________________
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલઃ ૭૩ ગુજરાત અને રાજસ્થાનના ઇતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્રાટ (પોરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં શ્રીપાલ જમ્યો હતો. ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે આબુ ઉપર વિ. સં ૧૦૮૮(ઈ. સ. ૧૦૩૨)માં બાંધેલા પ્રસિદ્ધ જૈન મંદિર વિમલવસતિના સભામંડપમાં શ્રીપાલની મૂર્તિ છે. એ મૂર્તિ નીચેના ખંડિત શિલાલેખમાંથી જાણવા મળે છે કે શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ હતું. શ્રી જિનવિજ્યનું અનુમાન સમુચિત છે કે શ્રીપાલ ઘણું કરીને વિમલશાહનો અથવા તેના કોઈ કુટુંબીનો વંશજ હશે. ૨
સાહિત્યિક સાધનોમાંના અનેક ઉલ્લેખો ઉપરથી જણાય છે કે શ્રીપાલ અંધ હતો. એના અંધત્વના કારણ વિષે અથવા એ ક્યારે અંધ થયો હશે એ વિષે કંઈ જાણવામાં આવ્યું નથી. તેણે વિદ્યાધ્યયન ક્યાં અને કયારે કર્યું એ પણ અજ્ઞાત છે. પરંતુ શ્રીપાલ એક નિપુણ કવિ અને કૃતપરિશ્રમ વ્યુત્પન્ન વિદ્વાન હતો એ વિષે કશી શકી નથી. પ્રબન્ધોમાં એને “કવિચક્રવર્તિન', “કવિકુંજર' અને “મહાકવિ” તરીકે વર્ણવ્યો છે અને મુકિતકુમુદચન્દ્રપ્રકરણમાં એને “કવિરાજ' બિરુદ આપ્યું છે. જલણકૃત ‘સુકિતમુક્તાવલિ' અને શાડુંધરકૃતિ “શાધર પદ્ધતિજેવા સુભાષિતસંગ્રહો શ્રીપાલની યુક્તિઓ ઉદ્દત કરતાં
શ્રીપાલ કવિરાજ' તરીકે એનો નિર્દેશ કરે છે. પ્રબન્ધોમાં “ષભાષાકવિચક્રવર્તી ' તરીકે શ્રીપાલનો ઉલેખ છે, જે બતાવે છે કે તેણે છે પ્રાકૃત ભાષાઓમાં પણ કવિતા કરી હોવી જોઈએ. અનેક સમકાલીન કવિઓ પોતાની કવિતા સુધરાવવા માટે શ્રીપાલ પાસે આવતા. બૃહદ્ગછના અજિતદેવસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિના “નાબેયનેમિકાવ્ય” અથવા “દ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યું હતું.
શ્રીપાલ એ રાજા સિદ્ધરાજ જયસિંહનો નિકટવર્તી સુહદ હતો. વડનગર પ્રશસ્તિના છેલ્લા શ્લોકમાં શ્રીપાલે પોતાને શ્રીમદ્ભ૨Tઝઘતિપન્ન વધુ: (“ જેને સિદ્ધરાજે પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો છે એવો ”) કહ્યો છે. ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણમાં (પૃ. ૩૯) શ્રીપાલને શ્રીસિદ્ધમૂવાāમિત્રમ્ (“ સિદ્ધરાજનો બાલમિત્ર ) કહેવામાં આવ્યો છે. સોમપ્રભસૂરિકત “કુમારપાલપ્રતિબોધ” અને “ સુમતિનાથ ચરિત્ર” જેવા લગભગ સમકાલીન ગ્રંથો નોંધે છે કે રાજા સિદ્ધરાજ શ્રીપાલને “ભાઈ !' કહીને બોલાવતો હતો. આ નિર્દેશને “ પ્રભાવક ચરિત’ના છેલા “હેમચન્દ્રસૂરિચરિત માંથી અનુમોદન મળે છે; એમાં સિદ્ધરાજ અને શ્રીપાલની નિકટતા વિસ્તારથી વર્ણવી છે અને થોડાક સમય માટે અણહિલવાડમાં આવીને રહેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધ અથવા દેવબોધિના સંપર્કમાં તેઓ બંને કેવી રીતે આવ્યા એ પણ એમાં વર્ણવ્યું છે. એ ત્રણ વિશિષ્ટ વ્યક્તિઓના સંબંધ અને સ્પર્ધાના “પ્રભાવક ચરિત માં અપાયેલા વૃત્તાન્તના રસપ્રદ સારોદ્ધાર માટે તથા એ વૃત્તાન્તની ઐતિહાસિક સમાલોચના માટે વાચકને “કાવ્યાનશાસનની મોહ રસિકલાલ છો. પરીખની પ્રસ્તાવનાનાં ઉપર્યુક્ત પૃષ્ઠ જેવા વિનતિ છે.
૧ જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ', ભાગ ૨ (ભાવનગર, ૧૯૨૧), નં. ર૭૧. ૨ જિનવિજ્યજી, દ્રૌપદી સ્વયંવર નાટક', પ્રસ્તાવના, પૃ૦ ૨૧-૨૨. ૩ “મુકિતકુમુદચન્દ્રપ્રકરણમાં બીજી એતિહાસિક વ્યક્તિઓ સાથે શ્રીપાલ પણ એક પાત્ર તરીકે આવે છે. એમાં
દેવસૂરિના રૂપરસાયનનું નેત્રાંજલિ વડે પોતે પાન કરી શકતો નથી એ પોતાના દુર્ભાગ્યનો શ્રીપાલ શોક કરે છે (અંક ૪, કલોક ૧૫); દેવસૂરિ એને આશ્વાસન આપે છે કે “કવીશ્વર ! પૂર્વે કરેલાં અસુકૃતોના પરિપાકનો પ્રતિકાર કરી શકાતો નથી. પરંતુ ભગવતી ભારતીએ ત્રિલોકનું આકલન કરવામાં કુશળ સારવતચક્ષુનું વિતરણ કરીને તમારા ઉપર કર ણા કરી છે.” ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધે કરેલી શ્રીપાલની નિન્દાનો એક લોક “પ્રભાવક ચરિત'માં ( સિંધી જૈન પ્રાથમાલા, ચ ૧૩, પૃ. ૧૯૦) ટાંકેલો છે, તેમાં પણ શ્રીપાલના અંધત્વનો નિર્દેશ છે
.. शुक्र: कवित्वमापन्न एकाक्षिविकलोऽपि सन् ।
चक्षुयविहीनस्य युक्ता ते कविराजिता ॥ જ પુરાતનપ્રબન્ધસંગ્રહ’, પૃ૦ ૪૩; “કુમારપાલચરિતસંગ્રહ', પૃ૦ ૧૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org