંધો લેવામાં આવી છે તે તત્કાલીન સમાજમાં પ્રચલિત માન્યતાઓ તેમ જ ઐતિહાસિક ઉલેખો– જેવા કે શિલાલેખો, પ્રશસ્તિઓ વગેરેના આધારે લેવામાં આવી છે. આ નોંધમાં જૈનેતર વિદ્વાનોના ઉલ્લેખ કરતાં, જૈન વિદ્વાનોએ આપેલ જૈનેતર સત્કાર્યોની સૂચિ ખાસ આપવા પ્રયત્ન કર્યો છે.
તીર્થક૯૫ તેમના સત્કાર્યો માટે જણાવે છે કે તેણે ૭૦૦ બ્રહ્મશાલા, ૭૦૦ સત્રાગાર, ૭૦૦ તપસ્વી તથા કાપાલિકોના ભઠી, ૩૦૦૨ મહેશ્વરાયતનો-શિવમંદિરો તથા ૫૦૦ વેદપાઠી બ્રાહ્મણને (નિર્વાહનાં સાધનો વડે) સત્કાર્યા હતા. આ સિવાય તેમણે ૮૪ તલાવો, ૪૬૪થી પણ વિશેષ વાવો, ૩૨ પાષાણપથદુ અને ૬૪ મસ્જિદો પણ બંધાવી હતી. તીર્થકલ્પની આ સૂચિ કદાચ અતિશયોક્તિવાળી હશે, છતાં જિનપ્રભસૂરિ જેવા ઈતિહાસપ્રેમી વિદ્વાનના હાથે લેવાયેલ આ હકીકતમાં કેટલીક સત્યતા હશે એમ માનવામાં વાંધો આવતો નથી. કોઈ જૈનેતર વિદ્વાને આવી નોંધ આપી હોત તો, કેવળ પક્ષપાતથી વસ્તુપાલને પોતાના સંપ્રદાય ઉપર વધુ અનુરાગ હોવાના કારણે તેણે આવું સૂચવ્યું હોય તેમ માની શકાય; પરંતુ જૈન વિદ્વાનો વસ્તુપાલે કરેલ અન્ય ધર્મનાં આટલાં બધાં ધર્મકાર્યોની હકીક્ત રજૂ કરે તે વસ્તુપાલની સર્વ ધર્મ પ્રત્યેની સમભાવનાનો અપ્રતિમ પુરાવો છે.
આ જ પ્રમાણે બીજા પણ કેટલાક જૈન વિદ્વાનોએ રચેલ વસ્તુપાલના ચરિત્રામક ગ્રંથો પૈકી અલંકારમહોદધિ, વસ્તુપાલપ્રશસ્તિ, વસ્તુપાલચરિત્ર, વસંતવિલાસ, સુકૃતકીર્તિ કલ્લોલિની, સુતસંકીર્તન વગેરે જાણીતા ઐતિહાસિક ગ્રંથો મળે છે, જેમાં તેમણે કરેલ જેનેતર સત્કર્મોની ઠીકઠીક યાદી આપી છે. આ યાદીમાં મુખ્ય મુખ્ય કાર્યો નીચે પ્રમાણે ગણાવી શકાય ?
વસ્તુપાલે ખંભાતમાં ભીમેશ્વરના મંદિર ઉપર સુવર્ણકલશો ચડાવ્યા તેમ જ વૃષભ-નંદિની સ્થાપના કરી. ભટ્ટાદિત્ય નામક સૂર્યમંદિર પાસે ઉત્તાનપટ્ટ ઊભો કર્યો અને તેને સુવર્ણહાર ચઢાવ્યો. ભટ્ટાર્કવાહક નામે વનમંદિરમાં કૂવો બંધાવ્યો. બકુલસ્વામી સૂર્યમંદિરનો મંડપ બંધાવ્યો. વૈદ્યનાથનું મંદિર તથા મંડપનો જીર્ણોદ્ધાર કરાવ્યો. છાશ અને દહીં આપવા માટે મંડપિકાઓ બંધાવી. પ્રપા-પરબો માટેના આગાર-મંડપ કરાવ્યા. ભટ્ટાર્કરાણક( સૂર્યમંદિર)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. અંકેવાલિયા ગામ પાસે એક તલાવ બંધાવ્યું. પાલિતાણુ નજદીક પોતાની પત્નીને શ્રેયાર્થે લલિતાસરોવર કરાવ્યું. ડભોઈમાં વૈદ્યનાથના શિવમંદિર ઉપરથી માલવાનો રાજા સુવર્ણકલશો લઈ ગયો હતો તે બધા (કુલ એકવીસ) ફરીથી મુકાવ્યા તથા સૂર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org