________________
આઠ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અન્ય
આ ગ્રંથ માટે ઉદારતાપૂર્વક લેખો તથા ચિત્રસામગ્રી મોકલી આપનાર બધા વિદ્વાનોનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથમાં પ્રાચીન ચિત્રસામગ્રી આપવાનું અમદાવાદના શ્રીલાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, જામનગરના શ્રી અચલગરછના જ્ઞાનભંડાર, પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના પોતાના સંગ્રહ તથા તેઓશ્રી દ્વારા અમદાવાદના શ્રી દેવસાન પાડાના વિમળગચ્છના ભંડાર વગેરેના સહકારથી શક્ય બન્યું છે. એ સૌના અમે ખૂબ આભારી છીએ. પૂજ્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે તો જાણે એમનો સમગ્ર સંગ્રહ અમને સોંપી જ દીધો હોય એ રીતે પૂરી થી અમે એનો ઉપયોગ કરી શક્યા છીએ. પૂજ્ય મહારાજશ્રીની આવી ઉદારતા અને આત્મીયતાભરી લાગણી ક્યારેય વીસરી શકાય એવી નથી. શબ્દોથી એમનો આભાર માનવાનો પ્રયત્ન કરવાને બદલે આ પ્રસંગે એમના ઉપકારનું સ્મરણ કરીને જ સંતોષ માનવો ઉચિત લાગે છે. “મૂડબિદ્રીના જૈન ભંડારનાં પ્રાચીન તાડપત્રીય ચિત્રો” નામે લેખમાં આપવામાં આવેલ છ છબીઓના બ્લોકો મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમે વાપરવા આપ્યા છે તે માટે એમના આભારી છીએ. મૌજ પ્રિન્ટિંગ ન્યૂરોએ ખૂબ ખંત, ધીરજ અને ચીવટથી આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ કરી આપ્યું છે, તે માટે શ્રી ભાગવતબધુઓ અને તેમના સહકાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ. તે ઉપરાંત શ્રી શંકરરાવ દામલે, શ્રી જીવનલાલ જાની, કુટ કપનાબેન દેસાઈ ૫૦ અમૃતલાલ મોહનલાલ, પં. હરિશંકર અં૦ પંડ્યાના ગ્રંથના સંપાદન અને મુદ્રણકાર્યમાં સહકારી થવા માટે આભારી છીએ.
આ ગ્રંથને સમૃદ્ધ કરવામાં અનેક ભાઈઓ અને બહેનોએ સહકાર આપ્યો છે. એ સર્વનો વ્યક્તિગત ઉલ્લેખ કરવાને બદલે તેઓનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
સુવર્ણમહોત્સવ ગ્રંથના બીજા ભાગમાં વિદ્યાલયનો ઇતિહાસ તેમ જ લોકોપયોગી સાહિત્ય પ્રગટ કરવાનાં છે. એ ભાગ પણ તૈયાર થઈ રહ્યો છે અને એનું પ્રકાશન પણ તરતમાં જ કરવામાં આવનાર છે. આ બીજા ભાગ અંગે અમારે જે કંઈ કહેવું છે તે અમે એમાં કહીશું.
આ પ્રકાશનમાં જે કાંઈ ક્ષતિ રહી જવા પામી હોય કે મુદ્રણદોષ રહી ગયો હોય તો તે માટે અમે સૌકોઈની ક્ષમા યાચીએ છીએ.
આટલા પ્રાસંગિક નિવેદન સાથે અમે આ ગ્રંથ વિદ્વાનોના અને શ્રીસંઘના કરકમળમાં ભેટ ધરીએ છીએ, અને આવો ગ્રંથ પ્રકાશિત કરવાનો સોનેરી અવસર અમને મળ્યો તે અંગે અમારી ખુશાલી વ્યક્ત કરવા સાથે પરમકૃપાળુ પરમાત્માનો ઉપકાર માનીએ છીએ.
ગોવાળીઆ ટેન્ક રોડ મુંબઈ ૨૬ પિષ શુક્લ પૂર્ણિમા વિ. સં. ૨૦૨૪ તા. ૧૫–૧–૧૯૬૮
ચંદુ લાલ વર્ધમાન શાહ મનુભાઈ ગુલાબચંદ કાપડિયા જયંતીલાલ રતનચંદ શાહ
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org