________________
પુણ્યશ્લોક વસ્તુપાલના જીવન ઉપર કેટલાક પ્રકાશ : ૯૭ પૂર્વજોનું આદિ વતન હશે એમ માનવા કારણ છે. આ ગામમાં પ્રાચીન છે, અને તેની ચારે બાજુ આજે દેખાતા ઊંચા ટેકરા તે પૂર્વકાળનું હશે એવી પ્રતીતિ આપે છે. વસ્તુપાલ જેવા મહાપુરુષ, મંત્રીશ્વર અને દાનવીર વિદ્વાનનાં પ્રશંસાત્મક કાવ્યોમાં, સમકાલીન વિદ્વાનો, તેમના પૂર્વજો ગામડાના રહેવાસી હતા એવી સુક હકીકત ન જ નોંધે એ સ્વાભાવિક છે. - આ સિવાય બીજાં પણ કેટલાંક પ્રમાણે એવાં મળે છે, જે વસ્તુપાલનું મુખ્ય વતન ગામડામાં હતું એ હકીકતને પુષ્ટિ આપે છે. વસ્તુપાલનું મૂળ વતન સુહાલક ગામ હતું એમ માનીએ તો તેમના બીજા કુટુંબીજનો અને સગાસંબંધીઓ પણ ત્યાં રહેતા હશે એમ માનવામાં વાંધો આવતો નથી. વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ યાને જયંતસિંહ હતો, જેની નોંધ સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં લીધી છે. આ જૈત્રસિંહને ત્રણ સ્ત્રીઓ હતી એમ આબુ ઉપર આવેલા લૂણસહિના લેખ ઉપરથી જાણવા મળે છે. આ સિવાય આ મંદિરની હસ્તિશાળામાં વસ્તુપાળના કુટુંબીજનોની જે મૂર્તિઓ છે તેમાં જૈત્રસિંહની સાથે તેની ત્રણે પત્નીની મૂર્તિઓ પણ બેસારેલી છે, જેનાં અનુક્રમે જયતલદેવી, જમ્મણદેવી અને રૂપાદેવી નામો તેની નીચે કોતર્યો છે. જયંતસિંહની ત્રણ પત્નીઓના શ્રેયાર્થે મંદિરમાં દેવકુલિકાઓ બનાવી છે, જેના શિલાલેખમાંથી જયંતસિંહ–જૈત્રસિંહની પત્નીઓનાં જયતલદેવી, સુહાદેવી અને રૂપાદેવી નામો મળ્યાં છે, પણ જમ્મણદેવીનું નામ મળતું નથી. આથી જમણુદેવીનું અપર નામ સુહાદેવી હશે એમ લાગે છે. વસ્તુપાલના પ્રાચીન વતન સુહાલકની યાને સવાળાની આજુબાજુ જે ગામો આવેલાં છે તે પૈકી કેટલાંક ગામોનાં નામ ધ્યાન ખેંચે તેવાં છે. આમાંના જમણપુર, રૂપપુર, ચંદ્રોન્માનપુર વગેરે નામો વસ્તુપાળનાં કુટુંબીજનોનાં નામ સાથે કેટલુંક સામ્ય સૂચવે છે. જેમકે જમ્મણદેવી ઉપરથી જમ્મણપુર, રૂપાદેવીના નામ ઉપરથી રૂપપુર અને વસ્તુપાલના આદિ પુરુષ ચંડપ કે ચંદ્રપ્રસાદના નામ ઉપરથી ચંદ્રોન્માનપુર. આથી એમ સમજી શકાય છે કે વસ્તુપાલે કે તેના વંશજોએ, પોતાના કૌટુંબિક વ્યક્તિઓના સ્મરણાર્થે, નવાં ગામો વસાવી આ નામો રાખ્યાં હોય. આ પૈકીનું ચંદ્રોન્માનપુર તે જ હાલનું ચંદ્રભાણું ગામ સંહાલક કે સવાળાથી ફક્ત બેત્રણ ગાઉ દૂર આવેલ છે; જ્યારે જમ્મણપુર અને રૂપપુર સવાળાથી પાંચછ ગાઉના ફેરમાં આવેલ હોઈ, તે પણ નજદીકમાં જ ગણી શકાય. આ
lણે વસાવ્યાં, તેમ જ તેનો આવાં નામો કોણે રાખ્યો, તેનો સીધેસીધો કોઈ ઐતિહાસિક પુરાવો મળતો નથી, પરંતુ તત્કાલીન સમાજવ્યવસ્થા અને પ્રાચીન પરંપરાને અનુલક્ષી આવું અનુમાન રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાળમાં સમાજના અગ્રગણ્ય મહાજનો, રાજપુરુષો અને રાજાઓ પોતાની પ્રતિષ્ઠા અને સ્મારકો રચવા વાવ, કૂવા, તલાવ, ગામ, મંદિરો, મહોલ્લા વગેરેને આવાં નામો આપી, તેમની કીતિ સ્થિર-પ્રતિષ્ઠિત કરતા હતા. આ જ વસ્તુને લક્ષમાં લઈ ઉપર્યુક્ત અનુમાન કર્યું છે, જે યોગ્ય સ્થાને અને સમયાનુરૂપ છે. આમ વસ્તુપાલના પૂર્વજોનું આદિસ્થાન પાટણ તાલુકાના નાના ગામડામાં હતું, જ્યાંથી તેઓ પોતાની વિદ્વતા, દાનશરતા અને પરાક્રમ તેમ જ વ્યવહારકુશળતાને લઈ ચૌલુક્યોના રાજયકાળે સારા હોદ્દાઓ પ્રાપ્ત કરી, પાટણમાં આવી વસેલા તેમ જ સારું સ્થાન પ્રાપ્ત કરીને પોતાની સર્વોદય સાધ્યો.
બીજી વાત તેમના કૌટુંબિક જીવનની છે. તેમના પૂર્વજોનાં નામ કીર્તિકોમુદી, સુરથોત્સવ, સુકૃતસંકીર્તન, વસંતવિલાસ વગેરે કાવ્યગ્રંથોમાંથી મળે છે. પરંતુ તેમના કુટુંબની વિશેષ હકીકત જિનહ
૧/૨ કીર્તિકૌમુદી, સર્ગ ૩ શ્લો૦ ૪૦થી ૫૦. ૬ અબુંદ પ્રાચીન જૈન લેખ સંદોહ. લેખ નં૦ ૩૬૮, ૩૭૦, ૩૭ર. ૭ ઍજન. હસ્તિશાળાના લેખો નં. ૩૨૦. ૮ જુઓ દેવકુલિકાઓ નં. ૪૫, ૪૬, ૪૭ના શિલાલેખો. સુ ગ્રહ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org