________________
અર્થ નિષ્ફર મુદ્રાની બને મુઠીઓ ચત્તી કરવી તેનું નામ સ મુખીકરણ મુદ્રા છે.
૬ અવગુઠની મુદ્રા 'सच्यहुस्तकृता मुष्ठि-दीर्घा समुख तर्जनी। अवगुण्ठन मुद्रेयमभितो भ्राभिता मता ॥'
અર્થ: જમણા હાથની મુઠી બાંધી તર્જની સન્મુખ લાંબી રાખી મુઠી ભમાવવી તે અવગુઠિની મુદ્રા છે.
૭ સંહાર મુદ્રા ग्राह्यस्योपरी हस्त प्रसार्थ, कनिष्ठि कादितर्जन्यन्ता नामङ्गुलीना मसकोचनेनाडगुष्ठ मूलानयनात् सहार मुद्रा विसर्जन मुद्रेयम् ।
અર્થ: ગ્રાહ્ય વસ્તુ ઉપર હાથ ફેલાવીને કનિષ્ઠિકા માંડીને તજની સુધીની આંગળીઓને અનુક્રમે વાળી અગૂઠાના મૂળ તરફ લગાવવાથી સંહાર મુદ્રા નિષ્પન્ન થાય છે. આ વિસર્જન મુદ્રા છે. મત્રપટ્ટ આદિ ઉપર જા૫ કર્યા પછી આ મુદ્રા વડે જાપ વિષયક દેવતાનું વિસર્જન કરાય છે.
પરશુરામ કલ્પસૂત્રમાં સહાર મુદ્રા આ પ્રમાણે છે 'क्षिप्ताङ्गुलीरड्मुलिमिः सनथ्य परिवर्तयेत् । एपा सहार मुद्रा स्याद्, विसर्जन विधौ स्मृता ।
અર્થ : અંદર નાખેલ આંગળીઓને આંગળીઓ વડે ગુંથીને ફેરવવી તે સંહાર મુદ્દા. વિસર્જનમાં આ મુદ્રા કરવી.
(અનુસંધાન પાના-૪૬૧ નું ચાલુ) શ્રી યતીન્દ્ર મુહુર્ત કર્પણ.