________________
૭૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી વડે દેવોનું પણ પરિત્રાણ કરે છે તથા શાનિક અને પૌષ્ટિક કર્મો વડે ભૂપ અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે. છતાં એમના તીવ્ર તપને બાધા ન થાય એ હેતુથી આ વિપ્રપુરના રક્ષણ માટે રાજાએ ભક્તિપૂર્વક વપ્રકોટ કરાવ્યો” (ક્લોક ૨૩), એમ પ્રશસ્તિમાં કહ્યું છે. મૂલરાજ પહેલાથી માંડી કુમારપાલ સુધીના ચૌલુક્ય રાજાઓનો સંક્ષિપ્ત વૃત્તાન્ત પ્રશસ્તિ આપે છે; જોકે બીજાં સાધનોમાંથી મળતી ન હોય એવી કોઈ વિશેષ ઐતિહાસિક માહિતી એમાંથી મળતી નથી. આનુપૂર્વની દૃષ્ટિએ જોઈએ તો, વડનગર પ્રશસ્તિ એવી સર્વપ્રથમ ઐતિહાસિક કૃતિ છે, જેમાં ચૌલુક્યો પહેલાં પાટણ ઉપર રાજય કરનાર ચાપોત્કટ અથવા ચાવડા વંશનો ઉલ્લેખ આવે છે. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬)માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યા પછી ચાર શતાબ્દી કરતાં પણ વધુ સમય બાદ ગુજરાતનાં એતિહાસિક સાધનોમાં ચાવડાઓનો આ પહેલો ઉલ્લેખ મળે એ આશ્ચર્યજનક છે. એ વસ્તુ એમ પણ સૂચવે છે કે ચાવડા વંશ એ પ્રમાણમાં ગૌણ મહત્વનો રાજવંશ હતો; જોકે એ જ વંશની રાજધાની પાટણ કાળાન્તરે પશ્ચિમ ભારતની સૌથી આબાદ નગરી બની હતી. “ચતુર્વિશતિ જિન સ્તુતિ” એ સુંદર અલંકારોથી ખચિત એવું, શ્રીપાલે રચેલું સ્તોત્ર છે.
શ્રીપાલની સૂકિતઓ ઉપર દર્શાવ્યું તેમ, ઘમકાવવર્સિન તરીકે શ્રીપાલનો ઉલ્લેખ મળે છે. પણ સંસ્કૃત સિવાયની ભાષામાં રચાયેલી તેની કોઈ કૃતિ હજી સુધી જાણવામાં આવી નથી. એક દરબારી કવિ તરીકે તે શીધ્ર કવિતા કરી શકતો હશે, અને અમુક પ્રસંગોએ પ્રાકૃત અને અપભ્રંશમાં પણ તેણે શીધ્ર કાવ્યો રચ્યાં હશે એમ ક૯પી શકાય. અનેક કવિઓની–જેમાંના કેટલાક તો અજ્ઞાતનામા છે– સંસ્કૃત ઉપરાંત પ્રાકત અને અપભ્રંશ શીધ્રસૂતિઓ પ્રબન્ધોમાં સચવાયેલી છે, એ હકીકતથી આ અનુમાનને અનુમોદન મળે છે. માલવવિય કરીને સિદ્ધરાજ પાટણ પાછો આવ્યો એ પ્રસંગે તેને આવકાર આપતા, શ્રીપાલના એ સંસ્કૃત શ્લોકો રાજશેખરસૂરિના “પ્રબશ્વકોશ માં ઉદ્દત થયેલા છે. ૩ શ્રીપાલનો એક સંસ્કૃત શ્લોક પ્રભાવક ચરિત માં પણ ટાંકેલો છે.૧૪
યશશ્ચન્દ્રકૃત સમકાલીન સંસ્કૃત નાટક “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ”માં શ્રીપાલ એક અગત્યના પાત્ર તરીકે આવે છે. એમાં લેખકે શ્રીપાલના મુખમાં અનેક લોકો મૂક્યા છે. ૧૫ “દિત મુદચન્દ્રપ્રકરણ” એક એતિહાસિક નાટક હોઈ આ લોકો ખરેખર શ્રીપાલની રચના હશે કે કર્તા યશશ્ચન્દ્ર પોતે રચીને શ્રીપાલના મુખમાં મૂકયા હશે એ કહેવું મુશ્કેલ છે. અલબત્ત, આ લોકો પછી થોડાક પણ શ્રીપાલની રચના હોય એ સંભવ નકારી શકાય એવો નથી.
સંસ્કૃતના બે વિખ્યાત સુભાષિતસંગ્રહ–જલણની સૂક્તિમુક્તાવલિ' (ઈ. સ. ૧૨૪૭–૧૨૬૦ આસપાસ) અને શાધરની “શાધર પદ્ધતિ” (ઈ. સ. ૧૩૬ ૩ આસપાસ)-માં શ્રીપાલનાં સુભાષિતો લેવામાં આવ્યા છે, જે બતાવે છે કે એની કવિ તરીકેની કીર્તિ થોડા સમયમાં જ મહારાષ્ટ્ર અને સપાદલકત સુધી (કે જ્યાં અનુક્રમે આ બે સુભાષિત સંગ્રહોની સંકલના થઈ હતી) વિસ્તરી હતી. આ બંને સુભાષિતસંગ્રહોમાં લેવાયેલા શ્રીપાલના લોકો ઋતુવર્ણનને લગતા છે, અને તે ઉપરથી અનુમાન કરવાનું મન થાય છે કે કાલિદાસના “ઋતુસંહાર' જેવું ઋતુવર્ણનનું કોઈ કાવ્ય કદાચ તેણે રચ્યું હોય.
૧૩ પ્રબન્ધકોશ' (સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથ ૬), પૃ. ૯૩. શ્લોકો માટે જુઓ આ નિબંધનું પરિશિષ્ટ ૧૪ “પ્રભાવક ચરિત', પૃ. ૧૮૯-૯૦. શ્લોક માટે જુઓ પરિશિષ્ટ. ૧૫ આ લોકો માટે જુઓ “મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ’, અંક ૪, લોક ૧-૪, ૧૩-૧૫, ૧૬, ૧૮, ૧૯, અંક ૫,
શ્લોક ૧, ૨, ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org